હવે રેમડેસિવિર ઇન્જેક્શનની થશે રેલમછેલ? જેને જોઇને તેને મુળ કિંમતે ઇન્જેક્શન અપાશે
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં ફાટી નિકળેલા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ રહ્યા છે. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાઇ છે તેના કારણે ગુજરાતમાં સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે. કિલોમીટરો લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે. જેના પગલે 5 એપ્રિલે હાઇપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સિવિલ હોસ્પિટ, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત અનુસાર જથ્થા પૈકી શક્ય હોય તેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મદદરૂપ થતી હોસ્પિટલોને પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
જિલ્લા તબીબી અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ GMERS , સુપ્રિટેન્ડન્ટ મેડિકલ કોલેજ ખાનગી કોવિડ હોસ્પિટલોને રેમડેસિવિરની ફાળવણી સમયે દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધારકાર્ડની નકલ અને RTPCR ટેસ્ટની નકલ જેવા ડોક્યુમેન્ટ મેળવી ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવર્તમાન ખરીદ કિંમત અનુસાર રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવામાં આવશે.
ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ રહેલા દર્દીઓને ખરીદ કિંમતે જ ન નફો ન નુકસાનના ધોરણે ઇન્જેક્શન આપવાના રહેશે. તેમજ ઇન્ટેન્ડ ફોર્મમાં તે અનુસાર બાંહેધરી પણ આપવાની રહેશે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ, જીએમઇઆરએસ, સુપ્રિટેન્ડન્ટ મેડિકલ કોલેજ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ સપ્લાય કરેલા ઇન્જેક્શન અંગેના નાણા RTGS દ્વારા GMSCL ના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે