Vibrant Gujarat ની તડામાર તૈયારીઓ, આજે શિક્ષણ ક્ષેત્રે વિવિધ યુનિવર્સિટીઝ MOU કરશે

10 જાન્યુઆરીથી ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ની ભવ્યાતિભવ્ય ઈવેન્ટનો પ્રારંભ થશે. ત્યારે તે પહેલા જ સાયન્સ સિટી ખાતે 5 અને 6 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2022ના ભાગરૂપે ન્ટરનેશનલ કોંફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) દ્વારા તેનું ઉદઘાટન કરાયુ છે. આ કોન્ફરન્સમાં ભારતની યુનિવર્સિટીઓની વૈશ્વિક રેન્કિંગ, સંશોધન, ઇનોવેશન માટે ભારતમાં રોડમેપ પર ચર્ચા થશે. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટી શિક્ષણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે એમઓયુ થશે.
Vibrant Gujarat ની તડામાર તૈયારીઓ, આજે શિક્ષણ ક્ષેત્રે વિવિધ યુનિવર્સિટીઝ MOU કરશે

ગૌરવ પટેલ/અમદાવાદ :10 જાન્યુઆરીથી ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ની ભવ્યાતિભવ્ય ઈવેન્ટનો પ્રારંભ થશે. ત્યારે તે પહેલા જ સાયન્સ સિટી ખાતે 5 અને 6 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2022ના ભાગરૂપે ન્ટરનેશનલ કોંફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) દ્વારા તેનું ઉદઘાટન કરાયુ છે. આ કોન્ફરન્સમાં ભારતની યુનિવર્સિટીઓની વૈશ્વિક રેન્કિંગ, સંશોધન, ઇનોવેશન માટે ભારતમાં રોડમેપ પર ચર્ચા થશે. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટી શિક્ષણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે એમઓયુ થશે.

આ એક શૈક્ષણિક સંસ્થાઓની કોન્ફરન્સ છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, યુકે અને ફ્રાન્સ આ કોન્ફરન્સમાં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા છે. કોન્ફરન્સમાં શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો, ડેલીગેટ્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પ્રોફેશનલ્સ, શિક્ષણવિદો નવી શિક્ષણ નીતિથી શિક્ષણમાં થનાર પરિવર્તન અંગે ચર્ચા કરશે. તેમજ શિક્ષણ નીતિના સફળતાપૂર્વક અમલીકરણ કરવા ચર્ચા થશે. સાથે સ્કિલ અને એન્ટરપ્રિન્યોરશીપ, રેન્કિંગ, રિસર્ચ અને ઇનોવેશન માટે ભારતના રોડમેપ પર ચર્ચા થશે. તેમજ શાળાઓના શિક્ષણ પર કોવિડની અસરો અંગે ચર્ચા થશે. 

કોન્ફરન્સ અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારી અંગેના સત્રો યોજાશે. વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ માટે કુલપતિઓની કોન્કલેવ યોજાશે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા પર એક અનોખું સત્ર યોજાશે. શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે MOU કરવામાં આવશે. જેમાં 1872 જેટલા સ્ટ્રેટેજીક MOU થશે. 2280.58 કરોડના 684 ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન MOU થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news