વિજય રૂપાણીનો કોંગ્રેસ પર પ્રહાર, એક સમયે ગુજરાતમાં અનેક ગેંગ ચાલતી, નરેન્દ્રભાઈએ તેનો સફાયો કર્યો

Gujarat Elections 2022 : રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જાહેરસભાને સંબોધી.....પ્રધાનમંત્રી મોદીએ રાજકોટનો વિકાસ કર્યો...આજે ભારત  અર્થતંત્રમાં 5મા ક્રમે છે.....વિકાસનું કોઈ મોડલ છે તો ગુજરાત મોડલ છે 

વિજય રૂપાણીનો કોંગ્રેસ પર પ્રહાર, એક સમયે ગુજરાતમાં અનેક ગેંગ ચાલતી, નરેન્દ્રભાઈએ તેનો સફાયો કર્યો

Gujarat Elections 2022 ગૌરવ દવે/રાજકોટ : મિશન 150 પ્લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર ભાજપના સ્ટાર પ્રચારકો ફરી વળ્યાં છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકુર સહિત અને કેન્દ્રના નેતાઓએ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક જેપી નડ્ડા મેદાને આવ્યા છે.  

ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના પ્રચાર પ્રસાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારક જે.પી.નડ્ડા પહોંચ્યા હાત. જે.પી.નડ્ડા નું સ્વાગત કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કમળ પુષ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. 2017ની ચૂંટણીમાં આજ સ્થળે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભા કરી હતી. 

જેપી નડ્ડાએ સભામાં કહ્યું હતું કે, હું આજે અહીં આવ્યો છું ગુજરાતના રાજકોટના લોકો સાથે ચર્ચા કરવા. વિકાસનું કોઈ મોડલ છે તો ગુજરાત મોડલ છે. આઝાદીના 75માં વર્ષના અમૃત મહોત્સવ આજે ઉજવવામાં આવે છે. આજે ભારતનું અર્થતંત્ર 5 માં નંબરમાં છે. આજે મોબાઈલ સિમકાર્ડ ચીપ બનાવવામાં ભારત બીજા ક્રમે છે. રાજકોટને એઇમ્સ હોસ્પિટલ 1100 કરોડના ખર્ચે આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટનો વિકાસ કર્યો છે. વિષય ઉમેદવારનો, મુખ્યમંત્રીનો કે પછી પૂર્વ મુખ્યમંત્રીનો નથી, વિષય છે તમારી સુરક્ષાનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સરકાર બનતા જ નર્મદા ડેમના દરવાજા ચઢાવવાનું કામ કર્યું છે. પહેલા ગુજરાતમાંથી આવતા નેતાઓ પાણીની જ ચિંતા કરતા હતા. ક્યારેય આપણે વિચાર્યું હતું કે ભારત એરોપ્લેન બનાવશે? C285 એરોપ્લેન આજે વડોદરામાં બની રહ્યું છે. 

તો જેપી નડ્ડાએ નર્મદા મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, નર્મદા ડેમના બાંધકામ માટે કોંગ્રેસ મંજૂરી આપતી ન હતી. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કંઇ બોલતા ન હતા. મોદીએ પ્રધાનમંત્રી બનતાની સાથે જ આ નિર્ણય લીધો. 

તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના દુષ્કાળ મુદ્દે કહ્યુ હતું કે, હવે અહી નર્મદાના નીર ઘરે ઘરે આવે છે. કોંગ્રેસની સરકારમાં ટ્રેન મારફતે રાજકોટમાં પાણી લાવવું પડતું હતું. બે તપેલા પાણી ભરીને લાવે અને બબ્બે દિવસ સુધી પાણી કાપ હોય અને પાણી વગર ચલાવીને કાઢ્યા છે. ભાજપના શાશનમાં રાજકોટને એઇમ્સ હોસ્પિટલ, નવું રેસકોર્ષ, અટલ સરોવર, ઇન્ટરનેશનલ એરપોર્ટ, સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝર કરાયું. કોંગ્રેસ હોર્ડિંગમાં લખે છે કે કોંગ્રેસનું કામ બોલે છે. અરે ભાઈ તમે કેવા કામ કર્યા તે અમે જાણીએ છીએ. 

તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યુ હતું કે, કેટલાક લોકો કહે છે અમારું કામ બોલે છે, અમને ખબર છે કે તમારા કામે તમારા નામે શું બોલે છે. ગુજરાતમાં જુદી જુદી ગેંગ સક્રિય હતી. પોરબંદરમાં સંતોકબેન જાડેજા, અમદાવાદમાં લતીફ સહિતની ગેંગોને નરેન્દ્રભાઈએ સાફ કરી. આજે ગુજરાત ગુંડાઓના નામથી નહિ, પરંતુ ગાંધી અને સરદારના નામથી જાણીતું થયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news