રાહુલનો હુમલો- BJPમાં વરિષ્ઠોનું અપમાન, અટલજીને જોવા સૌથી પહેલા હું ગયો

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશને વહેંચવા અને નફરત ફેલાવવાનું કામ કર્યું છે. 

 

  રાહુલનો હુમલો- BJPમાં વરિષ્ઠોનું અપમાન, અટલજીને જોવા સૌથી પહેલા હું ગયો

મુંબઈઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મુંબઈમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં રાહુલે કહ્યું કે, દેશને માત્ર કોંગ્રેસ પાર્ટી બચાવી શકે છે. તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિબારી વાજયેપીની સાથે આર્થિક ગુનેગાર નીરવ મોદી અને મેહુલ ચોકસીના બહાને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. 

પીએમ કહે છે- નોકરી ન કરો, સામસામે લડો
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશનો યુવા રોજગાર માંગી રહ્યો છે પરંતુ દેશમાં બધો સામાન મેડ ઇન ચાઇનાનો છે. તેમણે કહ્યું કે, દેશના યુવાનો કહી રહ્યાં છે કે અમે દેશનું ભલુ કરી શકીએ, હું ચીનનો મુકાબલો કરવા ઈચ્છું છું. પરંતુ પીએમ કહી રહ્યાં છે તમે પોતાના દેશને ફાયદો ન કરાવો, તમે એકબીજા સામે લડો, રોજગારની કોઇ જરૂર નથી, કામ કરવાની જરૂર નથી, હું પીએમ છું, મારા ભાષણોથી દેશ ચાલશે. 

મેહુલ ચોકસીને ભાઈ કહે છે પીએમ મોદી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસે કિસાનોના 70 હજાર કરોડ માફ કર્યા, જ્યારે આ સરકારના સમયમાં નીરવ મોદી 35 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી જાઈ છે. પીએમ નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભાઈ કહે છે. આ હું કઈ રહ્યો નથી, ટીવીમાં દેખાડવામાં આવ્યું હતું. તેના ભાગી જવાથી મોદીજીના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો નથી. અમિત શાહનો પુત્ર 50 હજારને 80 કરોડમાં બદલી નાખે છે. 

પીએમ માત્ર 15-20 ધનવાનોના ચોકિદાર
પીએમ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, મોદીએ કહ્યું હતું કે હું દેશનો ચોકીદાર બનવા ઈચ્છું છું. હવે લોકો હસી રહ્યાં છે, કારણ કે તમે ખોટુ સમજ્યા, મોદીજી દેશના 15-20 સૌથી ધનવાનોના ચોકીદાર બનવા ઈચ્છતા હતા. તે ચોકીદાર બન્યા છે અને અમીરોનું રક્ષણ કરી રહ્યાં છે. 

કોંગ્રેસ જ લડી શકે છે આરએસએસ સામે
રાહુલે કહ્યું, મારી પાસે વિપક્ષના એક સીનિયર નેતા આવ્યા, હું નામ નહીં જણાવું. મારી સાથે એક-બે કલાક બેઠા. કહ્યું, 50 વર્ષથી કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ લડી રહ્યો છું. 50 વર્ષ બાદ મને વાત સમજાઇ કે કોંગ્રેસ જ દેશની રક્ષા કરી શકે છે. 

Rahul Gandhi

કોંગ્રેસ કરે છે અડવાણીનું સન્માન
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, મને ખરાબ લાગે છે, મારી બોલવું ન જોઈએ. અમે અડવાણીની વિરુદ્ધ લડ્યા, કોંગ્રેસ પાર્ટીએ તેમને હરાવ્યાં. 2004, 2009માં અમે તેમની વિરુદ્ધ લડ્યા. હું સંસદમાં યોજાનારા ઘણા કાર્યક્રમમાં સામેલ થાવ છું. ત્યાં તેમને જોઈને મને ખુબ દુખ થાઈ છે. હું સંસદમાં અડવાણીની રક્ષા કરૂ છું. હું તેમની સાથે ઉભો રહુ છું. તે તેમના શિષ્ય હતા તેમ આમ કરતા નથી. વડાપ્રધાનના ગુરૂ કોણ હતા- એલકે અડવાણી, મોદીજીએ પોતાના ગુરૂનું શું કર્યું, કોઇ કાર્યક્રમમાં તેમનું સન્માન કરતા નથી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા તેમની ઈજ્જત કરવાની છે. અમારામાં અને તેનામાં આ તફાવત છે. 

વાજયેપીને જોવા સૌથી પહેલા હું ગયો
રાહુલે કહ્યું, અમે વાજયેપીની વિરુદ્ધ લડ્યા, પરંતુ વાજયેપીએ હિન્દુસ્તાન માટે કામ કર્યું. તેઓ દેશના પીએમ રહ્યાં છે. અમે તેમના પદનો આદર કરીએ છીએ. જો વાજયેપીજી બીમાર છે તો અમે તેમની સાથે ઉભા રહીશું. આ અમારો ઈતિહાસ છે. હું થોડુ વધું બોલી ગયો. 

Congress

ભાજપ વિરુદ્ધ કાઢો લિસ્ટ
રાહુલે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું, જ્યાં પણ ભાજપના લોકો આગ લગાડે છે. ત્યાં તમારૂ કામ પાણી છાંડવાનું છે. ભાજપ અને આરએસએસ એકબાદ એક જૂઠ બોલે છે. તમે લિસ્ટ કાઢો. તેમને કહો, પીએમ મોદીના 15 લાખ રૂપિયા, 2 કરોડ રોજગાર, કિસાનોને યોગ્ય ભાવના વાયદાનું શું થયું? તમે જનતાને જણાવો કે, નોટબંધી, ગબ્બર સિંહ ટેક્સ લાવ્યા. ચીનના રાષ્ટ્રપતિની સાથે ઝુલે જુલ્યા. રાફેલ ડીલ, ડોકલામ, અમિત શાહ અને પીયૂષ ગોયલ વિશે જણાવે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news