પંડિતો વગર કાશ્મીર હંમેશા અધુરૂ જો કે 370 કલમ રદ્દ કરવી અયોગ્ય નિર્ણય: શ્રીનગરના મેયર

કેવડીયા કોલોની ખાતે છઠ્ઠો ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવનો પ્રારંભ થઇ ચુક્યો છે. પૂર્વરેલવે મંત્રી અને સાંસદ સુરેશપ્રભુ, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને વિદેશમંત્રી એસ.જયશંકરે કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે માલદીવના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિદ પણ હાજર રહ્યા હતા. કેવડિયાની ટેન્સ સિટી 2માં છઠ્ઠી ઇન્ડિયા આઇડિયાઝ નામની કોન્કલેવની શરૂઆત થઇ છે. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ કોન્કલેવ નામની સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

Updated By: Feb 29, 2020, 06:26 PM IST
પંડિતો વગર કાશ્મીર હંમેશા અધુરૂ જો કે 370 કલમ રદ્દ કરવી અયોગ્ય નિર્ણય: શ્રીનગરના મેયર

વડોદરા : કેવડીયા કોલોની ખાતે છઠ્ઠો ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવનો પ્રારંભ થઇ ચુક્યો છે. પૂર્વરેલવે મંત્રી અને સાંસદ સુરેશપ્રભુ, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને વિદેશમંત્રી એસ.જયશંકરે કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે માલદીવના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિદ પણ હાજર રહ્યા હતા. કેવડિયાની ટેન્સ સિટી 2માં છઠ્ઠી ઇન્ડિયા આઇડિયાઝ નામની કોન્કલેવની શરૂઆત થઇ છે. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ કોન્કલેવ નામની સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારનાં એક પગલાને કારણે બચશે કરોડો રૂપિયા, વિશ્વને થશે ખુબ મોટો ફાયદો

જો કે ઇન્ડિયા કોન્કલેવના બીજા દિવસે શ્રીનગરના મેયર જુનેદ મટ્ટુએ કહ્યું કે, કાશ્મીરી પંડિતો વગર કાશ્મીર અધૂરું છે. કાશ્મીરી પંડિતોને કાલે જો ફરી લાવવામાં આવે તો પણ ખૂબ જ મોડું થઈ ગયું છે. કાશ્મીરી પંડિતોને પાછા લાવવા માટે 32 વર્ષ થઈ ગયા છે. કાશ્મીરનો વિકાસ હાલ તો કાગળ પર હોઈ કે જમીન પર હોઈ એ બંને અલગ વાત છે, પણ હકીકતમાં વિકાસ કરવાનો બાકી છે. એક સ્ટેટને યુનિયન ટેરેટરી બનાવવું યોગ્ય નથી. જમ્મુ એન્ડ કાશ્મીર પહેલા સ્ટેટ હતું. હવે યુનિયન ટેરેટરી છે જે રિવાયઝ થયું છે તે ના થવું જોઈએ. ફરીથી તેને સ્ટેટનો દરજ્જો મળવો જોઈએ. શ્રીનગર સીટીને એક વર્લ્ડ કલાસ સીટી બનાવવી જોઈએ. ટુરિઝમને 370 હટાવ્યા બાદ નુકશાન થયું છે. ફરીથી ટુરિઝમ પહેલા જેવું થવું જોઈએ. અમરનાથ યાત્રામાં 10 દિવસમાં ગયા વર્ષે 3 લાખ યાત્રીઓએ દર્શન કર્યા હતા. આ વર્ષે 5 લાખ શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લે અને યાત્રા માટે આવે અને શાંતિ પૂર્ણ યાત્રામાં ભાગ લે.

ગાંધીનગર ફરી ફુંકાશે નવા આંદોલનનું બ્યુગલ, વિગતો જાણવા કરો ક્લિક

જો કે પોતાનાં માત્ર એક જ નિવેદનને કારણે સમગ્ર દેશને પોતાનો ફેન બનાવી દેનારા લદાખ ના સાંસદ સભ્ય નામ ગ્યાલએ કોન્કલેવમાં લદાખનો વિકાસ થવો જોઈએ તે મુદ્દે જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે, 370 હટયા પછી લદાખની ઓળખ બની છે. પહેલા દેશની સામે નહોતું દેશને જાણવા મળ્યું કે, લદાખ નામની એક ભૂમિ પણ છે. ચાઈના અને પાકિસ્તાનની વચ્ચે બહું મોટો એરિયા છે, જેને લદાખ કહે છે. લદાખને પહેલાના વર્ષોમાં યુદ્ધ ભૂમિ બનાવીને રાખવામાં આવી હતી. હવે બુદ્ધ ભૂમિ બનવી જોઈતી હતી.

ગુજરાતમાં શરૂ થઈ ગયો રાજ્યસભાની 4 બેઠકો માટેનો જંગ, તમામ વિગતો એક ક્લિક પર

આખા વિશ્વને શાંતિ માટેની ભૂમિ થવી જોઈતી હતી પણ ના બની શકી. જેનું કારણ 370 હતું ભારતનું અંગ હોવા છતાં પણ તેનું અંગ લદ્દાખ બની શક્યું નહોતું. ભારતને વિશ્વ ગુરુ બનવા માટે લદાખ મહત્વનો ભાગ ભજવી શકશે. લદાખના વિકાસ માટે આર્થિક પરિસ્થિતિ સુધરે તે જરૂરી છે. જમ્મૂ કાશ્મીર સ્ટેટમાં જ્યારે લદાખ હતું, ત્યારે તેનો 2 ટકાનો ફંડ જ લદાખને મળતો હતોલદાખનો વિકાસ આવનારા સમય માં પાક્કો થશે જેનો વિશ્વાસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube