કોરોના વેક્સીન બાદ શરીરનું ચુંબકીય થવા મામલે આ છે સત્ય, જાણો શું કહે છે ડોક્ટર્સ

કોરોના વેક્સીન બાદ શરીરમાં ચુંબકીય તત્વ પેદા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટી જવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે

Updated By: Jun 15, 2021, 03:52 PM IST
કોરોના વેક્સીન બાદ શરીરનું ચુંબકીય થવા મામલે આ છે સત્ય, જાણો શું કહે છે ડોક્ટર્સ

ગૌરવ પટેલ/ અમદાવાદ: કોરોના વેક્સીન બાદ શરીરમાં ચુંબકીય તત્વ પેદા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટી જવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો. પાર્થીવ મહેતાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ હંબક છે. રસી લેવાથી કોઈ ચુંબકીય તત્વ ઉત્પન્ન થતું નથી.

આ મામલે જાણીતા પલ્મેનોલોજિસ્ટ ડો. પાર્થીવ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ હંબક છે. રસી લેવાથી કોઈ ચુંબકીય તત્વ ઉત્પન્ન થતું નથી. ચોમાસાની ઋતુ છે શરીર પર પરસેવો વધારે થયા એ સામાન્ય બાબત છે. કોઈપણ વસ્તુને ઘસીને લગાવવાથી સ્ટેટીક ઇલેક્ટ્રીક કરંટ ઉત્પન્ન થતો હોય છે.

આ પણ વાંચો:- કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા AMC તૈયાર, સર્વે બાદ કરાઈ રહી છે આ સંપૂર્ણ વ્યવસ્થા

જેને લઇને વસ્તુ ચોંટવાની ઘટના બને એ સ્વભાવીક છે. આને અંધશ્રદ્ધા સાથે જોડી લોકોને વેક્સીનથી દૂર લઈ જવાનું પગલું છે. આ ઘટનાને વખોડવી જોઇએ અને આવા વીડિયોને સોશિયલ મીડિયા પરથી દૂર કરવા જોઇએ. વીડિયો શેર કરતા લે ભાગુ તત્વોને કારણે લોકો વેક્સીનથી દૂર ન થયા એ માટે પગલાં લેવા જોઇએ.

આ પણ વાંચો:- વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવાની વાત હંબક છે : વિજ્ઞાન જાથા

કોરોનાની વેક્સીન લીઘા બાદ શરીરમાં ચુંબકીય તત્વ પૈદા થવાની ઘટના અંગે એમડી ફિઝિશિયન ડો. યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વેક્સીન લેવાથી કોઈ ચુંબકીય તત્વ પેદા થતું નથી. આમાં ક્યાંય વિજ્ઞાન આવતું નથી. ભારતમાં 25 કરોડથી વધારે લોકોએ રસી લીધી તો બધાને કેમ અસર ન થઈ. વરસાદી વાતાવરણના કારણે મોસ્ય્યુરાઈઝરના કારણે શરીર પર સીક્કા ચોંટે તે સામાન્ય વાત છે. વેક્સીન માટેની ગેર માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. વેક્સીન લેવાથી શરીરમાં બદલાવ આવે અને ખોડ ખાંપણ આવે તેવી માન્યતાઓ હતી.

આ પણ વાંચો:- ઘરનો મોભી બન્યો ઘરેલુ અત્યાચારનો ભોગ, શું પત્ની આપી રહી છે પતિને ત્રાસ?

ડો. યોગેશ ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે, પોલીયોની રસી લેતા પણ લોકો ગભરાતા હતા. રોજ લાખો લોકો વેક્સીન લેતા હોય અને સામન્ય ફેરબદલ દેખાય અને લોકો રસી ન લે તે અયોગ્ય છે. જો લોકો વેક્સીનથી દૂર ભાગશે તો હર્ડ ઇમ્યુનિટી આવવી મુશ્કેલ છે. લોકો અચુક વેક્સીન લે તેવી સલાહ છે. જો વેક્સીનથી કોઈ આડ અસર હશે તો તેની સલાહ વૈજ્ઞાનીક અને ડોક્ટર આપશે. લોકોને સોશિયલ મીડિયાના વીડિયોના આધારે વેક્સીનથી દૂર ન જવા ડોક્ટરોની અપીલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube