બ્લેક ફંગસ બાદ વ્હાઈટ ફંગસના કેસ સામે આવ્યા, વડોદરામાં એસ્પરજીલોસિસના ત્રણેય દર્દીઓ
વડોદરામાં (Vadodara) બ્લેક ફંગસ (Black Fungus) બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ સામે આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Vadodara Sayaji Hospital) વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા છે
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં (Vadodara) બ્લેક ફંગસ (Black Fungus) બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ સામે આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Vadodara Sayaji Hospital) વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા છે. મ્યુકોરમાઈકોસિસ જેવા જ લક્ષણો વ્હાઈટ ફંગસમાં (White Fungus) જોવા મળ્યા છે. વ્હાઈટ ફંગસના બે પ્રકાર છે, એક એસ્પરજીલોસિસ અને કેન્ડીયાલિસિસ. સયાજી હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના એસ્પરજિલોસિસના ત્રણેય દર્દીઓ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં (Vadodara) મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા દોઢ મહિનાથી દર્દીઓ સારવાર હેઠળ હતા. દર્દીઓએ કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને (Mucormycosis) હરાવ્યો છે. ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાના 3 મહિલા દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસસને (Mucormycosis) હરાવ્યો છે.
નઝમા પટેલ, રજનીબેન વાડેકર અને દર્શના પટેલે મ્યુકોરમાઈકોસિસને માત આપી છે. છેલ્લા એક દોઢ મહિનાથી દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. કોરોના થયા બાદ મ્યુકોરમાઈકોસિસસનો (Mucormycosis) રોગ થયો હતો. 57 વર્ષીય રજનીબેન પટેલની તો આંખ પણ કાઢવી પડી છતાં મ્યુકોરમાઈકોસિસસને હરાવ્યો છે. રજનીબેન પટેલે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસસથી ડરવું નહિ પણ સમયસર સારવાર કરાવો તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે