ગુજરાતમાં એન્જિનિયરિંગનો અદભૂત નમુનો; ઓખા-બેટ દ્વારકાને જોડતા બ્રિજની ડિઝાઈનથી લઈને શું છે વિશેષતા?

દેશના આ સૌથી લાંબા બ્રિજની ડિઝાઈન ખુદ પ્રધાનમંત્રીએ બનાવી છે. સૌથી લાંબો સ્પાન ધરાવતો આ બ્રિજ 100 વર્ષ ટકી શકે તેવો એકમાત્ર બ્રિજ છે. ત્યારે આવો આ બ્રિજની ડિઝાઈનથી લઈ તેની વિશેષતા વિશે વિસ્તુત જાણકારી.

ગુજરાતમાં એન્જિનિયરિંગનો અદભૂત નમુનો; ઓખા-બેટ દ્વારકાને જોડતા બ્રિજની ડિઝાઈનથી લઈને શું છે વિશેષતા?

ઝી બ્યુરો/દ્વારકા: આખોને બેટ દ્વારકા સાથે જોડતે કેબલ સ્ટેયડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરીએ તેનું લોકાર્પણ થવાનું છે. દેશના આ સૌથી લાંબા બ્રિજની ડિઝાઈન ખુદ પ્રધાનમંત્રીએ બનાવી છે. સૌથી લાંબો સ્પાન ધરાવતો આ બ્રિજ 100 વર્ષ ટકી શકે તેવો એકમાત્ર બ્રિજ છે. ત્યારે આવો આ બ્રિજની ડિઝાઈનથી લઈ તેની વિશેષતા વિશે વિસ્તુત જાણકારી.

  • એવો બ્રિજ જેણે બે ધાર્મિક સ્થળોને લાવી દીધા સાથે 
  • એવો બ્રિજ જે એન્જિનિયરિંગનો છે અદભૂત નમુનો
  • એવો બ્રિજ જેનું આયુષ્ય છે 100 વર્ષથી પણ વધારે 
  • એવો બ્રિજ જેની ડિઝાઈન ખુદ પ્રધાનમંત્રીએ કરી છે તૈયાર 
  • સૌરાષ્ટ્રને પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીએ આપશે આ મોટી ભેટ

ઉછળતા મોજા, અને ઘૂઘવાટા મારતો દરિયો....દરિયા નજીક આવેલી ખળખળ વહેતી પવિત્ર ગોમતી નદી...અને આ જ ગોમતીના કાંઠે આવેલું ભગવાન દ્વારિકાધિશનું મંદિર...જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો નતમસ્તક થવા આવે છે. આ જ પવિત્ર અને પૌરાણિક નગરી દ્વારિકાને મળવા જઈ રહી છે સૌથી મોટી ભેટ...

દ્વારકાના દરિયામાં જ આવેલા ભગવાન દ્વારિકાધિશ સાથે જોડાયેલા બે મહત્વના ધાર્મિક સ્થળ ઓખા અને બેટ દ્વારકા...આ બન્ને સ્થળે જવા માટે ભક્તો લાખોની સંખ્યામાં આવે છે. પરંતુ બન્ને વચ્ચે ઘૂઘવાટા મારતા દરિયાને કારણે બોટમાં સવાર થઈને પહેલા જવું પડતું હતું. પરંતુ હવે આ બન્ને સ્થળોને એક બ્રિજથી જોડવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે. અને આ જ બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ કરવાના છે. બ્રિજ એટલી ખૂબી અને વિશેષતાઓથી ભરેલો છે કે તમે જાણશો તો ચોંકી જશો.

  • ઘૂંઘવાટા દરિયામાં સુંદર્શન સેતુ તૈયાર
  • ઓખા-બેટદ્વારકાને જોડતો અનોખો બ્રિજ
  • ખુદ પ્રધાનમંત્રીએ તૈયાર કરી છે જેની ડિઝાઈન
  • 100 વર્ષ ટકેલો રહે તેવો દેશનો પહેલો બ્રિજ
  • સિગ્નેચરમાંથી નામ હવે સુદર્શન સેતુ અપાયું
  • 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ

આ એવો બ્રિજ છે જેને બનાવવાનું સપનું ખુદ પ્રધાનમંત્રીએ જોયું હતું...સપનું જોયા બાદ તેને હકિકતમાં બદલવાનું પણ કામ તેમણે જ કર્યું. બ્રિજની ડિઝાઈનથી લઈ નાનામાં નાની વસ્તુઓનું બારીકાઈથી તેમણે નિરીક્ષણ કર્યા બાદ હવે બ્રિજ તૈયાર થઈ ગયો છે ત્યારે તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. હવે દેશમાં સૌથી લાંબો સ્પાન ધરાવતો 100 વર્ષ ટકી શકે તેવો એકમાત્ર આ કેબલ સ્ટેયડ બ્રિજ છે. તેના પિલર પર દરિયાની સપાટીથી 150 મીટર ઊંચા છે. આ બ્રિજને પહેલા સિગ્નેચર બાદમાં સુદર્શન સેતું નામ આપવામાં આવ્યું છે.

