Campaign News

પતિધર્મ નિભાવતા વૈશાલી પટેલ, પતિ માટે મત માંગવા સવારે ટિફિન લઈને વાંસદાના ગામડાઓ ખું
Gujarat Elections 2022 ધવલ પારેખ/નવસારી : નારી શક્તિ બની ગમે તે પરિસ્થિતિને બદલી શકે છે. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવુ કહેવાય છે. પછી તે માતા રૂપે હોય, બહેન કે પત્ની હોય. વાંસદા વિધાનસભા બેઠક પર સંઘર્ષ થકી આદિવાસીઓમાં જાણીતા બનેલા પૂર્વ ધારાસભ્ય અને કોંગી ઉમેદવાર અનંત પટેલની પડખે રહી તેમના પત્ની ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. ટિફિન લઈને સવારથી ઘરેથી નીકળી પડે છે. વાંસદાના ગામડાઓ ખુંદી વૈશાલી પટેલે ડોર ટુ ડોર પ્રચાર કરી પતિ માટે વોટની અપીલ કરે છે. તેઓએ વિસ્તારની મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ ઉંચકી તેઓને પતિ માટે વોટ કરવાની રણનીતિ બનાવી છે. ત્યારે પતિધર્મ નિભાવતા વૈશાલી પટેલને સલામ છે. 
Nov 23,2022, 18:22 PM IST

Trending news