gmers

GANDHINAGAR: જીએમઇઆરએસ મેડિકલ સ્ટાફની હડતાળ સમેટાઇ, 14 પૈકી 11 માગણી મંજૂર

GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટી) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પડતર માંગણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પુર્વક સાંભળીને મોટા ભાગનીમાંગણીઓનો સ્વિકાર કરવામાં આવ્યો હતો. 

May 14, 2021, 10:49 PM IST

8 GMERSનાં ડૉક્ટર તેમજ નર્સની હડતાળ હાલ પૂરતી સમેટાઈ, જાણો લેટેસ્ટ અપડેટ

ગઈકાલે આખો દિવસ પોતાની માંગણીઓ માટે આંદોલન કર્યા બાદ મોડી રાત સુધી GMERS ના તબીબ અને નર્સની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેડા સાથે બેઠક ચાલી હતી. આ બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ સામે આવ્યું છે. જેમ બને તેમ ઝડપી ડ્યુટી જોઈન કરવાનુ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે. આજે બપોરે ફરીથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સાથે હડતાળના મુખ્ય લોકોની સાથે બેઠક યોજાશે. આમ, હાલ પરતી સ્ટ્રાઇક સ્થગિત કરાઈ છે. 

May 14, 2021, 08:44 AM IST

હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. 

May 12, 2021, 02:13 PM IST

ગુજરાતના 700 જેટલા તબીબો અને 1700 નર્સિંગ સ્ટાફ આજે હડતાળ પર ઉતરશે

  • રાજ્યમાં આવેલી 8 GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કર્મીઓ 12 વાગ્યા બાદ હળતાર પર ઉતરી જશે
  • આ હડતાળના મામલે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલુ  છે. પરંતુ તેનુ જો કોઈ નક્કર પરિણામ ન આવે તો હડતાળ પર જશે

May 12, 2021, 10:17 AM IST

GMERS મેડિકલ કોલેજના ડૉક્ટર, પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ આજે હડતાલ પર ઉતર્યા

  • આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું, આજે 12:00 થી નોન કોવિડની કામગીરી બંધ કરવામાં આવી
  • આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્ય સરકાર કોઈ નક્કર નિર્ણય કે પગલાં નહીં લે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે

May 11, 2021, 02:20 PM IST

હવે રેમડેસિવિર ઇન્જેક્શનની થશે રેલમછેલ? જેને જોઇને તેને મુળ કિંમતે ઇન્જેક્શન અપાશે

રાજ્યમાં ફાટી નિકળેલા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ રહ્યા છે. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાઇ છે તેના કારણે ગુજરાતમાં સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે. કિલોમીટરો લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે. જેના પગલે 5 એપ્રિલે હાઇપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સિવિલ હોસ્પિટ, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત અનુસાર જથ્થા પૈકી શક્ય હોય તેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મદદરૂપ  થતી હોસ્પિટલોને પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવાયો છે. 

Apr 12, 2021, 12:03 AM IST

આખરે ઘીના ઠામમાં ઘી: ઇન્ટર્ન તબીબ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વીકારી, હડતાળ સમેટાઇ

* ઇન્ટર્ન તબીબોની માંગણી સરકારે આખરે સ્વિકારી
* GMERS ના 2000 થી વધારે ડોક્ટર્સને મળશે 18000 રૂપિયા
* 12800 ના બદલે CORONA DUTY પેટે વધારે સ્ટાઇપેન્ડ ચુકવાશે
* સ્ટાઇપેન્ડ વધારા સિવાયની તમામ માંગણીઓ સરકારે ફગાવી
* માત્ર આ બેચને જ સ્ટાઇપેન્ડ વધારાનો લાભ મળવા પાત્ર થશે

Dec 19, 2020, 06:04 PM IST