બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાના ખોટા મેસેજ વાયરલ કરનાર યુવક ભરાયો, થશે જેલભેગો

સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે દૂરઉપયોગ પણ એટલો ખતરનાક છે અને આ દુરુપયોગના કારણે જેલ જવાનો વારો પણ આવી શકે છે. સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા બીમલ પટેલ સાથે પણ કંઈક આવ્યું બન્યું

બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાના ખોટા મેસેજ વાયરલ કરનાર યુવક ભરાયો, થશે જેલભેગો

મૌલિક ધામેચા/અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાનો ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. પરંતુ પોલીસના ધ્યાને આવા બનાવ અત્યાર સુધી સામે આવ્યો નથી. જોકે પોલીસે હવે આવી ખોટી પોસ્ટ કરનાર સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે દૂરઉપયોગ પણ એટલો ખતરનાક છે અને આ દુરુપયોગના કારણે જેલ જવાનો વારો પણ આવી શકે છે. સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા બીમલ પટેલ સાથે પણ કંઈક આવ્યું બન્યું. બિમલ પટેલે ટ્વિટર પર બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાનો ટ્વીટ કર્યું હતું. જેના કારણે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આવો કોઈ બનાવના બન્યો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરપકડ કરી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બીમલ પટેલે ટ્વીટર પોસ્ટ કરી હતી કે સોલા સાયન્સ સીટી અને બોપલ વિસ્તારમાં બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ છે અને બે બાળકોને ઉપાડીને લઈ ગયા છે. સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા કરતા અલગ ટ્વીટ કર્યા હતા.

અમદાવાદ પોલીસ ગૃહરાજ્યમંત્રીને ટેગ કર્યા હતા. જેના કારણે પોલીસ દોડતી થઈ હતી અને આ ગેંગ બાબતે તપાસ કરી હતી પણ આવો કોઈ બનાવ કે ગેંગના હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. મહત્વનું છે કે અફવા ફેલાવતા પહેલા તેનું તથ્ય ચકસવું જરૂરી છે નહીં તો તમારી એક ભૂલ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news