હાર્દિક પટેલને બે વર્ષની સજા કેમ થઇ? શું થયું હતું તે દિવસે? જાણો સમગ્ર ઘટના

વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી.

હાર્દિક પટેલને બે વર્ષની સજા કેમ થઇ? શું થયું હતું તે દિવસે? જાણો સમગ્ર ઘટના

મહેસાણા: વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અગ્રવાલની કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને કલમ 147,148,149, 427,435 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. જ્યારે એ.કે. પટેલને કલમ 148 મુજબ દોષિત ગણ્યા હતા. કોર્ટે 120 બી ગ્રાહ્ય રાખી ન હતી. 

તાજેતરમાં મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને 2-2 વર્ષની સજા સંભળાવી છે. તથા 50-50 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પણ 40 હજાર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે, સાથે જ ફરિયાદીને 10 હજારનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે. હાર્દિક પટેલને આરોપી નંબર 17, લાલજી પટેલને આરોપી 06 અને અંબાલાલ પટેલને આરોપી નંબર 05 (એકે પટેલ) આપવામાં આવ્યો છે.

હાર્દિકને સજા કેમ? : વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સાક્ષીઓની જુબાની, ફાઇનલ સ્ટેટમેન્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને કલમ 147,148,149, 427,435 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. જ્યારે એ.કે. પટેલને કલમ 148 મુજબ દોષિત ઠેરવ્યા હતા. (જુઓ વીડિયો : સરકારી વકીલ શું કહી રહ્યા છે)

શું છે સમગ્ર કેસ : વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામતઆંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. જ્યારે કેસની આજે બુધવારે મુદ્દત હોવાથી કેસનો ચુકાદો આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ચૂકાદા બાદ હાર્દિકે કર્યું ટ્વિટ : ચૂકાદાની થોડી મિનિટો બાદ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે કોઇપણ મુશ્કેલીને તેના બનાવવામાં આવેલા લેવલ પર ઉકેલી શકાતી નથી, તે મુશ્કેલીને તે લેવલથી ઉપર ઉઠતાં જ ઉકેલી શકાય છે. આજે પણ હું કહું છું કે સરકાર અંગ્રેજ બનશે તો હું ભગત સિંહ બનીશ!!!! ઇંકલાબ જિંદાબાદ.

હવે શું : ચૂકાદા બાદ હાર્દિક પટેલે જામીન માટે અરજી કરી હતી. જેના આધારે ત્રણેય આરોપીઓના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. હાર્દિક પટેલ સહિત ત્રણેય આરોપી 27 ઓગસ્ટ પહેલાં ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારશે. તો બીજી તરફ સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું અમે આ ચૂકાદાનો અભ્યાસ કર્યા બાદ અમે આગળ નિર્ણય લઇશું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 25 ઓગસ્ટથી હાર્દિઅક પટેલ આમરણ ઉપવાસ પર ઉતરવાનો છે, તેણે ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે ચૂકાદો મારી તરફેણમાં આવે કે વિરોધમાં આપણે આમરણ ઉપવાસ ચોક્કસ કરીશું. 

ઘટનાક્રમ : 23 જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. અને ભાજપના ભારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તથા સાથે લૂંટફાટ પણ કરવામાં આવી હતી. ઉપરાંત 2016માં વિસનગરમાં આઇટીઆઇ સર્કલ પાસે ધારાસભ્યની કાર પર પથ્થર ફેંકયો હતો. વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી સહિતના લોકો સામે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. જ્યારે કેસની આજે બુધવારે મુદ્દત હોવાથી કેસનો ચુકાદો સંભળાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news