વડોદરામાં ચીઠ્ઠી લખી ગુમ થયેલો જોશી પરિવાર પરત ફર્યો, દર્દનાક દાસ્તાન સાંભળીને રૂવાટાં થશે ઉભા!

જો કે, આ પરિવાર ક્યાં ગયો હતો? તેમજ ચિટ્ઠીમાં ઉલ્લેખ કરાયેલા લોકો કોણ છે? તે અંગે પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

વડોદરામાં ચીઠ્ઠી લખી ગુમ થયેલો જોશી પરિવાર પરત ફર્યો, દર્દનાક દાસ્તાન સાંભળીને રૂવાટાં થશે ઉભા!

વડોદરા: શહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પરિવાર 19 દિવસ પહેલા 11 પાનાની ચિટ્ઠી લખીને રહસ્યમય ગુમ થઇ જતા ચકચાર મચી ગઈ હતી. જો કે, આ પરિવાર આજે હેમખેમ પરત ફરતા સંબંધીઓ અને પોલીસને હાશકારો થયો છે. પોલીસની તપાસમાં જોશી પરિવારના ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જો કે, આ પરિવાર ક્યાં ગયો હતો? તેમજ ચિટ્ઠીમાં ઉલ્લેખ કરાયેલા લોકો કોણ છે? તે અંગે પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

આપઘાત કરતાં સંતાનોએ રોક્યાં
સહી સલામત પરત ફરેલા શિક્ષક દંપતિનું આ મુદ્દે એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, અમે આત્મહત્યા કરવાના ઇરાદે જતા રહ્યા હતા. પરંતુ સંતાનોએ અમને સમજાવ્યા એટલે અમે પરત આવી ગયા છીએ. અમે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈ તે જોઈને પરત ફરવાનું નક્કી કર્યું. દિલ્હીમાં અમે ફૂટપાથ પર રહેતા હતા અને ભીખ માંગીને ખાતા હતા. પરિવારના મોભીએ જણાવ્યું કે, લોન અપાવવામાં અમારી સાથે બહુ મોટું ફ્રોડ થયું છે. જોષી દંપતિએ અલ્પેશ મેવાડાને જવાબદાર ઠેરવ્યું હતું. 

ચિઠ્ઠીમાં લખ્યું હતું
ગુમ થયા પહેલાં ચિઠ્ઠીમાં જોશી પરિવારમાં શિક્ષકે લખ્યું હતું કે 'અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે' પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસ દ્વારા પરિવારને સહીસલામત શોધી કાઢવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ફ્લેટ ગીરવે મૂકીને લીધી હતી 29 લાખની લોન
ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં તેમના ગાયબ થવા પાછળ નાણાકીય સમસ્યાઓ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. હંગામી શિક્ષક રાહુલ જોશીએ પોતાનો ફ્લેટ ગીરવે મૂકીને હોટલ શરૂ કરવા માટે રૂ. 29 લાખની લોન લીધી હતી. પરંતુ ધંધો ચાલુ ન થયો અને તેને લોન ચૂકવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news