Viramgam Gujarat Chutani Result 2022: વીરમગામમાં મતદારોએ કર્યું ભાજપનું 'હાર્દિક' સ્વાગત, આંદોલનકારી હાર્દિક પટેલ હવે સરકારમાં!

Viramgam Vidhansabha Chunav Result 2022: ઝી 24 કલાક સાથેની વાતચીતમાં વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કહ્યું હું બહુ મોટો નેતા બની ગયો, મેં આખુ ભારત ફરી લીધું, બહુ ફેમસ થઈ ગયો, હવે મારે જન્મભૂમિનું રૂણ ચુકાવવાનું છે. હું વિરમગામનો વિકાસ કરીને તેને જિલ્લો બનાવીને રહીશ. નીતિન કાકા પણ જોતા રહી જાય વિરમગામનો તેવો વિકાસ કરીને બતાવીશ.

Viramgam Gujarat Chutani Result 2022: વીરમગામમાં મતદારોએ કર્યું ભાજપનું 'હાર્દિક' સ્વાગત, આંદોલનકારી હાર્દિક પટેલ હવે સરકારમાં!

Gujarat Election 2022: મતગણતરી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ લઈને ફરતા વીરમગામના ઉમેદવાર હાર્દિક પટેલ શરૂઆતી ટ્રેન્ડમાં પાછળ જણાઈ રહ્યાં છે. વીરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના 95000 આસપાસના કહેવાય છે ત્યારે ચૂંટણીનું રણસીંગો ફૂંકાયા પહેલા ઠાકોર સમાજના આગેવાનો પક્ષા પક્ષી મૂકી એક મંચ પર ભેગા થતા હતા ત્યારે રાજકારણની વરવી વાસ્તવિકતા મુજબ કોંગ્રેસ અને ભાજપ પાસે ઠાકોર સમાજને ટિકિટ માટે સહિયારો પ્રયાસ કરતા ને હરીફ ઉમેદવારને હરાવવા માટે રાજકીય પક્ષોએ ઉભા રાખી હરીફ ઉમેદવારના મતોનું વિભાજન થાય તેવું સેટિંગ કર્યું હોવાની ચર્ચા છે. 

વીરમગામ બેઠકનું પરિણામઃ
કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાં હાર્દિક પટેલને વર્ષ 2022 ફળ્યું. વીરમગામના મતદારોએ ભાજપનું 'હાર્દિક' સ્વાગત કર્યું. કોંગ્રેસના વર્ચસ્વ વાળી સીટ ભાજપના સૌથી યુવા ઉમેદવાર હાર્દિક પટેલે 30 હજારથી વધારે મતોના માર્જિનથી જીતી લીધી છે.

વિરમગામ વિધાનસભા બેઠકઃ
વિરમગામ વિધાનસભા મત વિસ્તારના કુલ મતદારો 3 ,2,574 છે.જેમાં પુરુષ મતદાર 1,55,923 અને સ્ત્રી મતદારો ની કુલ સંખ્યા 1,46,620 છે. જ્ઞાતિ વાઇસ ઉમેદવારોની સંખ્યા જોવા જઈએ તો અનુમાનીક ઠાકોર મતદારોની સંખ્યા 95000થી વધુ, પટેલ 38000થી વધુ, દલિત 28000, કોળી પટેલ 21000, પાલવી ઠાકોર 21000, મુસ્લિમ 23000, રાજપૂત સમાજ 5000થી વધુ, ભરવાડ સમાજ 11000, રબારી સમાજ 5000, બ્રાહ્મણ સમાજ 4000, પ્રજાપતિ 4,500, દલવાડી 5000, રાવળ 5000, દેવીપુજક 5000, બજાણીયા 3500, સાધુ 2500, જૈન 3000, સોની 2000, પંચાલ , ઠક્કર, નાયક, દરજી સમાજ દરેક 1500 લગભગ સરેરાશ છે. ત્યારે રાજપુત સમાજ સહિત અન્ય સમાજના વોટ પણ નિર્ણાયક બની રહેશે.

વર્ષ 2022:
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને કારણે તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. જેમાં ભાજપે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર કોંગ્રેસનો હાથ છોડીને આવેલાં અને પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો બનેલાં હાર્દિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે તેની સામે કોંગ્રેસે વીરમગામમાં પોતાના ગઈ વખતના વિજેતા રહેલાં સીટીંગ ધારાસભ્ય લાખા ભરવાડને રીપીટ કર્યાં છે. તો આમ આદમી પાર્ટીએ વીરમગામમાં કુંવરજી ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. 

વર્ષ 2017:
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં તેજશ્રીબેન પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં. જોકે, કોંગ્રેસના કમિટેડ મતદારોએ 2012માં જેમને માથે બેસાડ્યા હતા એમને જ પક્ષપલટાને કારણે 2017માં જાકારો આપીને ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને વિજયી બનાવ્યાં. 2017માં કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને 76,178 મત મળ્યાં હતાં. જ્યારે ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 69,630 મત મળ્યાં હતાં. આમ, આ બેઠક કોંગ્રેસના ઉમેદવારે 6,548 મતોથી જીતી લીધી હતી.

વર્ષ 2012:
વર્ષ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 84,930 મત મળ્યાં હતાં. જ્યારે તેની સામે ભાજપના ઉમેદવાર પ્રાગજી પટેલને માત્ર 67,947 મત મળ્યાં હતાં. આમ આ બેઠક કોંગ્રેસના ઉમેદવારે 16,983 મતોની સરસાઈથી જીતી લીધી હતી. તે સમયે કુલ મતદાનની ટકાવારી 67.18% ટકા હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news