હવામાન વિભાગની આગાહી; આગામી એક કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ જિલ્લાઓનું બગડી શકે છે વાતાવરણ

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી; આગામી એક કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ જિલ્લાઓનું બગડી શકે છે વાતાવરણ

Gujarat Weather Forecast: ગુજરાતમાં ગરમીની સીઝનમાં કમોસમી વરસાદની સીઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી એક કલાકને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી એક કલાકમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને તાપીનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં આગામી એક કલાકમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 24 કલાક બાદ 2થી 4 ડિગ્રી તાપમાન વધી જશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ 9 મેના અમદાવાદ શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર તથા ગુજરાતના પૂર્વ ભાગમાં ડાંગ, દાહોદ અને તાપી જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 8મી મેથી દિવસથી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. આજના દિવસે હળવા વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની શક્યતાઓ છે.

બીજી બાજુ, હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે, તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે રાજ્ય પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકોને જીવ ગુમાવવવાનો વારો આવ્યો હતો અને અનેક મિલ્કતોને પણ નુકશાન થયું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news