અહીં ચાર લેન વાહનો માટે અને બંને બાજુ પેડેસ્ટ્રિયન માટે 2.5 મીટરનો કોરિડોર અને ગોલ્ફકાર્ટ પણ જઈ શકે તેવી રીતે બનાવાયો છે. પેડેસ્ટ્રિયન કોરિડોરમાં જતા દર્શનાર્થીઓને તડકો લાગે નહીં તે માટે ઉપર એક મેગા વોટનો સોલાર પ્લાન્ટ કવર શેડ તરીકે મુકાયો છે, જેથી બ્રિજ માટે લાઇટિંગની જરૂરિયાતની વીજળી તેમાંથી જ મળી રહે અને બાકીની વીજળી સરકારી અન્ય ગ્રીડમાં અપાશે....

સૌરાષ્ટ્ર માટે નવું નજરાણું બનવા જઈ રહેલા આ બ્રિજની વિશેષતાઓની વાત કરીએ તો....​​​​​​​ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કુલ 2300 મીટર લાંબો  છે. જેમાં કેબલ સ્ટેયડ પાર્ટની લંબાઈ 900 મીટર છે, 27 મીટર પહોળો છે. સમુદ્રના પાણીની સપાટીથી 18 મીટર ઊંચો હોવાથી જહાંજો પણ પસાર થઈ શકે છે. 150 મીટર ઊંચા બાહ્ય આકારના કર્વ શેપ પિલર પર મોરનાં પીંછાંની છાપ બનાવવામાં આવી છે. જે દિવસે અને રાત્રે દ્રશ્યમાન થાય છે. બ્રિજ પર ઠેર ઠેર ગીતાનું જ્ઞાન અને ધાર્મિક માહિતીનું કોતરણી કામ કરાયું છે. બ્રિજના પીલર પર પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવાયો છે. જેમાં કેન્ટીલીવર વ્યૂ ગેલેરીઓ બનાવાઈ છે. બ્રિજના બન્ને છેડે ખાસ પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં ઓખા બાજુ 24 હજાર ચોરસ મીટર અને બેટ દ્વારકા બાજુ 16 હજાર ચોરસ મીટર મુખ્ય પાર્કિંગ ઉભુ કરાયું છે. 

શું છે બ્રિજની વિશેષતા?

  • ઓખા-બેટ દ્વારકા જોડતા બ્રિજ કુલ 2300 મીટર લાંબો 
  • કેબલ સ્ટેયડ પાર્ટની લંબાઈ 900 મીટર, 27 મીટર પહોળો 
  • સમુદ્રની સપાટીથી 18 મીટર ઊંચો હોવાથી જહાંજો પણ પસાર થઈ શકે છે
  • 150 મીટર ઊંચા બાહ્ય આકારના કર્વ શેપ પિલર પર મોરનાં પીંછાંની છાપ
  • દિવસે અને રાત્રે દ્રશ્યમાન થાય છે બ્રિજ પર મોરપિંછની છાપ
  • બ્રિજ પર ઠેર ઠેર ગીતાનું જ્ઞાન અને ધાર્મિક માહિતીનું કોતરણી કરાઈ
  • બ્રિજના પીલર પર પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવાયો 
  • કેન્ટીલીવર વ્યૂ ગેલેરીઓ બનાવાઈ છે
  • બ્રિજના બન્ને છેડે ખાસ પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે
  • ઓખા બાજુ 24 હજાર ચો.મી, બેટ દ્વારકા બાજુ 16 હજાર ચો.મી પાર્કિંગ 

અદભૂત, અવિશ્વનિય લાગતો આ બ્રિજ રાત્રીના સમયે જ્યારે લાઈટિંગ કરવામાં આવે ત્યારે તો સોળે કળાએ ખીલી ઉઠે છે. રાતના સમયે બ્રિજનો નજારો નયનરમ્ય હોય છે. દરિયાનો ઘૂંઘવાટા મારતો અવાજ અને તેની ઉપર આ બ્રિજનો લાઈટિંગનો નજારો દ્વારિકાની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે દ્વારકાવાસીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો તેના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news