એસિડ એટેક
ભત્રીજાએ કાકાના પરિવાર પર કર્યો એસિડ એટેક, ચાર લોકોના ચહેરા બગાડ્યા
- લક્ષ્મીબહેને કાકા સસરા મોહન દંતાણી પાસેથી 6 વર્ષ પહેલા એક મકાન ખરીદ્યું હતું
- તેમના પુત્ર અજય અને વિજય અવારનવાર આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા
ગુજરાતમાં એસિડ એટેક ! નિંદ્રાધીન મહિલા પર એસિડ એટેક થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
શહેરમાં વધુ એક એસિડ એટેકની ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડામાં પતિએ અડધી રાતે પત્ની પર એસિડ ફેકતા પત્ની અને ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે. એસિડ ફેંક્યા બાદ લોકો જાગી જતાં પતિ ફરાર થઈ ગયો છે. પતિ પત્ની વચ્ચેનાં ઘરેલુ હિંસાના બનાવો ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. 30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાતે નિંદર માણી રહેલા પત્ની પર જ્વલનશીલ એસિડ જેવી પદાર્થ નાંખી ને પલાયન થઈ ગયો છે.
Oct 26, 2020, 09:15 PM ISTએસીડ પીને આપઘાતનો પ્રયાસ, બચી જતા હોસ્પિટલમાંથી કુદીને જીવ આપી દીધો
સુરત મહાનગરપાલિકા સંચાલિક સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કરનારા બિલીમોરાના દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બપોરના સમયગાળા દરમિયાન આધેડ વોર્ડમાંથી બહાર નિકળીને ત્રીજા માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો.
Jul 26, 2020, 11:35 PM IST‘છપાક’ના વિવાદમાં આંધળાની જેમ કૂદી પડતા પહેલા આ સત્ય હકીકત છે જાણવા જેવી....
જેએનયુમાં વિદ્યાર્થીઓને મળવા માટે દીપિકા પાદુકોણ (Deepika Padukone) નું પહોંચવુ સોશિયલ મીડિયા પર તેમના માટે વિરોધ અને કોન્ટ્રોવર્સીનુ તોફાન લઈ આવ્યું છે. ખાસ કરીને ટ્વિટર પર તેની ફિલ્મ છપાક (Chhapaak) હવે કોન્ટ્રોવર્સીમાં આવી ગયું છે. #boycottchhapaak ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બનેલું છે. પરંતુ આ સાથે જ હવે એક નવા વિવાદે જન્મ લઈ લીધો છે. જેમાં લોકો દીપિકાને સવાલ કરી રહ્યા છે કે, તેમણે એસિડ ફેંકનારા યુવકનું નામ નદીમથી રાજેશ કેમ રાખ્યું.
Jan 8, 2020, 11:26 PM ISTસેલિબ્રિટી પોલિટિક્સ પર JNUના વાઈસ ચાન્સેલરે ઉઠાવ્યો સણસણતો સવાલ...
એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જેએનયુ જવા પર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમ. જગદીશ કુમારે સવાલ ઉઠાવ્યા છે. JNUના વાઈસ ચાન્સેલરે સવાલિયા લહેકામાં કહ્યું કે, પ્રદર્શનકારીઓના પક્ષમાં મહાનુભાવો કેમ ઉભા રહ્યાં. વીસીએ કહ્યું કે, એ હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શું, જેઓ તેમના અધિકારથી વંચિત રહી ગયા છે.
Jan 8, 2020, 08:09 PM ISTછપાકઃ ફિલ્મમાં મુસ્લિમ આરોપીનું નામ હિન્દુ રાખવાનો આરોપ, ટ્વીટર પર નવો વિવાદ શરૂ
10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી છપાક આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આરોપીનું નામ બદલવામાં આવ્યું છે કે નહીં. પરંતુ ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલનું નામ માલતી રાખવામાં આવ્યું છે.
Jan 8, 2020, 05:50 PM ISTમારી સાથે ફોનમાં વાત નહી કરે તો એસિડ છાંટી દઇશ, ધમકી આપનારની ધરપકડ
હાલમાં ગુજરાતમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં દુષ્કર્મ અને છેડતીનાં કિસ્સાઓ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. શહેરનાં ગોતા વિસ્તારમાં રહેતી એક સગીરાને છેલબટાઉ યુવક દ્વારા વારંવાર એસિડ છાંટવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે થયું તેવું કરવાની ધમકીઓ પણ આપી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા. ગુલાબસિંહ વાઘેલા નામનાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
Jan 3, 2020, 05:19 PM ISTસુરતના ભાઠેના વિસ્તારમાં મહિલા પર એસિડ એટેકની ઘટના, પતિ થયો ફરાર
સુરતના ભાઠેના વિસ્તારમાં મહિલા પર એસિડ એટેકની ઘટના, પતિ થયો ફરાર
Nov 22, 2019, 10:40 PM ISTએસિડ એટેકઃ સવા મહિના પહેલા તલાક આપેલી પત્ની પર પૂર્વ પતિનો હિચકારો હુમલો
સુરતઃ શહેરના ભાઠેના વિસ્તારમાં રહેતી એક મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. શરીરના અનેક ભાગ પર ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પર પૂર્વ પતિના આવા હિચકારા હુમલાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે હુમલો કરનારા પૂર્વ પતિ અને તેમાં સાથ આપનારા તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Nov 22, 2019, 07:31 PM ISTકડીમાં નરાધમ પિતાએ જ કરી એસિડ નાખીને 8 માસની દિકરીની હત્યા
ડીવાયએસપી મનજીતા વણઝારાએ આ અંગે જણાવ્યું કે, "પડોશીની પત્ની સાથે આંખ મળી જતાં પિતાએ કાવતરું ઘડ્યું હતું. જે મુજબ નરાધમ પિતાએ પોતાની 8 માસની કુપોષિત દિકરીના ગળાના ભાગે એસિડ નાખી દીધો હતો અને પછી ફરાર થઈ ગયો હતો. ફરાર થઈને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની દિકરીની પડોશીએ એસિડ નાખીને હત્યા કરી છે."
