સુરત : દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપી ગુજરાત આવેલી બંગાળની ગ્લાવા ગેંગ પકડાઈ

દેશભરમાં ચીલઝડપની ઘટનાઓને અંજામ આપી તરખાટ મચાવનારી પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડીની આંતરરાજ્ય ગ્લાવા ગેંગના બે સભ્યની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં વૃદ્ધના હાથમાંથી 5.36 લાખ રૂપિયાના ઘરેણાં સહિતની બેગ આંચકીને ચોરીની ઘટના બની હતી. આ સાથે જ લાલાગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખ રૂપિયાની ચોરીના બનાવામાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે વેસ્ટ બંગાળ પાસીંગની બાઈકનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. 
સુરત : દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપી ગુજરાત આવેલી બંગાળની ગ્લાવા ગેંગ પકડાઈ

તેજશ મોદી/સુરત :દેશભરમાં ચીલઝડપની ઘટનાઓને અંજામ આપી તરખાટ મચાવનારી પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડીની આંતરરાજ્ય ગ્લાવા ગેંગના બે સભ્યની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં વૃદ્ધના હાથમાંથી 5.36 લાખ રૂપિયાના ઘરેણાં સહિતની બેગ આંચકીને ચોરીની ઘટના બની હતી. આ સાથે જ લાલાગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખ રૂપિયાની ચોરીના બનાવામાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે વેસ્ટ બંગાળ પાસીંગની બાઈકનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. 

અમદાવાદના પોશ વિસ્તારમાં મહિલાની ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ  

સીસીટીવીમાં બંગાળ પાસિંગની બાઈક દેખાઈ હતી
મહત્વનું છે કે, ચાર દિવસ અગાઉ સુરતના કાપોદ્રામાં આવેલી મમતા પાર્ક સોસાયટી-2માં રહેતા રણછોડ જાદવ લખાણીએ ઘરની બહાર મોપેડ પાર્ક કરીને ડિક્કીમાંથી બેગ કાઢી હતી. ત્યારે એક બાઇક પર આવેલા બે બાઈકર્સ દ્વારા રણછોડના હાથમાંથી બેગની ચીલઝડપ કરવામાં આવી હતી. જે બેગની ચીલઝડપ થઈ હતી, તેમાં 5.36 લાખ રૂપિયાના ઘરેણાં હતા. સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. ઘટના અંગેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા રણછોડ લખાણી જે સ્ટ્રોંગ રૂમમાં ઘરેણા લઈને પોતાના ઘરે આવે છે, તે દરમિયાન એક બાઈક સતત તેમનો પીછો કરે છે. જેનો નંબર ડબ્લ્યુબી હતો. જેને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 

2100 કિલોમીટરનું અંતર કાપીને સુરત ચોરી કરવા આવ્યા
આ દરમિયાન કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ દિલુભાને માહિતી મળી કે, કાપોદ્રામાં ચોરી કરનારા સરથાણા કેનાલ રોડ પર આવવાના છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી સિન્ટુ રાજુ ગ્વાલા અને સંદન મુખલાલ ગ્વાલાને ઝડપી પાડ્યા છે. બંન્ને મૂળ પશ્ચિમ બંગાળનાં રહેવાસી છે, તેમની પાસેથી સોનાના ઘરેણા, બાઇક, લોક તોડવાના સાધનો, 7 ફોન મળીને કુલ 7.55 લાખ રૂપિયાની મત્તા કબજે કરી છે. તેઓ જલપાઈગુડીથી સુરત આશરે 2100 કિલોમીટરનું અંતર કાપીને સુરત ચોરી કરવા આવ્યા હતા. સુરત ઉપરાંત અમદાવાદ, વાપી, વડોદરા અને આનંદમાં પણ ચોરી કરી છે. 

ગુજરાતમાં વધુ રૂપિયા મળશે તેની લાલચ ખેંચી લાવી
સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, સુરતમાં ચોરી કરવા આવ્યા તે પહેલા તેઓ બાઇક પર જલપાઈગુડીથી બિહારના પટના સુધી બાઇક પર આવ્યા હતા. જલપાઈ ગુડીથી પટના સુધી પહોંચવા દરમિયાન ત્રણ-ચાર દિવસ રોકાઈને ચોરી કરી હતી. પટનામાં ચોરી કરી શક્તા ન હતા. ત્યારે તેઓને એવું કે ગુજરાતમાં વધુ રૂપિયા મળી શકે એવું માનીને તેઓ પટનાથી ટ્રેનમાં બાઇક પાર્સલમાં અમદાવાદ મોકલી હતી. પોતે પણ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી અલગ-અલગ જગ્યાએ ચોરી કરીને સુરત આવ્યા હતા. 

દેશભરમાં 150થી વધુ ચોરી કરી 
સુરત પોલીસના હાથ ઝડપાયેલા બંન્ને તસ્કરો અને તેની ગેંગ દ્વારા દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે. આ ગેંગ બાઈક પર નીકળતી હતી. બે અને ચારની જોડીમાં નીકળીને તસ્કરો ચોરીને અંજામ આપતી હતી. એક સરખી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોવાના લગભગ 30 ગુના આરોપીઓએ કબૂલ્યાં હતાં. જેમાં પટનામાં 4, કોલકાત્તામાં 2, વારાણસીમાં 2, આસામમાં 6, ગુજરાતમાં 15, દમણમાં 1 એમ કુલ મળી 30 જેટલી ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસે પશ્ચિમ બંગાળની પાસિંગ કરેલી બાઈક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news