અમદાવાદમાં મનપાને બેદરકારીના કારણે સફાઇ કામદારનું મોત

ફરી એકવાર મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીના પગલે એક સફાઈકર્મીને જીવ ગુમાવવાનો વારો આવ્યો. તો બીજી તરફ સફાઈકર્મીનો પરિવાર પણ નોંધારો બન્યો છે અને ન્યાયની માગણી કરી રહ્યો છે.

અમદાવાદમાં મનપાને બેદરકારીના કારણે સફાઇ કામદારનું મોત

અમદાવાદઃ તંત્રની બેદરકારીના પગલે વધુ એક સફાઈકર્મીનો ભોગ લેવાયો છે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે, કોઈ પણ સફાઈકર્મીને ગટરમાં ઉતારવામાં ન આવે છતાં કેટલાક અધિકારીઓએ શહેરના જમાલપુર વિસ્તારમાં એક સફાઈકર્મીને ગટરમાં ઉતાર્યો અને અધિકારીઓની બેદરકારીની કિંમત સફાઈકર્મીએ પોતાનો જીવ આપી ચૂકવવી પડી.

તો હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક અધિકારીઓએ કહ્યું કે, સફાઈકર્મીનો પગ લપસતાં તે ગટરમાં પડ્યો. જો કે, આ ઘટનાના સીસીટીવી સામે આવતા અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોઈ વ્યક્તિ સફાઈકર્મીને ગટરમાં ઉતારે છે નહીં કે તેનો પગ લપસે છે.

બીજી તરફ સફાઈકર્મીના મોતના કારણે તેના પરિવારજનોએ તંત્ર પર આક્રોષ ઠાલવ્યો છે. સફાઈકર્મીના પરિવારે  જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી સાથે જ યોગ્ય વળતરની પણ માગણી કરી છે. જેને લઈને પોલીસે કોન્ટ્રાક્ટર વિરૂદ્દ ગુનો દાખલ કર્યો અને જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહીની ખાતરી આપી છે. 

જો કે, આ સમગ્ર ઘટના મામલે એએસીના અધિકારીઓ કેમેરા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે સવાલો ઉઠ્યા છે કે, ક્યાં સુધી આવી રીતે સફાઈકર્મીના મોત થતાં રહેશે ? સુપ્રીમના આદેશ છતાં શા માટે સફાઈ કામદારને ગટરમાં ઉતારાયો? શા માટે જેટ મશીન હોવા છતાં સફાઈકર્મીને ગટરમાં ઉતાર બેદરકારી દાખવી ? 

હાલ આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ હવે જોવું કહ્યું કે, બેદરકાર અધિકારીઓ સામે કેવા પગલાં લેવાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news