પપ્પા ગર્લફ્રેન્ડ સાથે પકડાયા, તો દીકરી-મમ્મીએ મળીને જાહેરમાં ધોલાઈ કરી, જુઓ CCTV

વડોદરામાં પતિ પત્ની અને વોનો ગજબનો કિસ્સો બન્યો હતો. પ્રેમિકાને મળવા આવેલા પતિની પત્ની અને તેના સંબંધીઓએ જાહેરમાં ધોલાઈ કરી હતી. પતિના આડા સંબંધની શંકા રાખી પરિવારે વોચ ગોઠવી હતી. અને પ્રેમિકાને મળવા આવેલો પતિ રંગેહાથ ઝડપાયો હતો. પતિની સાથે પ્રેમિકાને પણ માર પડ્યો હતો. પત્નીની સાથે સંતાનોએ પણ પપ્પાની પ્રેમિકાને માર માર્યો હતો. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. મારથી ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જેના બાદ ઈજાગ્રસ્ત યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

પપ્પા ગર્લફ્રેન્ડ સાથે પકડાયા, તો દીકરી-મમ્મીએ મળીને જાહેરમાં ધોલાઈ કરી, જુઓ CCTV

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પતિ પત્ની અને વોનો ગજબનો કિસ્સો બન્યો હતો. પ્રેમિકાને મળવા આવેલા પતિની પત્ની અને તેના સંબંધીઓએ જાહેરમાં ધોલાઈ કરી હતી. પતિના આડા સંબંધની શંકા રાખી પરિવારે વોચ ગોઠવી હતી. અને પ્રેમિકાને મળવા આવેલો પતિ રંગેહાથ ઝડપાયો હતો. પતિની સાથે પ્રેમિકાને પણ માર પડ્યો હતો. પત્નીની સાથે સંતાનોએ પણ પપ્પાની પ્રેમિકાને માર માર્યો હતો. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. મારથી ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જેના બાદ ઈજાગ્રસ્ત યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

બન્યું એમ હતું કે, દેડિયાપાડાનો આધેડ શખ્સ વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી પ્રેમિકાને મળવા આવ્યો હતો. બંનેના સંબંધો અંગે પરિવારને પહેલેથી જ શંકા હતી. તેથી પરિવારે પહેલેથી જ વોચ ગોઠવી હતી. જેમ આધેડ યુવતીને મળવા આવ્યા હતા ત્યારે પત્ની અને તેના સંબંધીઓ તેના પર તૂટી પડ્યા હતા. એટલુ જ નહિ, આધેડના સંતાનો પણ તેમાં જોડાયા હતા. આધેડ અને યુવતીના સંબંધો અંગે શંકા હોવાથી પત્ની અને સંતાનોએ મળીને પ્રેમિકાને માર માર્યો હતો. 

પત્ની અને બાળકોએ મળી આધેડની ગર્લફ્રેન્ડને જાહેરમાં જ ઝૂડી નાંખી હતી. પત્ની અને પુત્રીએ વાળ પકડીને ગર્લફ્રેન્ડને માર માર્યો હતો. એટલુ જ નહિ, આધેડની પુત્રીએ ગર્લફ્રેન્ડ પાસેનું પર્સ ઝૂંટવી લીધું હતું. જેમાઁથી 50 હજાર રૂપિયા રોકડા, મોબાઈલ અને વિવિધ બેંકના કાર્ડ લઈ લીધા હતા. બનાવ યુવતીએ બાપોદ પોલીસ મથકે માર મારનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news