પોરબંદરના પ્રશાસનને કેમ નથી દેખાતી બગીચાની દુર્દશા? ઝુલાં તૂટ્યાં, બાકડાં ભાંગ્યા, છતાં પ્રશાસન ચુપ

પોરબંદરમાં શહેરામાં મોટા કહી શકાય તેવા રાજાશાહી વખતના 4 બગીચાઓ આવેલા છે.. આ ચાર બગીચાઓમાંથી રાણીબાગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યુ છે, કારણ કે બગીચો હવો બગીચો નહીં, ખંડેર વધારે લાદી રહ્યો છે.

પોરબંદરના પ્રશાસનને કેમ નથી દેખાતી બગીચાની દુર્દશા? ઝુલાં તૂટ્યાં, બાકડાં ભાંગ્યા, છતાં પ્રશાસન ચુપ

અજય શીલુ/પોરબંદર: પાલિકાના પાપે આજે શહેરમાં લોકોની સુવિધા માટે બનેલા ગાર્ડન જર્જરિત બન્યા છે. પાલિકા જુના ગાર્ડન તો સાચવી શકતી નથી અને નવા નવા ગાર્ડન બનાવતી જઈ રહી છે. ત્યારે લોકોની એક જ માગ છે કે પાલિકા પહેલા જૂના ગાર્ડનો બરાબર સાચવી લે. ત્યારે કેવી છે પોરબંદરના વિવિધ ગાર્ડનોની હાલત. 

પોરબંદરમાં શહેરામાં મોટા કહી શકાય તેવા રાજાશાહી વખતના 4 બગીચાઓ આવેલા છે.. આ ચાર બગીચાઓમાંથી રાણીબાગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યુ છે, કારણ કે બગીચો હવો બગીચો નહીં, ખંડેર વધારે લાદી રહ્યો છે. કારણ કે રાણીબાગ બગીચામાં રાખલામાં આવેલા વિવિધ સાધનો હવે તો બીચારા પડવાના વાંકે ઉભાં છે.

તો રુપાળીબાગ અને કમલબાગમાં સ્વચ્છતાના અભાવે જાણે કચરાના ઢગ જામી ગયા છે. જ્યાં જુઓ ત્યાં બસ કચરો જ કચરો છે. એટલું જ નહીં લાઈટ સહિતની વિવિધ સમસ્યાઓના કારણે આ તમામ બગીચા શોભાના ગાઠીયા સમાન રહી ગયા છે. તો નવાઈની વાત એ છે પાલિકા જૂના બગીચા સાચવી શકતી નથી, અને એકબાદ એક નવા બગીચા બનાવતી જઈ રહી છે. 

પોરબંદરમાં હાલમાં નાના મોટા કુલ 15 જેટલા બગીચાઓ બની ગયા છે. આ 15 બગીચાઓમાંથી માત્ર ચાર-પાંચ બગીચાઓમાં ચોકીદાર કે માળી હશે બાકી અન્ય બગીચાઓ રામભરોસે જોવા મળી રહ્યા છે. તંત્રની બેદરકારી તો જુઓ, પેરેડાઈઝ નજીક પાલિકાએ એક બગીચો બનાવ્યો, જેને 3-3 વર્ષ જેટલો સમય વીતી ગયો. પરંતુ પાલિકાને લોકાર્પણ સામે સમય ન મળતા આજે આ બગીચો લોકાર્પણ પહેલાં જ બિસ્માર બની ગયો છે. ત્યારે પાલિકાના સત્તાધિશો બગીચાની જાળવણીના વાયદા પૂરા કરે તેવી પ્રાર્થના ભગવાનને કરીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news