Vibrant Summit 2019 : જાણો દેશના સૌથી મોટા ટ્રેડ શોની વિશેષતાઓ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત દેશના સૌથી મોટા ટ્રેડ શોનું ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે, આ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં દુનિયાના 100 કરતાં પણ વધુ દેશના 3000 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓ હાજર રહેશે, 20 જાન્યુઆરીથી આ ટ્રેડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે, આ વખતની વાઈબ્રન્ટ ગુજરાતની થીમ 'શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા' રાખવામાં આવી છે
Trending Photos
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 જાન્યુઆરીના રોજ દેશના સૌથી મોટા 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2019'ને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ટ્રેડ શોનું રાજ્યની રાજધાની ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજન કરાયું છે. અહીં વાઈબ્રન્ટ સમિટના ભાગીદાર દેશના વિશેષ પેવેલિયન ઉભા કરાયા છે. આ સાથે જ અહીં દેશ-વિદેશની ટોચની કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઈનોવેટિવ કંપનીઓ દ્વારા પણ પોત-પોતાનાં પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે. આ પ્રદર્શનની લગભગ 15 લાખ લોકો મુલાકાત લે એવી સંભાવના છે.
ટ્રેડ શોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમ
- એક છત નીચે 25 ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રોને આવરી લેવાયા
- બાયર-સેલર સમિટઃ અંદાજે રૂ.2000 કરોડના વેપારની સંભાવના
- રિવર્સ બાયર-સેલર મીટઃ 600થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદ/વિક્રેતા વચ્ચે જોડાશે
- B2B મિટિંગ્સઃ વાઈબ્રન્ટ સમિટમાં આવેલા દુનિયાના ઉદ્યોગપતિઓ, ટોચની કંપનીના CEO વચ્ચે બેઠકોનું આયોજન
- વેન્ડર ડેવલપમેન્ટ કાર્ચયક્રમ
- વ્યાપાર નેટવર્કિંગ
- તકનીકી મૂલ્યાંકન
- વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી
વિવિધ થીમ સાથેના પેવેલિયન બનશે મુખ્ય આકર્ષણ
- મેક ઈન ઈન્ડિયા
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ
- બૂલેટ ટ્રેન સિમ્યુલેટર
- ફાર્મ ટૂ ફેબ્રિક પેવેલિયન
- ડિજિટલ ઈન્ડિયા
- સ્ટાર્ટ-અપ ઈન્ડિયા
- આયુષમાન ભારત
- સાગરમાલા
16 ભાગીદાર દેશના વિશેષ પેવેલિયન
- કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ધ નેધરલેન્ડ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ઝેક રિપબ્લિક, નોર્વે, ઑસ્ટ્રેલિયા અને મોરોક્કો જેવા દેશોના પેવેલિયન
- આફ્રિકા ખંડ માટે એક અલાયદું પેવેલિયન, જેમાં આફ્રિકાના 32થી વધુ દેશના સ્ટોલ્સ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો
નીચેના ક્ષેત્રો પર મુખ્ય ફોકસ રહેશે
- એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ
- ઓટોમોબાઈલ્સ, એન્જિનિયરિંગ એન્ડ ઇ-મોબિલીટી
- બેન્કિંગ, ફાઇનાન્સ અને આઈટી
- કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ
- ફાર્માસ્યુટિકલ્સ એન્ડ બાયો ટેક્નોલૉજી
- સિરામિક્સ
- સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર
- શિક્ષણ અને કૌશલ્ય વર્ધન
- જેમ્સ એન્ડ જ્વેલરી, લાઈફસ્ટાઈલ
- પોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ
- પાવર એન્ડ રીન્યુએબલ એનર્જી
- સાયન્સ એન્ડ ટેક્નોલોજી,સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન
- ટેક્સટાઈલ્સ
- ટ્રાવેલ્સ, ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી
- અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી
- વોટર ટ્રીટમેન્ટ એન્ડ એન્વાર્યમેન્ટ
ગુજરાત સાથે જોડાવાનો ફાયદો
- ભારતની કુલ નિકાસમાં ગુજરાતની 22% ભાગીદારી
- કેમિકલ્સ એન્ટ પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ અને અનેક ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસર
- 24X7 કલાક વિજળી પૂરવઠો
- 1600 કિમી લાંબો દરિયાકિનારો
- ભારતના પોર્ટ કાર્ગોમાંથી 40% કાર્ગોનું ગુજરાતના એક મુખ્ય અને 41 અન્ય બંદરો પરથી સંચાલન
- 16 ઘરેલુ અને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
- ટોચની શૈક્ષણિક સંસ્થાઓઃ IIM, IIT, NID, NIFT, PDPU, GNLU & GFSU
- દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય સર્વિસ સેન્ટર (GIFT City)
- ગેસ ગ્રીડ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય
- દેશનું પ્રથમ રાજ્ય જેની પાસે 2 LNG ટર્મિનલ છે
- દેશમાં નમક, સોડા એશ અને મરીન ઉત્પાદનોનો સૌથી મોટું નિર્માતા રાજ્ય
વિશ્વમાં ગુજરાતનો ડંકો
- વિશ્વમાં સૌથી વધુ એરંડિયા, જીરૂં, ઈસબગુલ, વરિયાળીનું ઉત્પાદન
- વિશ્વમાં ત્રીજા ક્રમનું ડેનિમ ઉત્પાદન
- વિશ્વમાં સૌથી વિશાળ કોલસાનું ટર્મિનલ
- વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અને રિસાયઈકલિંગ હબ
- વિશ્વનું સૌથી મોટું અને એકમાત્ર કોપર ઉત્પાદન કેન્દ્ર
- વિશ્વનો સૌથી મોટો ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ
- વિશ્વમાં સૌ પ્રથમ મલ્ટી-ડેવલપર, મલ્ટી-ટેક્નોલોજી, મલ્ટી-ફેસિલિટી અને બહુઉપયોગી સોલાર પાર્ક
- વિશ્વનો સૌથી વધુ પ્રોસેસ્ડ ડાયમંડ નિર્માતા
- વિશ્વનો ચોથો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે