LIC IPO : આજે ખુલશે દેશનો સૌથી મોટો આઈપીઓ, આ કેટેગરીના લોકોને મળશે તગડુ ડિસ્કાઉન્ટ

LIC IPO Launch: જે દિવસની રોકાણકારો મહિનાઓથી રાહ જોઈ રહ્યાં હતા તે દિવસ આવી ગયો છે. એલઆઈસી આજે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવવા જઈ રહી છે. કંપની તેના દ્વારા 21000 કરોડ રૂપિયા ભેગા કરશે. આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 9 મે સુધી ખુલો રહેશે.   

LIC IPO : આજે ખુલશે દેશનો સૌથી મોટો આઈપીઓ, આ કેટેગરીના લોકોને મળશે તગડુ ડિસ્કાઉન્ટ

LIC IPO Launch Updates :એલઆઈસી 4 મેએ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવવાનું છે. સરકારને આ આઈપીઓ દ્વારા 21,000 કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. સરકાર એલઆઈસીમાં 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે. 

જો તમે એલઆઈસીના આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો 10 જરૂરી વાત જાણીલો. 

આઈપીઓની તારીખ
એલઆઈસીનો આઈપીઓ 4 મેએ ખુલશે અને 9 મેએ બંધ થશે. શેર બજારમાં કંપની 17 મેએ લિસ્ટ થશે. 

પ્રાઇઝ બેન્ડ
આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 902-949 રૂપિયા રાખવામાં આવી છે. તેના શેરોની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. એલઆઈસી પોતાના પોલિસીધારકોને 60 રૂપિયા અને કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. 

આઈપીઓ લાવવાનો ઈરાદો
સરકાર આ આઈપીઓ દ્વારા શેર બજારનો લાભ ઉઠાવવા ઈચ્છે છે અને શેરધારકોને 221,374,920 શેર ઓફર-ફોર-સેલ હેઠળ જારી કરવા ઈચ્છે છે. 

ઓછામાં ઓછા 15 શેરોની બોલી
ઇન્વેસ્ટરે ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 15 શેરો માટે બોલી લગાવવી પડશે. આ રીતે એક ઈન્વેસ્ટર 14 લોક માટે બોલી લગાવી કુલ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

ઓફર સંબંધી વિગત
સરકાર તેના દ્વારા 21,000 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. આ આઈપીઓ ઓફર-ફોર-સેલ છે. આઈપીઓની કુલ સાઇઝના 50 ટકા એન્કર ઇન્વેસ્ટરો માટે, 15 ટકા બિન-એન્કરો માટે અને બાકી 35 ટકા રીટેલ ઇન્વેસ્ટરો માટે અનામત છે. 

કંપની વિશે
એલઆઈસી ભારતની સૌથી મોટી વીમા કંપની છે. બજારમાં તેની 61 ટકા ભાગીદારી છે. કુલ સંપત્તિના મામલામાં તે દુનિયાની 10મી સૌથી મોટી વીમા કંપની છે. એલઆઈસી 40 લાખ કરોડના એસેટને મેનેજ કરે છે. તેની પાસે 13.5 લાખ એજન્ટ છે. 

નાણાકીય જાણકારી
નાણાકીય વર્ષ 21ના અંતમાં એલઆઈસીની પાસે 37,46,404 કરોડના એયૂએમ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) હતા. જે પાછલા નાણાકીય વર્ષ કરતા 10 ટકા વધુ હતા. આ દરમિયાન કંપનીનો નફો 2710 કરોડથી વધી 2974 કરોડ રૂપિયા થઈ ગયો હતો. ડિસેમ્બર 2021 સુધી એલઆઈસીની પાસે 40.90 લાખ કરોડ રૂપિયાના એયૂએમ હતા. 

તાકાત અને વ્યાપાર નીતિ
કંપનીની તાકાત છે કે તે ભારત જેવા દેશમાં સૌથી મોટી વીમા દાતા છે. ભારતમાં વીમો હજુ ઓછો પેનિટ્રેટ કરી શક્યો છે અને તેની સંભાવના વધુ છે. દેશભરમાં તેની મજબૂત ઉપસ્થિતિ છે. આ એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે. 

કેટલીક વાત જો પક્ષમાં નથી
કંપની સતત પોતાના ખાનગી હરીફોના મુકાબલે પોતાનું બજાર ગુમાવી રહી છે. હાલ તેની પાસે0 60 ટકાથી વધુ માર્કેટ શેર છે પરંતુ નાણાકીય વર્ષ 16-21 ની વચ્ચે તે 9 ટકા સીએજીઆર દરથી વધી છે, જ્યારે ખાનગી કંપીઓમાં 18 ટકા દરે વૃદ્ધિ થઈ છે. એલઆઈસીની ડિજિટલ પહોંચ પણ હજુ મજબૂત નથી. એલઆઈસી 6,028 ના માર્કેટ-ટૂ-માર્કેટની ખોટમાં છે. 

જીએમપી, અલોટમેન્ટ અને લિસ્ટિંગ
કંપનીની ગ્રે માર્કેટ પ્રાઇઝ 85 રૂપિયા પ્રતિ શેર ચાલી રહી છે, જે તેની પ્રાઇઝ બેન્ડથી 10 ટકા વધુ છે. શેર 12 મેએ અલોટ થશે અને 17 મેએ એલઆઈસી બજારમાં લિસ્ટ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news