વુમન્સ ડે

ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ

પાકિસ્તાની સુપરસ્ટાર માહિરા ખાન (Mahira Khan) નું એક ગીત હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, આ ગીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2020) ના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટીને બહુ જ સાદગીથી સમજાવવામાં આવી છે, 8 માર્ચના રોજ રિલીઝ થયેલું આ પાકિસ્તાની ગીત (Pakistani Song) ભારતીયોને પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતીયો પણ આ ગીતને શેર કરવાથી રોકી શક્યા નથી. ફેસબુકથી લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સુધી આ ગીતની ધૂમ મચી છે. 

Mar 13, 2020, 09:33 AM IST
zee 24 kalak's shakti maha sanman event on women's day PT5M5S

મહિલા હોવું એટલે શું? ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ‘શક્તિ મહાસન્માન’માં મળ્યો તેનો જવાબ

આજે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ઝી 24 કલાકે વિવિધ ક્ષેત્રોમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન કર્યું છે. ઝી 24 કલાક દ્વારા શક્તિ મહાસન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમર, અમદાવાદના મેયર બિજલ પટેલ, મહીસાગરના એસપી ઉષા રાડા, ગુજરાતની લોકગાયિકા ગીતા રબારી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં નારી શક્તિ અને સંઘર્ષની જીવંત કથારૂપ આ તમામ મહિલાઓએ કાર્યક્રમમાં પોતાના જીવનના અનુભવો વર્ણવ્યા હતા. અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલી આ તમામ મહિલાઓએ એક મહિલા હોવું એટલે શું? અને એક મહિલા તરીકે સમાજ પાસે તેમને શું અપેક્ષા છે તે અંગે ચર્ચા કરી હતી. ઝી 24 કલાકે ગુજરાતમાં મહિલા શક્તિની મિસાલ સમાન આ તમામ મહિલાઓનું સન્માન યોજી મહિલા દિવસની ઉજવણી કરી.

Mar 8, 2020, 06:40 PM IST
Women's day : Special programme shakti PT28M10S

વુમન્સ ડેના દિવસે ખાસ કાર્યક્રમ શક્તિ

વુમન્સ ડેના દિવસે ખાસ કાર્યક્રમ શક્તિ

Mar 8, 2020, 02:30 PM IST
Special announcement kutch womensday PT3M20S

કચ્છમાં તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા અનોખો પ્રયોગ

કચ્છમાં તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા અનોખો પ્રયોગ

Mar 8, 2020, 02:20 PM IST
CM Vijay Rupani message womensday PT2M53S

મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાઠવી શુભેચ્છા

મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના ફેસબુક ઉપર વીડિઓ અપલોડ કરી શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઈએ પોતાના સંબોધનમાં રાજ્યની માતા અને બહેનોને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાને આદિ અનાદી કાળથી શક્તિ તરીકે પૂજવામાં આવે છે અને માટે જ આપણે ત્યાં રામ પહેલા સીતા, શંકર પહેલા શિવ અને કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવામાં આવે છે.

Mar 8, 2020, 02:05 PM IST

'સાડી અવતાર'માં જોવા મળી ટીમ ઇન્ડીયાની પૂર્વ કેપ્ટન, જુઓ Video

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી છે. મિતાલીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે

Mar 6, 2020, 03:00 PM IST

Photos : આને કહેવાય મહિલાઓનું યોગ્ય સન્માન, રસ્તાઓને આપ્યા ગામની દીકરીઓના નામ...

કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયતે 2018ની 25મી સપ્ટેમ્બરે સામાન્ય સભા બોલાવી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી ગામડાના માર્ગનું નામ સૌથી વધુ ભણેલી દીકરીઓના નામે રાખવાનો ઠરાવ પસાર થયો હતો. જેથી દોઢેક વર્ષમાં જ 16 જેટલા માર્ગો તેજસ્વીનીઓના નામે ઓળખાતા થઈ ગયા છે.

Mar 4, 2020, 06:08 PM IST
PM Modi tweet womens day PT32M40S

પીએમ મોદી : 8 માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત

સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે.

Mar 3, 2020, 03:50 PM IST

સુરતમાં મહિલા દિનની અનોખી રીતે ઉજવણી કરાઈ, અવેરનેસ માટે યોજાઇ મેરેથોન

આજે સમગ્ર દેશ સહિત વિશ્વમા મહિલા દિનની ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ જેસીઆઇની મહિલાઓએ અનોખી રીતે મહિલા દિનની ઉજવણી કરી હતી. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે મેરેથોન દોડનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. 

