અમદાવાદમાં વાહનચાલકોને હવે મોટી રાહત; જે વિસ્તારમાં રાત્રે અંધારામાં વાહન ચલાવવું પડે છે તેમને મળશે આ સુવિધા

અમદાવાદમાં વાહનચાલકોને હવે મોટી રાહત થશે. જે જે વિસ્તારમાં રાત્રે અંધારામાં વાહન ચલાવવુ પડતું હતું તે વિસ્તારોમાં હવે amc નવી સ્ટ્રીટ લાઈટ્સ નાખશે. આવાનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં લગભગ 2500 જેટલી સ્ટ્રીટ લાઈટ નવી નાખવામાં આવશે.

અમદાવાદમાં વાહનચાલકોને હવે મોટી રાહત; જે વિસ્તારમાં રાત્રે અંધારામાં વાહન ચલાવવું પડે છે તેમને મળશે આ સુવિધા

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ફલાવર શો યોજવા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ફલાવર શો યોજાશે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ રાખવામાં આવશે. સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 50 રૂપિયા અને શનિ-રવિ માટે 70 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવશે. પરંતુ શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ફલાવર શોની આખરી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. 

સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા તંત્રને સૂચના
બીજી બાજુ, શહેરમાં શિયાળાની શરૂઆત થતા સવારે વધુ સમય સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા અને સાંજે વહેલા લાઈટ પોલ શરૂ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. શહેરમાં હાલ 2 લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ પોલ આવેલા છે. 10 કરોડના ખર્ચે નવા 2500 સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે કે, AMC હદમાં આવતા નેશનલ હાઇ-વે પરના સ્ટ્રીટ લાઈટ પોલની રખરખાવની જવાબદારી AMC છે.

વાહનચાલકોને હવે મોટી રાહત
અમદાવાદમાં વાહનચાલકોને હવે મોટી રાહત થશે. જે જે વિસ્તારમાં રાત્રે અંધારામાં વાહન ચલાવવુ પડતું હતું તે વિસ્તારોમાં હવે amc નવી સ્ટ્રીટ લાઈટ્સ નાખશે. આવાનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં લગભગ 2500 જેટલી સ્ટ્રીટ લાઈટ નવી નાખવામાં આવશે. અમદાવાદમાં વિવાદિત તથ્યકાંડ પછી સામે આવ્યુ હતું કે તે બ્રિજ પર સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળ્યો હતો. હાઈવેના વિસ્તારમાં લાઈટ નાખવાની જવાબદારી કોની હોય છે તે અંગે પણ સ્ટેડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી છે.  

AMCના એસ્ટેટ વિભાગમાં 35 સર્વેયરની નવી ભરતી
AMCના એસ્ટેટ વિભાગમાં TP સ્કીમના અમલીકરણ માટે 35 સર્વેયરની નવી ભરતી કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરમાં આવેલા વિવિધ 84 સર્કલ અને સ્ટેચ્યુની સફાઈનો ખાસ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. આ અભિયાનમાં કોર્પોરેટર, ધારાસભ્ય સહીત તંત્રના અધિકારીઓ જોડાશે. શહેરમાં વિવિધ સ્પીડ બ્રેકર પર રીફલેકટર અને કલર કરવા સૂચના આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news