ભાવનગર: પાલીતાણામાં 300 લોકોને ફૂડ પોઈઝન, ધાર્મિક પ્રસંગમાં ભોજન કર્યુ હતું

ભાવનગર જિલ્લાથી એક માઠા સમાચાર આવ્યા છે. જિલ્લાના પાલીતાણામાં 300થી વધુ લોકોની ફૂડ પોઈઝનના કારણે તબિયત લથડી.મળતી માહિતી મુજબ પાલીતાણામાં તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરાયેલું હતું. આ પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું.

ભાવનગર: પાલીતાણામાં 300 લોકોને ફૂડ પોઈઝન, ધાર્મિક પ્રસંગમાં ભોજન કર્યુ હતું

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર જિલ્લાથી એક માઠા સમાચાર આવ્યા છે. જિલ્લાના પાલીતાણામાં 300થી વધુ લોકોની ફૂડ પોઈઝનના કારણે તબિયત લથડી. અસરગ્રસ્તોમાં અદાજે 100 જેટલા બાળકો પણ સામેલ છે. 

મળતી માહિતી મુજબ પાલીતાણામાં તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરાયેલું હતું. આ પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું. જેમાંથી 200થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

શું છે આ ફૂડ પોઈઝન
ક્યારેક ખોરાકમાં રરહેલી અશુદ્ધિઓ પેટમાં જાય ત્યારે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. ક્યારેક આવામાં બે ખોરાકનું મિશ્રણ થતું હોય છે અથવા તો ખોરાક લાંબા સમય સુધી રાખી મુક્યો હોય તો થાય છે. ઘણીવાર ગંદુ પાણી પીવાથી કે પછી ધોયા વગરના ફળો અને શાકભાજી ખાવાથી પણ તે ફૂડ પોઈઝનિંગનું કારણ બની જતું હોય છે. ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવાથી, તેને ગંદી જગ્યાએ રાખવાથી તેના પર મચ્છર અને માખીઓ બેસે છે જેના કારણે બેક્ટેરિયા વધે છે. આ એક એવા ણાઈક્રોસ્કોપિક વાયરસ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેને માઈક્રોસ્કોપથી જોવામાં આવે છે. 

આ બેક્ટેરિયા ખોરાક દ્વારા પેટમાં જાય છે અને એક પ્રકારનું ઝેર ઉત્પનન્ન કરે છે. ખોરાકમાં કેટલીક અશુદ્ધિ હોય તે પણ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. 

ફૂડ પોઈઝનિંગના લક્ષણો
સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગમાં ચક્કર, ઝાડા, ઉલ્ટી, માથાનો દુ:ખાવો અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. ક્યારેક દર્દીને અસ્પષ્ટ દેખાય છે, ગળું સૂકાઈ જાય છે અને ગળવામાં મુશ્કેલી થતી હોય છે. ક્યારેક સ્થિતિ ગંભીર બને તો ઝેકી ખોરાકના કારણે લકવો કે પછી જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. બેક્ટેરિયાની અસર ઘાતક બની શકે છે. એસ્પરગિલસ નામની ફૂગથી પણ ખોરાક દૂષિત થાય છે અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

આ કારણો પણ હોઈ શકે
ફૂડ પોઈઝનિંગના અન્ય કારણોમાં કાચો ખોરાક અથવા ઓછો રાંધેલો ખોરાક (ખાસ કરીને મરઘા, ડુક્કરનું માસ, કબાબ વગેરે)
જે ખોરાક જૂનો હોય અથવા તો યોગ્ય રીતે રેફ્રિજરેટેડ નથી. આ ઉપરાંત ઝાડા અથવા ઉલ્ટીવાળા દર્દીએ સ્પર્શ કરેલો ખોરાક જો ખાવામાં આવે. ક્રોસ દૂષણ (એટલે કે જંતુઓ એક દૂષિત ખોરાકમાંથી બીજા ખોરાકમાં ફેલાય છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news