Women's Day: દર 5 મિનિટે એક મહિલા બને છે ઘરેલુ હિંસાનો ભોગ, આ છે વિકસતુ ગુજરાત!

International Women's Day: છેલ્લાં એક વર્ષમાં ઘરેલુ હિંસાના કોલ્સમાં ૨૨ ટકાનો વધારો થયો છે. ચોંકાવનારી વાત એ છેકે, ઘરેલુ હિંસાની ૨૦ ટકા ફરિયાદ માત્ર અમદાવાદમાંથી આવી છે.

Women's Day: દર 5 મિનિટે એક મહિલા બને છે ઘરેલુ હિંસાનો ભોગ, આ છે વિકસતુ ગુજરાત!

International Women's Day: વિકાસની વાતો...નારીને પુરુષ સમોવડી અને પુરુષો કરતા પણ આગળ નીકળી ગઈ હોવાની વાતો, માત્ર રૂપકળી વાતો જ છે. નરી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાતમાં મહિલા સલામતીની ગુલબાંગો વચ્ચે આ આંકડાઓ સરકાર, સમાજ અને કાયદો વ્યવસ્થા બધી જ સત્તા અને વ્યવસ્થાઓને શરમાવે તેવા છે. ગુજરાતમાં દર પાંચ મિનિટે એક મહિલા સાથે અત્યાચાર થાય છે. આ અમે નથી કહી રહ્યાં આ સરકારે શરૂ કરાવેલી સંસ્થાના જ આંકડા છે.

આજે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' છે ત્યારે નારીશક્તિની મહિમાના ગુણગાન ગવાશે. પુરુષ-મહિલા સમોવડી આજે ' ભલે થઈ ગયા હોય પરંતુ આજે પણ સમાજનો એક એક વરવો ચહેરો એવો પણ છે જયાં મહિલાઓ ઘરેલુ હિંસા, ૩ બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો ભોગ સતત બને છે. ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ ૧ મહિલા ઘરેલુ ઉ હિંસાનો ભોગ બનતી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે.

સતત વધી રહ્યાં છે ઘરેલું હિંસાના કોલઃ
ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૩માં મહિલાઓ માટેની હેલ્પલાઇન 'અભયમ્ ' ને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં 61 ટકા જ્યારે 20222માં 22 ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ 2020માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાન કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેક પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું ૨૬ હતું. ધરેલુ હિંસાના ૧૭૬૪૨ કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય છે અમદાવાદથી વર્ષ ૨૦૨૩માં ૪૮૧૫ કોલ્સ સતામણી, 2155 કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે. 

વર્ષ 2023માં કઈ સમસ્યાના સૌથી વધુ કોલ આવ્યાં?
સમસ્યા        કોલ્સ
ઘરેલું હિંસા        98,830
લગ્નેતર સંબંધ        10,373
જાતિય સતામણી    10,164
કાયદાકીય        7,243
કસ્ટડી        5,131

ઘરેલું હિસ્ના કોલ્સઃ
વર્ષ         કોલ્સ
2019        61,159
2020        66,282
2021        79,675
2022        87,732
2023        98,830

કઈ-કઈ બાબતોને લઈને આવે છે સૌથી વધુ કોલ?
આ સિવાય વર્ષ ૨૦૨૩માં જે અંગે સૌથી વધુ કોલ્સ આવ્યા છે તેમાં ૧૦૩૭૩ કોલ્સ સાથે લગ્નેત્તર સંબંધ, 10164 કોલ જાતિય સતામણી, 7243 કોલ કાયદાકીય સમસ્યા, 5131 કોલ્સ સાથે કસ્ટડી અંગે, 3345 કોલ્સ સાથે ઘરમાંથી કાઢૂ મુકવાનો સમાવેશ  થાય છે. આ ઉપરાંત ૨૮૩૯ કોલ્સ સંબંધની સમસ્યા, ૨૭૫૮ કોલ્સ ટેલિફોન પર હેરાનગતી, ૨૩૭૨ કોલ્સ સાથે નાણાકીય સમસ્યા જ્યારે ૨૦૮૫ સ કોલ્સ સાથે છેડતીનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news