Oct 10, 2019, 06:40 PM ISTમહેસાણા : માતાની નજર હટી અને ઘરમાં સૂતેલી 8 માસની દીકરી પર એસિડ ફેંકીને કોઈ ભાગી ગયું
મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના ચાલાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં સૂઈ રહેલી 8 માસની બાળકી પર એસિડ એટેક (Acid Attack) કરવામાં આવ્યો. એસિડ એટેકથી ઘાયલ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે એસિડ ફેંકનાર શખ્સ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસને એસિડ એટેક કરનાર બાળકીનો કોઈ નજીકનો કુટુંબીજન હોવાની આશંકા છે. જે ઘરમાં સુતેલી બાળકી ઉપર એસિડ ફેંકીને ભાગી ગયો હતો.
Oct 10, 2019, 12:10 PM ISTસુરત: પતિએ કર્યો પત્ની, પુત્ર અને 2 પુત્રી પર એસિડ એટેક
સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Aug 8, 2019, 11:20 AM ISTસુરતની ઘટના : બેકાર અને દારૂડિયા પતિએ પત્ની અને 3 સંતાનો પર એસિડ ફેંક્યુ
સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Aug 8, 2019, 09:33 AM ISTરાજકોટની એસિડ એટેક પીડિતાની વ્યથા, જાણવા કરો ક્લિક
રાજકોટમાં પૂર્વ પતિએ મહિલા પર એસિડ એટેક કર્યો છે. રાજકોટના લોધાવાડ ચોક પાસે આ બનાવ બન્યો હતો. જેમાં પોરબંદરના પ્રિતેશ પોપટે તેની પૂર્વ પત્ની માયાબેન પર એસિડ એટેક કર્યો હતો. માયાબેન નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવીને તેણે માયાબેન પર એસિડ ફેંક્યું હતું. આ મામલામાં પીડિતાએ પોતાનું દુખ મીડિયા સામે વ્યસ્ત કર્યું છે.
Jul 13, 2019, 11:45 AM ISTરાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક
ક્રાઈમ સિટી રાજકોટમાં ગઈકાલે મહિલાઓ સાથે બે વિચિત્ર બનાવ બન્યા હતા. બંને કિસ્સામાં મહિલાઓ પર હુમલા કરવામા આવ્યા છે, જે પરથી સમજી શકાય કે રાજકોટમાં મહિલા સલામતી નથી. આવી જ એક ઘટનામાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો હતો.
Jul 11, 2019, 08:40 AM ISTવડોદરા એસિડ એટેક કરવાની ધમકી આપનાર પર પાસા હેઠળ કાર્યવાહી
એમ.એસ.યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રાને એસિડ અટેકની ધમકી આપનાર આરોપી ઝુબેર પઠાણને ભુજ જેલમાં ખસેડાયો, ક્રાઇમ બ્રાન્ચે 29 એપ્રિલે ધરપકડ કરી 30 એપ્રિલે પાસામાં ખસેડાયો.
Apr 30, 2019, 03:00 PM ISTવડોદરા એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી બાદ યુનિ.માં ચેકિંગ
વડોદરાની એમએસ યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે ધરપકડ કરી ત્યારે આજે યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા પહેલા તેઓનું આઈ-કાર્ડ ચેકિંગ કરવામાં આવ્યું..યુ.નિવર્સિટીના તમામ પ્રવેશ દ્વાર પર ખાનગી ગાર્ડ, વિઝિલન્સ સ્ક્વોર્ડ અને પોલીસ પહેરો જોવા મળ્યો
Apr 29, 2019, 02:30 PM ISTVideo : આરોપી કુકડો બની બોલ્યો, ‘હું છોકરીઓની છેડતી નહિ કરું’
વડોદરામાં હાલ એમએસયુનો એસિડ એટેકની ધમકી કેસની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. એમએસ. યુનિની વીપી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપવા મામલે પોલીસે આજે ધમકી આપનાર ઝુબેર પઠાણને કુકડો બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને કુકડો બનાવી કુકડે કૂક બોલાવડાવ્યું હતું.
Apr 29, 2019, 12:15 PM ISTએસિડ એટેકની ધમકી આપનારને પોલીસ બનાવ્યો મુરઘો, કરી આવી કબૂલાત
વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ઝૂબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી. ક્રાઈમ બ્રાંચ સમક્ષ ઝૂબેર પઠાણને કબૂલ્યું હતું કે તે યુનિવર્સીટીમાં હોબાળો નહીં કરું અને છોકરીઓની છેડતી કરીશ નહીં. ઘટના અંગે વાત કરીએ તો વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા અને અન્ય વિદ્યાર્થિનીઓને એસિડ નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. ઝૂબેર પઠાણ સહિત આઠ આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવીને ધમકી આપી હતી.
Apr 29, 2019, 12:10 PM ISTપતિએ પત્ની પર કર્યો એસિડ એટેક
અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાએ પોલીસને દોડતી કરી દીધી છે. અમરાઇવાડીમાં રહેતા દંપતિને ગત મોડી રાત્રે ઝઘડો થતાં જ પત્ની તેના બે બાળકો સાથે રાણીપમાં પિતાના ઘરે આવી ગઇ હતી. જો કે ગુસ્સે ભરાયેલા પતિએ આજે બપોરે રાણીપમાં મહિલાના પિતાના ઘરે આવીને તેની પર એસીડ ફેંક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Apr 28, 2019, 12:00 PM IST