Gold Rate Today: ધડામ થયા બાદ રાતો રાત સોનાના ભાવમાં મસમોટો ઉછાળો, ભાવ જાણીને પેટમાં ધ્રાસકો પડશે

Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જાણીને જેમના ઘરમાં પ્રસંગો નજીક છે તેમના પેટમાં ધ્રાસકા પડી રહ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ સોનાએ રેકોર્ડ ઘટાડો અને તેજી બંને જોઈ લીધા છે. 

Gold Rate Today: ધડામ થયા બાદ રાતો રાત સોનાના ભાવમાં મસમોટો ઉછાળો, ભાવ જાણીને પેટમાં ધ્રાસકો પડશે

Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જાણીને જેમના ઘરમાં પ્રસંગો નજીક છે તેમના પેટમાં ધ્રાસકા પડી રહ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ સોનાએ રેકોર્ડ ઘટાડો અને તેજી બંને જોઈ લીધા છે. હાલમાં જ સોનાએ 60,000નું સ્તર પાર કર્યું હતું. પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે આવનારા સમયમાં સોનું 65000 રૂપિયાનો રેકોર્ડ સર્જી શકે છે. 

MCX પર બંને ધાતુઓમાં તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં તેજી જોવા મળી. સવારે સોનું 464 રૂપિયાની તેજી સાથે 10 ગ્રામના 59220 પર ટ્રેડ થતું જોવા મળ્યુંજ્યારે ચાંદી પણ એક કિલોએ 457 રૂપિયા ચડીને 69766 રૂપિયા પર જોવા મળી હતી. 

શરાફા બજારમાં ભાવ
શરાફા બજારના ભાવ  ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. જે મુજબ 999 પ્યોરિટીનું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 58637 રૂપિયાના સ્તરે બંધ થયું હતું જે આજે 555 રૂપિયા ચડીને 59192 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 553 રૂપિયા ઉછળીને 58955 રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 507 રૂપિયા ઉછળીને 54219 રૂપિયાના સ્તરે જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 416 રૂપિયા વધીને 44394ની સપાટીએ જોવા મળ્યું છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 324 રૂપિયા વધીને 34627ના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના  ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ચાંદીના ભાવમાં ગઈ કાલના ભાવની સરખામણીએ 1147 રૂપિયા વધ્યા છે અને હાલ ચાંદી એક કિલોએ 69368ના સ્તરે છે. 

No description available.

(સોનાના 10 ગ્રામના ભાવ, ચાંદીનો પ્રતિ કિલો ભાવ)

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news