દબંગ બની મોટા ઉપાડે અપક્ષ લડવા ગયા, પણ ભાજપ સામે ટકી ન શક્યા મધુ શ્રીવાસ્તવ અને દીનુ મામા

Gujarat Election 2022 Result : ભાજપથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાને સ્થાનિક લોકોએ જાકારો આપ્યો

દબંગ બની મોટા ઉપાડે અપક્ષ લડવા ગયા, પણ ભાજપ સામે ટકી ન શક્યા મધુ શ્રીવાસ્તવ અને દીનુ મામા

Vadodara Election Result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપે ટિકિટની જાહેરાત કરી તો બે નેતાઓએ ટિકિટ કપાતા ભારે ઉહાપોહ કર્યો હતો. આ બે નામ હતા મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ. ટિકિટ ન મળતા નારાજ મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાથી અને દિનુ મામાએ પાદરાથી અપક્ષ દાવેદારી નોંધાવી હતી. એટલુ જ નહિ, બંનેએ પોતાની જીતની દાવેદારી કરી હતી.

વાઘોડિયાથી બળવાખોર નેતા મધુશ્રી વાસ્તવ હાર્યા
ભાજપમાં ટિકિટ મુદ્દે બળવો પોકારીને અપક્ષ તરીકે ચૂંટણી લડનારા મધુશ્રી વાસ્તવે હારનો સામનો કરવો પડ્યો છે. મધુ શ્રીવાસ્તવે બળવો કરીને અપક્ષ ચૂંટણી લડતા સીધો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો છે. વર્ષોથી ભાજપનો ગઢ બની રહેલી વાઘોડિયા બેઠક પર હવે અપક્ષ ઉમદેવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો છે. દબંગ ગણાતા મધુ શ્રીવાસ્તવ આ બેઠક પરથી સળંગ છ વખતા પહેલા અપક્ષ અને બાદમાં ભાજપમાંથી મેન્ડેટ લઈને ચૂંટાયા હતા. પોતાના મનમાની, આપખુદી અને ખાસ તો વિવાદોમાં રહેવાના સ્વભાવને કારણે મધુ શ્રીવાસ્તાવને ટિકિટ આપવાનું લગભગ નિશ્ચિત માનતુ હતું. તે પછી ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ જણાયુ. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી. તેમના મનાવવા ગયેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ તેઓએ મળવાનું ટાળ્યું હતું. તેમજ બાદમાં ‘કોણ હર્ષ સંઘવી’ તેવો સવાલ પણ કર્યો હતો. ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિન પટેલ આ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તો કોંગ્રેસ જૂના જોગી સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી હતી. આ વચ્ચે વાઘોડિયામાં આયાતી ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફાવી ગયા છે. 

પાદરામાં દીનુ મામા હાર્યા 
વડોદરાની ભાગોળની આ બેઠક ભાજપનો ગઢ મનાય છે, પરંતુ અહીં દિગ્ગજ નેતા દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા લોકપ્રિય નેતા હતા. પરંતુ ભાજપથી દબંગાઈ કરવાની તેમને સજા મળી. 2022 ની ચૂંટણીમાં તેમને સ્થાનિક પ્રજાએ જાકારો આપ્યો છે. પાદરા બેઠક પર ભાજપના ચૈતન્યસિંહ ઝાલાને 66052 મત મળ્યા છે. ચૈતન્યસિંહ ઝાલા 6226 મતની લીડ સાથે જીત્યા છે. કોંગ્રેસના જશપાલસિહ પઢિયારને 59826 મત મળ્યા છે. તો બળવાખોર બનેલા દિનુભાઈ પટેલ જેઓ અપક્ષ લડ્યા હતા, તેમને 50906 મત મળ્યાં છે, તો આ બેઠક પર આમ આદમી પાર્ટી સંદીપ રાજને 1970 મત મળ્યાં છે. પાદરા આ વિસ્તારમાં તેઓ કાર્યરત છે અને ખાસ કરીને સહકારી અગ્રણી તરીકે લોકપ્રિયતા ધરાવે છે. સ્વંય પ્રધાનમંત્રી  મોદી પણ તેમને દીનુમામા તરીકે સંબોધન કરે તેવી તેમની શાખ છે. આ વખતે તેમની ટિકિટ કપાવાથી નારાજ થયેલા દિનુમામા ભાજપ પક્ષ છોડીને અપક્ષ દાવેદારી કરી હતી. મનામણા કરવા આવેલ હર્ષ સંઘવીને તેઓએ પણ મળવાનુ ટાળ્યું હતું. તેમનો ફોન પણ જ રિવીસ કર્યા ન હતા, અને મળવા પણ ગયા નહિ. ત્ત્યારે અપક્ષ ઉમેદવારી કરનારને દીનુ મામાને હારનો સામનો કરવો પડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news