Mar 8, 2019, 06:19 PM IST

વિશ્વ મહિલા દિવસ: મળો આ આઇપીએસ મહિલાને, જેમની કંઇક આવી છે સંઘર્ષ ગાથા

આ મહિલા પોલીસ અધિકારી છે સરોજ કુમારી, જેમનો જન્મ રાજસ્થાનના ઝુનઝૂનુ જિલ્લાના આંતરિયાળ ગામ બુડાનીયામાં થયો હતો. સરજો કુમારીના પિતા બનવારીલાલ આર્મીમાં હવાલદાર હતા.

Mar 8, 2019, 10:09 AM IST

વિશ્વ મહિલા દિવસ: આ મહિલાએ શરૂ કર્યો લોન્ડ્રીનો બિઝનેસ, લાખોનું ટર્નઓવર

મહિલાઓ મલ્ટીટાસ્કિંગ છે સાથે શસક્ત છે કે તેમને સશક્તિકરણની પણ જરૂર નથી જેનું દ્રષ્ટાંત રાજકોટની એક મહિલા પૂરું પાડી રહી છે. પુરુષ પ્રાધાન્ય દરેક ક્ષેત્રમાં મહિલાઓની આગેકુચ છે પણ એક એવું ફિલ્ડ કે જ્યાં કોઈ પણ મહિલાએ ક્યારે પણ ન વિચાર્યું નહિ હોય તેવા ક્ષેત્રમાં રાજકોટના અંજુબેન પાઉંએ ઝંપલાવી ખુબજ ટુકા સમયમાં મહત્વ પૂર્ણ સફળતા મેળવી છે. આ મહિલા અને વુમન એમ્પાવરમેન્ટને સિદ્ધ કરવા બિઝનેશ શરુ કર્યો છે 
 

Mar 7, 2019, 11:52 PM IST

વુમન્સ ડે : ટૂંકી આવક'ને ઓછો અભ્યાસ છતાં ગુજ્જુ મહિલાએ કરી બતાવ્યું આ ભગીરથ કાર્ય

મોર્ડન યુગ આવી ગયો છે, મહિલાઓ પુરુષ સમોવડી બની છે, સ્ત્રી સશક્તિ થઇ રહ્યું છે આવી વાતો તો શેરી ગલ્લીઓમાં રોજીંદા સાંભળવા મળી રહી છે પરંતુ વર્તમાન સમયમાં માતૃત્વ ક્યાંકને ક્યાંક ખોવાઈ રહ્યું હોય તેવું જોવા મળે છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિને મોરબીના અતિ પછાત વિસ્તારમાં રહેતી એક એવી માતા કે જેણે પિતાની નાનપણથી જ છત્રછાયા ગુમાવી હતી. 

Mar 8, 2018, 04:40 PM IST

વુમન્સ ડે સ્પેશિયલ : ગોધરાના શાંતાબેનની સંઘર્ષ ગાથા સમાજ માટે પ્રેરણારૂપ

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને આ દિવસે અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવનાર અને સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત પણ કરાય છે પરંતુ ભારતીય સમાજમાં કેટલીય એવી મહિલાઓ છે જે પ્રસિદ્ધિથી દૂર હોય છે અને જેમનો સંઘર્ષ જોઈ ભારતીય સમાજમાં પ્રતીકરૂપે પુરુષ સમોવડી ગણાતી મહિલાઓ પ્રેરણા મેળવી શકે.

Mar 8, 2018, 03:31 PM IST

PM MODI LIVE: એવું તે શું થયું કે શક્તિનાં દેશમાં આપણે પુત્રીઓ બચાવવી પડે છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનનાં ઝુંનઝુનમાં કહ્યું કે, દાન હોય કે બલિદાન આ જિલ્લો ક્યારે પણ પાછો નથી હટ્યો. કોઇ પણ સમાજ માટે એનાથી મોટી પીડા ન હોઇ શકે તે આપણે પુત્રીઓને બચાવવા માટે પ્રયાસ કરવો પડે. સ્ત્રી પુરૂષની સમાનતાથી જ આ સમાજ ચાલે છે

Mar 8, 2018, 02:55 PM IST

વિશ્વ મહિલા દિવસ : PM મોદીએ કરી ટ્વિટ, કહ્યું-નારી શક્તિને શત શત નમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે નારી શક્તિને સલામ કરતા કહ્યું કે અમને મહિલાઓની સફળતા પર ગર્વ છે.

Mar 8, 2018, 08:35 AM IST

વિશ્વ મહિલા દિવસ : કોંગ્રેસ મહિલા વીંગ ગરીબ મહિલાઓને પેડનું વિતરણ કરી ઉજવશે વુમન ડે

અમદાવાદઃ આવતીકાલે (8 માર્ચે) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. કોંગ્રેસ મહિલા દ્વારા ગરીબ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવશે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Mar 7, 2018, 07:55 PM IST

રાજકોટમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોટી સરપ્રાઇઝ, મહિલાઓને થશે ફાયદો

8 માર્ચનો દિવસ આખી દુનિયામાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

Mar 7, 2018, 01:33 PM IST