ચોરી

ચોર રંગે હાથ ચોરી કરતા ઝડપાયો, GRD જવાન પોલીસ સ્ટેશન લઇ જાય તે પહેલા જ ગળે બ્લેડ મારી ઘટના સ્થળે જ મોત

વાત કરીએ કામરેજમાં બનેલી એક વિચિત્ર ઘટનાની. નેશનલ હાઈવે ૪૮ પર રોડની સાઈડમાં રીક્ષા પાર્ક કરી સુઈ રહેલા રીક્ષા ચાલકના ખિસ્સામાંથી ચોરી કરી રહેલા યુવાનને કઠોર પોલીસના હોમગાર્ડના જવાનોએ ચોરી કરતા રંગેહાથે ઝડપી પાડી કઠોર પોલીસ મથકે યુવાનને લઇ જતી વખતે યુવાને પોતાના જ ગળામાં બ્લેડ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 

Sep 20, 2020, 06:56 PM IST

ડ્રાઇવરના સ્વાંગમાં રેકી કરી માત્ર મોજશોખ માટે ચોરી કરતો આરોપી ઝડપાયો

* મોજશોખ માટે ઘરફોડ ચોરી કરતો શખ્સ  ઝડપાયો
* રાત્રી ના સમયે ગ્રીલ કે પતરા કાપી ચોરીને આપતો અંજામ
* ગોડાઉન અને ઘરમાં વર્ષ ૨૦૧૭ થી  કરતો ચોરી
* અમદાવાદ ગ્રામ્ય LCB એ અસલાલી વિસ્તારમાંથી કરી ધરપકડ

Sep 13, 2020, 12:08 AM IST

જો અમદાવાદમાં તમે રીક્ષામાં મુસાફરી કરો છો, તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખજો

કેસના ફરિયાદીના દિકરાના લગ્ન લોકડાઉન પહેલા થયા હતાં. અને બાદમાં લોકાડાઉન આવતા પરિવાર દર દાગીના સાથે વતન જતા રહયા હતા. પરંતુ બે દિવસ પહેલા જ્યારે પરિવાર પરત આવતો હતો ત્યારે મહિલાના પર્સમાં આ દાગીના હતા.

Sep 11, 2020, 10:41 PM IST

તપાસને આડે પાટે ચડાવીને મોંઘી દાટ ગાડી પોલીસની નજર સામેથી લઇ ફરાર થતો આરોપી ઝડપાયો

જો આપની પાસે મોંઘાદાટ અને લક્ઝુકરિયસ ગાડી છે અને તમે તે ગાડીની ચોરી નહી થાય તેવુ માની બેફરક બની ગયા છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે ક્રાઈમ બ્રાંચે એક એવા સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે. જે તમારી ગાડીની બનાવટી ચાવી બનાવી ગાડી ચોરી કરે છે. આરોપીની પુછપરછમાં 12 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ગાડી ચોરવા માટે તેણે ચાવી બનાવવાનુ મશીન પણ વસાવ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ છે સત્યેન્દ્ર સિંહ શેખાવત. આરોપી માત્ર મોંઘીદાટ ગાડીઓને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો. 

Sep 6, 2020, 10:10 PM IST

અમદાવાદ: ચોરી કરવાની આ હતી મોડસ ઓપરેન્ડી, LCBના હાથે 5 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. છેલ્લા એકાદ વર્ષ દરમિયાન સાથે ગુનાઓને અંજામ આપનાર આ ટોળકીના બે શખ્સો રીઢા ગુનેગાર છે. હાલ તો ચોરીનો ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Aug 26, 2020, 10:02 AM IST

અમદાવાદની ગુનાની દુનિયામાં ફેમસ છે જય-વીરુની આ જોડી, તેમના નામે છે મોટા કારનામા

અત્યાર સુધીમાં જય અને વીરુની જોડી 20થી વધુ ગુના આચરી ચૂકી છે. જય અને વીરુ ચોરી કરતા પહેલા રેકી કરતા હતા. જેના બાદ શાકમાર્કેટ, જાહેર રોડ અને મોલ પાસે કારનામા કરતા...

Aug 23, 2020, 03:17 PM IST

2 ચીની નાગરિક પર કોરોનાની રસીના રિસર્ચની ચોરીનો ગંભીર આરોપ, અમેરિકાએ કરી કાર્યવાહી 

કોરોના વેક્સિન (Corona Vaccine) ની રિસર્ચ ચોરી મામલે અમેરિકાએ બે ચીની નાગરિકો (Chinese Nationals) ને દોષિત ઠેરવ્યાં છે. અમેરિકી ન્યાય વિભાગે કહ્યું કે આરોપી હેકર્સે ચીની મંત્રાલય સાથે કામ કરતા અમેરિકા અને હોંગકોંગમાં માનવાધિકાર કાર્યકરોને પણ નિશાન બનાવ્યાં. 

Jul 22, 2020, 07:22 AM IST

મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

અમદાવાદ રેલવે LCBએ ગણતરીનાં કલાકોમાં ગીર-સોમનાથમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સુત્રાપાડા વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરનાં ઘરમાં થયેલ ચોરીમાં એક આરોપીને રેલવે LCB એ ચાલુ રાજધાની ટ્રેનમાંથી દબોચ્યો. નાની ઉંમરે શોર્ટકટમાં રૂપિયા કમાવવા મૂળ મેરઠના અને હાલ દિલ્હીમાં રેહતા નકુલ જાટવ નામનાં 19 વર્ષીય શખ્સે પોતના મિત્રનાં ઘરમાં જ હાથફેરો કર્યો અને ફરાર થયો.

Jul 10, 2020, 09:43 PM IST

થઈ જજો સાવધાન: આ પ્રકારની પણ ગેંગ થઈ છે સક્રિય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

ગુજરાતમાં ચોરી લૂંટના બનાવ આમ બન્યા છે. પરંતુ લૂંટ માટે નવો જ કીમિયો અપનાવનાર લૂંટારુઓને ઝડપી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જે ગેંગ નેશનલ અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતા. લૂંટ કરતી ડફેર ગેંગના 4 આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો જોઇએ આ અહેવાલમાં...

Jul 1, 2020, 05:36 PM IST

રાજકોટ તાલુકા પોલીસે વેપારી સાથે છેતરપિંડી કરતી અબુડિયા-ટબુડિયા ગેંગની કરી ધરપકડ

આ ગેંગ સોશિયલ મીડિયામાંથી કોઇ વેપારીના નંબર મેળવતા અને તે જે ચીજવસ્તુનો વેપાર કરતા હોય તેની ખરીદી પણ કરતા પરંતુ જ્યારે રૂપિયા આપવાનો વારો આવે ત્યારે આ ટોળકી વેપારીને ઠેંગો બતાવી દેતી અને તેની સાથે છેતરપિંડી કરતી હતી.

Jun 29, 2020, 11:32 PM IST

3 જિલ્લામાં 22 જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગની રાજકોટ પોલીસે કરી ધરપકડ

આ ટોળકીના ચાર શખ્સો રાત પડતાની સાથે જ પોતાના શિકારની શોધમાં નીકળી પડતા હતા. રાત્રીના સમયે જે પણ દુકાન, ફાર્મ હાઉસ, રહેણાંક મકાન નજરમાં આવે ત્યાં ચોરીને અંજામ આપતા હતા. 

Jun 29, 2020, 10:48 PM IST

રાજકોટમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી ગેંગની ધરપકડ

રાજકોટ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જેઓ ઓટોરીક્ષામાં બેસી પેસેન્જરોની કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. હાલ તો પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.
 

Jun 23, 2020, 05:40 PM IST

રાજકોટ પોલીસે ચીલઝડપ કરતા બંટી બબલીને ઝડપ્યા

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સમીર બ્લોચ રૂપિયાની જરૂરિયાત પડે ચીલઝડપ  અને મારામારીના ગુનાને અંજામ આપતો હતો.

Jun 17, 2020, 11:23 PM IST

13 લાખ રૂપિયાનો દારૂ ચોરવા માટે ચોરોએ કર્યું આવું કામ, સાંભળીને રહી જશો દંગ

કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવા માટે 66 દિવસના લોકડાઉન (Lockdown) પુરી થવાના એક દિવસ પહેલાં શહેરમાં કેટલા ચોર સુરંગ બનાવીને દારૂની દુકાનમાં ખૂસ્યા અને ત્યાંથી 13 લાખ 60 હજારના દારૂની ચોરી કરી લીધી.

Jun 2, 2020, 02:14 PM IST

આધુનિક ચોર: ઘરનો સામાન ચોરી ઓળખ ન થાય તે માટે DVRની ચોરી કરતા હતા

* ડુંગરપુરની ઘરફોડ ગેંગનો થયો પર્દાફાશ
* સોલા હાઇકોર્ટ પોલીસે 7 શખ્સોની કરી ધરપકડ
* મુખ્ય આરોપી સાથે બેની શોધખોળ ચાલુ
* ૯ ઘરફોડચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો

Mar 6, 2020, 11:41 PM IST
Savdhan Gujarat: Ahmedabad Theft Case, Accused Captured In CCTV PT3M58S

સાવધાન ગુજરાતઃ વેપારીના લાખો રૂપિયા ભરેલી બેગની ચોરી, આરોપી CCTVમાં કેદ

અમદાવાદ શહેરના પાંચકુવા વિસ્તારમાં એક વેપારીને ધરમ કરવા જતા ધાડ પડી... કાપડનો ધંધો કરતા ઈસ્માઈલ ભાઈ સાંજના સમયે દુકાન ખુલ્લી રાખીને નમાઝ પડવા ગયા... એ જ સમયે અજાણી મહીલા દુકાનમાંથી રૂપિયા 2.72 લાખ ભરેલી રોકડ બેગ લઈને ફરાર થઈ ગઈ... કેવી રીતે મહિલાઓ કરી ચોરી જોઈએ આ અહેવાલમાં...

Mar 4, 2020, 11:50 PM IST
Savdhan Gujarat: 12 Tola Gold Theft Case In Valsad PT3M39S

સાવધાન ગુજરાતઃ વલસાડમાં તસ્કરોનો તરખાટ, લાખોની ચોરીને આપ્યો અંજામ

વલસાડ શહેર નજીક આવેલા મોટી ચણવઇના દેસાઈ ફળિયામાં મહાદેવભાઈ રમણભાઈ પટેલ તેમના ઘરમાં રહે છે... મહાદેવભાઈ અને તેમનો પરિવાર રાત્રે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે મંગળવારની રાત્રે અચાનક જ કેટલાક તસ્કરોએ તરખાટ મચાવ્યો.... તેઓ ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાંથી અંદાજે 12 તોલાના સોનાના દાગીના અને 30 હજારની રોકડ રકમની ચોરી કરી હતી....

Mar 4, 2020, 11:45 PM IST

મુંબઈથી રાજકોટ આવીને ચોરી કરનાર આ ચોરની મોડસ ઓપરેન્ડીથી તમારું મગજ ચકરાઈ જશે

રાજકોટ પોલીસે (Rajkot police) એક એવા શખ્સની ધરપકડ કરી છે જે ચોરી કરવા મુંબઈથી રાજકોટ (Rajkot) આવતો હતો. મકાન ભાડે રાખવાનું છે કહીને ફ્લેટની રેકી કરતો હતો અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. હાલ તો પોલીસે મુંબઈનાં આ તસ્કરની ધરપકડ કરી 36 હજારનાં મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઇનો આ તસ્કર હવે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે.

Mar 2, 2020, 04:54 PM IST
CCTV camera capture theft at namkin godowan at wadhodia GIDC PT1M49S

વાઘોડિયા GIDCમાં નમકીનના ગોડાઉનમાં ચોરી કરનારાની હરકત સીસીટીવીમાં કેદ થઈ

વડોદરાના વાઘોડિયા GIDCના સેન્જા કોમ્પલેક્ષમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. તસ્કરોએ ગોપાલ નમકીનના ગોડાઉનને નિશાન બનાવ્યું. ગોડાઉનમાંથી 47 હજારની રોકડની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.જેમાં બે ઈસમો ટેબલના ડ્રોવરમાંથી રોકડની ચોરી કરી જતા નજરે પડી રહ્યા છે. ગોડાઉન મામલિકે પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

Mar 1, 2020, 12:05 PM IST

ગોડાઉનમાંથી 9 લાખનાં સ્કુટરની થઇ ચોરી, સત્ય સામે આવ્યું માલિકોનાં પગ તળેથી જમીન ખસી ગઇ

શહેરમાં બાઇકનું વેચાણ કરતી કંપનીમાંથી માત્ર ૫ ધોરણ પાસ સગીરોએ કરી રૂપિયા ૯ લાખના સ્કૂટર બાઇકની ચોરી, કંપનીના ગોડાઉનમાંથી સ્ટાફના જ બે સગીર યુવકે ૧૨ હોન્ડા સ્કુટર અને ૧ હોન્ડા સાઈનની ચોરી કરી તોફિક નામના વ્યક્તિને વેચી દીધા. જે બાબત મેનેજરના ધ્યાને આવતા તેણે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે બે સગીર અને તોફિક નામના વ્યક્તિને ઝડપી લઈ ૧૩ બાઇકો રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Feb 19, 2020, 11:55 PM IST