પ્રેરણાદાયી કિસ્સો! પ્રફૂલ પાનસેરિયા બન્યા બે દીકરીઓનો સહારો; ઘર બનાવવાથી લઇ ભણાવવા સુધીની લીધી જવાબદારી

કામરેજના લાડવી ગામની હળપતિ સમાજની દીકરીઓએ તા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ત્યારે બન્ને દીકરીઓને દુઃખમાં સહારો આપવા કામરેજ વિધાન સભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ બન્ને દીકરીઓની મુલાકાત લીધી હતી.

પ્રેરણાદાયી કિસ્સો! પ્રફૂલ પાનસેરિયા બન્યા બે દીકરીઓનો સહારો; ઘર બનાવવાથી લઇ ભણાવવા સુધીની લીધી જવાબદારી

ઝી બ્યુરો/સુરત: ગુજરાતના શિક્ષણમંત્રીનું એક પ્રેરણારૂપ સામે આવ્યું છે. કામરેજના લાડવી ગામની હળપતિ સમાજની દીકરીઓની વહારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા આવ્યા છે. શિક્ષણ મંત્રી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બે દીકરીઓના આધાર બન્યા છે. સંજના કિશન ભાઈ રાઠોડ અને વંશિકા કિશનભાઇ રાઠોડ નામની બન્ને દીકરીઓને વહારે શિક્ષણ મંત્રી આવ્યા છે.

કામરેજના લાડવી ગામની હળપતિ સમાજની દીકરીઓએ તા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ત્યારે બન્ને દીકરીઓને દુઃખમાં સહારો આપવા કામરેજ વિધાન સભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ બન્ને દીકરીઓની મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીએ અનાથ દીકરીઓને શિક્ષણ આપવાની સાથે ઘર બનાવી આપવાની પણ જવાબદારી લીધી છે. નિરાધાર બનેલી આદિવાસી બન્ને દીકરીઓનો આધાર બની રાજ્યના શિક્ષણ મંત્રી સમાજના દરેક વર્ગ માટે એક પ્રેરણારૂપ બન્યા છે.

કામરેજ તાલુકાના લાડવી ગામે હળપતિ વાસમાં રહેતી 8 વર્ષીય સંજના રાઠોડ અને 6 વર્ષીય વંશીકા રાઠોડ નામની 2 સગી બહેનો 1 માસ પહેલા માતા પિતા વગરની થઈ હતી. 1 વર્ષ પહેલાં માતા બંને દીકરીઓ ને પિતા અને વૃદ્ધ દાદાના ભરોસે છોડી ઘર છોડીને ચાલી ગઈ હતી, જ્યારે 1 માસ પહેલા પિતા પણ બંને દીકરીઓને એકલી મૂકી સ્વર્ગસ્થ થયા હતા. બંને દીકરીઓ પોતાના દાદાના ભરોસે લાડવી ગામે હળપતિ વાસમાં તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતી જ્યાં તૂટેલા વાંસ અને પતરામાંથી જિંદગી જાણે આ અનાથ દીકરીઓ પર હસતી હોઈ, જોકે ગામના ઉપ સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને કરવામાં આવી હતી. 

ઘટનાની જાણ કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફફુલ પાનસેરિયાને કરવામાં આવતા મંત્રી આજરોજ જાતેજ લાડવી ગામ પહોંચ્યા હતા અને ત્યાં જઈ દીકરીઓની પરિસ્થિતિ જોતા તેઓનું પણ હૃદય દ્રવી ઉઠ્યું. મંત્રીએ તરત બંને દીકરીઓ ને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને દીકરીઓને અભ્યાસની તમામ જવાબદારી માથે લઈ લીધી હતી. સાથે સાથે દીકરીઓ માટે પાક્કું સુખ સુવિધા વાળું મકાન બનાવી આપવાની પણ મંત્રીએ જાહેરાત કરી સમાજ માટે માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ પડતું સરાહનીય કાર્ય કર્યું હતું. 
 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 23, 2023

પ્રફુલ્લ પાનસેરીયાનો વિશે જાણો...
પ્રફુલભાઈ પાનશેરીયા પહેલાથી જ લોકસેવા માટે એમના મત વિસ્તારમાં જાણીતા છે. પ્રફુલભાઈ પાનશેરીયા વિધાનસભા ચૂંટણીમાં BJP તરફથી કામરેજ બેઠક પરથી ચૂંટણી લડી વિજયી બન્યા હતા. તેમની ઉંમર 51 વર્ષ છે અને તેમને સ્નાતક સુધીનો અભ્યાસ કરેલ છે. તેમની પાસે રૂપિયા 18625310ની જંગમ મિલકત છે. કોંગ્રેસે કામરેજ વિધાન સભા બેઠક પર નીલેશભાઈ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રામ ધડૂકને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news