અમદાવાદની હોટલમાં સાહાની પુત્રીના જન્મ દિવસની ઉજવણી, વિરાટ અનુષ્કા પણ જોવા મળ્યાં

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં જીત મેળવીને  ટીમ ઇન્ડિાય ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 3-1થી જીતી લીધી છે. આ સાથે જ ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. ભારતની જીત અને ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયના પ્રથમ બર્થ ડે પ્રસંગે ભારતીય ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. જેની તસ્વીરો હવે ખુબ જ વાયરલ થઇ રહી છે. 

Updated By: Mar 7, 2021, 11:25 PM IST
અમદાવાદની હોટલમાં સાહાની પુત્રીના જન્મ દિવસની ઉજવણી, વિરાટ અનુષ્કા પણ જોવા મળ્યાં

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં જીત મેળવીને  ટીમ ઇન્ડિાય ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 3-1થી જીતી લીધી છે. આ સાથે જ ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. ભારતની જીત અને ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયના પ્રથમ બર્થ ડે પ્રસંગે ભારતીય ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. જેની તસ્વીરો હવે ખુબ જ વાયરલ થઇ રહી છે. 

Amreli: ગુજરાતના રાજ્યપાલે નાગરિકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝમાં જીત તથા રિદ્ધિમાન સાહાના પુત્ર અન્વયનો જન્મ દિવસ હોવાના કારણે ભારતીય ટીમ દ્વારા હોટલમાં જ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી છે. રિદ્ધિમાન સાહા તેની પત્ની રોમી મિત્રાએ સ્પેશિયલ ચોકલેટ કેક બનાવડાવી હતી. ટીમના તમામ મેમ્બર ભેગા મળી બર્થ ડેની ઉજવણી કરી હતી. ભારતીય ટીમના સેલિબ્રેશન માટે હોટલ દ્વારા જ કેક તૈયાર કરાવાઇ હતી.

હાલમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અમદાવાદની એક હોટલમાં રોકાયા છે. ભારતીય ટીમની સાથે તેમનો પરિવાર પણ હોટલમાં રહે છે. જો કે ખેલાડીઓ અને તેમનો પરિવાર હોટેલની બહાર જઇ શકે તેમ નથી. અમદાવાદમાં હવે પાંચ ટી-20 સીરિઝનું 12 માર્ચથી આયોજન થવા જઇ રહ્યું છે. ટી-20 સીરિઝને કારણે ટીમ ઇન્ડિયા આતુરતાથી રાહ જોઇ રહી છે. 

કડીમાં નકલી IT અધિકારીઓનાં દરોડા, અચાનક સામાન્ય બાબતમાં ફૂટ્યો ભાંડો પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ઇંગ્લેન્ડના ખેલાડી જોસ બટલરે પણ ગુજરાતી ભોજનનો સ્વાદ દાઢે વળગ્યો છે. ક્રિકેટરે નોર્થ ઇન્ડિયન ફૂડ મંગાવીને ખાધુ હતું. જેનો સ્વાદ તેને દાઢે વળગ્યો છે. બટલરે ભારતીય વેજ કરીના ખુબ જ વખાણ કર્યા હતા. તેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ઇંગ્લેન્ડના ખેલાડીઓ ભારતનું ચટાકેદાર ભોજન ઓછું જ પસંદ કરતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube