નર્મદા નદીમાં પૂરના કારણે અનેક ટ્રેન રદ, તો કેટલીક ટર્મનિેટ કરાઈ, આ શિડ્યુલ જાણીને આજે મુસાફરી કરજો
Narmada Flood : ભારે વરસાદના પગલે વીજ પૂરવઠો ખોરવાતા ગુજરાતના ટ્રેન વ્યવહારને પહોંચી અસર... 8 ટ્રેનને કરાઈ કેન્સલ, અમદાવાદ–વડોદરા મેમુ ટ્રેન ટૂંકાતા હવે ટ્રેન આણંદ સુધી જ જશે...
Trending Photos
Trains Cancel સપના શર્મા/અમદાવાદ : મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેથી હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. જેથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 42,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. તો નદી કાંઠાના 30 થી વધારે ગામડાના હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ત્યારે પૂર જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. આ કારણે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનોના રુટને ડાયવર્ટ કરાયા છે.
ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. વડોદરા મંડળના ચાંદોદ એકતાનગર સેક્શનમાં વધુ વરસાદને કારણે અસર થઈ છે. વડોદરાના ચાંદોદ - એક્તાનગર ભારે વરસાદના કારણે ટ્રેન મુસાફરીને અસર પડી છે. જળસ્તર ભયજનક સ્થિતિથી ઉપર પહોંચતા રેલ પરિવહન ખોટકાયું છે. અમગઢથી પાંચપીપળા રતલામના રૂટની 7 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે બે ટ્રેનો શોર્ટ ટરમીનેટ કરવામાં આવી છે. પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. જેથી કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાઈ છે. 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય આંશિક રદ અને ટૂંકાવાઈ છે. આ સંદર્ભમાં નીચેની ટ્રેનો છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન
1) 09107 (PRTN-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
2) 09108 (EKNR-PRTN) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
3) 09109 (PRTN-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
4) 09110 (EKNR-PRTN) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
5) 09113 (PRTN-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
6) 09114 (EKNR-PRTN) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
7) 20947(ADI-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
8) 20950(EKNR-ADI) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.
ટૂંકી સમાપ્તિ કરાયેલી ટ્રેન
1) 12927 (DDR-EKNR) JCO 16-09-2023 ટૂંકી BRC ખાતે સમાપ્ત.
2) 20906 (REWA-EKNR) JCO 16-09-2023 ટૂંકી BRC ખાતે સમાપ્ત.
આંશિક રદ કરાયેલી ટ્રેન
12928 (EKNR-DDR) JCO 17-09-2023 EKNR-BRC વચ્ચે
તો બીજી તરફ, બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનના બાજવા - વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ વિક્ષેપને કારણે, 17.09.2023ની કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.
સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 09495 વડોદરા – અમદાવાદ મેમુ
• ટ્રેન નંબર 09496 અમદાવાદ – વડોદરા મેમુ
• ટ્રેન નંબર 09400 અમદાવાદ – આનંદ મેમુ
• ટ્રેન નંબર 09311 વડોદરા – અમદાવાદ મેમુ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 09316 અમદાવાદ – વડોદરા મેમુ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. અને આ ટ્રેન આણંદ-વડોદરા વચ્ચે રદ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે