અમદાવાદ પોલીસને ગુના પકડવામાં સૌથી વધારે મદદ કરતા યંત્ર વિશે નહી જાણતા હો

અમદાવાદ પોલીસને ગુના પકડવામાં સૌથી વધારે મદદ કરતા યંત્ર વિશે નહી જાણતા હો

* શહેરની સુરક્ષામાં વધારો કરે છે સીસીટીવી
* વાહનના નંબરનાં આધારે આરોપી સુધી પહોંચાય છે
* CCTV માં દેખાતા આરોપીનું બચવુ બને છે અશક્ય
* શહેર પોલીસે મોટાભાગનાં ગુના ઉકેલવા લીધી મદદ

મૌલિક ધામેચા/અમદાવાદ : તહેવારોનાં સમયમાં લોકો જ્યારે પોતાનાં પરિવાર સાથે બહાર ફરવા જાય અથવા તો પોતાનાં વતનમાં જાય તે સમયે ચોર ટોળકી ખાસ સક્રિય થાય છે. ચોરીનાં ગુનાને અંજામ આપે છે. અમદાવાદમાં પણ છેલ્લાં 10 દિવસમાં અનેક વિસ્તારમાં ચોરીની ધટનાઓ સામે આવી છે. ત્યારે હત્યા, લૂંટ, ચોરી જેવા ગુનાઓનાં ડિટેક્શન માટે શહેરમાં લાગેલા 1200 કેમેરા સૌથી વધુ મદદરૂપ થાય છે. આ કેમેરા પોલીસની આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. 

અમદાવાદ શહેર ધીમે ધીમે વિકાસની હરળફાળ ભરવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે, પરંતુ ગુનાખોરીનાં દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. લૂંટ, હત્યા, ચોરી, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓનો આંકડો સતત વધતો જાય છે. આ બધા પ્રકારનાં ગુનાઓમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સોથી વધુ મદદરૂપ કડી કોઈ હોય તો તે શહેરમાં તમામ ચાર રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરા છે. આરોપી ગમે તેટલુ પોતાનાં ગુનાને છુપાવાનો પ્રયત્ન કરે પરંતુ તેની એક ભૂલ તેને જેલનાં સળિયા પાછળ ધકેલી દે છે. ત્યારે આ સીસીટીવીની મદદથી આરોપીઓ કઈ રીતે પકડાય છે આવો જાણીયે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બનેલી અનેક લૂંટ, બળાત્કાર, ચોરી અને હત્યા જેવી ધટનાઓમાં પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે ગણતરીનાં કલાકોમાં આરોપી સુધી પહોંચી શકી છે.અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગુજરાત ATS જેવી એજન્સી પણ સીસીટીવીનાં આધારે અનેક ગુનાનાં મૂળ સુધી પહોંચી શકી છે.ત્યારે કંટ્રોલરૂમમાં દેખાતા આ દ્રશ્યોમાં કામ કરતા તમામ પોલીસકર્મીઓ સતત પોતાની બાજનજરથી શહેરમાં વોચ રાખતા હોય છે અને શહેરની સુરક્ષા માટે કામ કરે છે.

હાલમાં શહેરનાં અલગ અલગ ચાર રસ્તાઓ પર લાગેલા તમામ સીસીટીવી કેમેરા દિવસ અને રાત બન્ને સમયે કામ કરી શકે તે પ્રકારે લગાવાયા છે. તેવામાં શહેર પોલીસ દ્વારા અમદાવાદનાં નાના-નાના વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાવી સમગ્ર શહેરને પોલીસની નજર હેઠળ સુરક્ષીત રાખવાનાં ઉદ્દેશ્યથી આગામી દિવસોમાં શહેરનાં અન્ય રસ્તાઓ પર પણ કેમેરા લગાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news