વડોદરાની માંજલપુર બેઠક પર BJPનું કોકડું ઉકેલાયું, સતત 8 મી વખત યોગેશ પટેલને આપી ટિકિટ, કર્યો મોટો દાવો
Gujarat Election 2022: માંજલપુર બેઠક પર ભાજપે યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કર્યા છે. યોગેશ પટેલનો દાવો કર્યો હતો કે આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર કોંકડું ગૂંચવાયેલું હતું. પરંતુ આજે સવારે વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ ટિકિટ આપી હોવાનો યોગેશ પટેલે દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મને મોવડી મંડળ તરફથી ફોન આવી ગયો છે. જેથી આજે યોગેશ પટેલે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
માંજલપુર બેઠક પર ભાજપે યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કર્યા છે. યોગેશ પટેલનો દાવો કર્યો હતો કે આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપે સતત 8મી વખત યોગેશ પટેલને ટિકિટ આપી છે. યોગેશ પટેલ આજે સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે જશે.
ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી હતી, પરંતુ એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર યોગેશ પટેલના કારણે કોકડું ગૂંચવાયેલું હતું. અગાઉ માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી, ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ તેમને આઠમી વખત તક આપી છે.
આજે બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ બેઠક પર અનાર પટેલનું નામ ચર્ચામાં હતુ. અનાર પટેલનું નામ ચર્ચામાં આવતા યોગેશ પટેલ નારાજ પણ થયા હોવાની પણ માહિતી મળી હતી. જેના કારણે ભાજપે અત્યાર સુધી સત્તાવાર ઉમેદવાર જાહેર પણ કર્યો નથી. ત્યારે હવે યોગેશ પટેલને ફોન કરીને માહિતી અપાઈ હોવાનો પૂર્વ મંત્રીએ દાવો કર્યો છે.
કોણ છે યોગેશ પટેલ?
- 23 જુલાઈ 1946માં જન્મ થયો
- ગુજરાતના મોટા રાજકીય ચહેરામાંથી એક
- સતત સાત ટર્મથી ધારાસભ્ય
- 5 વખત રાવપુરાથી ધારાસભ્ય બન્યા
- માંજલપુરથી સતત 2 ટર્મથી ધારાસભ્ય
- 35 વર્ષથી સતત ધારાસભ્ય રહેનાર ભાજપના એકમાત્ર નેતા
- રૂપાણી સરકારમાં મંત્રી બન્યા
- લડાયક મિજાજ માટે વિસ્તારમાં જાણીતા
- 1990થી વિધાનસભાના સભ્ય
- અત્યંત સાદું જીવન જીવે છે
- ભાજપમાં રહીને તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા
માંજલપુર બેઠક
- 2012માં માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવી
- બેઠક પર પાટીદાર, હિંદીભાષી અને મરાઠી મતદારોનું પ્રભુત્વ
- બેઠક પર ભાજપની પકડ મજબૂત
- માંજલપુરમાં જાતિવાદનો કોઈ પ્રશ્ન નહીં
- બેઠક પર કુલ 3 લાખ 23 હજાર 93 લોકોનો વસવાટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે