અરવિંદ કેજરીવાલનો Exclusive ઈન્ટરવ્યૂ : છાતી ઠોકીને કહ્યું, મારી ગેરેન્ટી ફેવિકોલની જેમ પાક્કી હોય છે

Gujarat Elections 2022 : વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલો દેખાડશે દમ...? આપની થશે જીત કે પછી થશે સૂપડા સાફ... આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીને સીધા અને તીખા સવાલ... જુઓ ZEE 24 કલાક પર શીર્ષસંવાદ
 

અરવિંદ કેજરીવાલનો Exclusive ઈન્ટરવ્યૂ : છાતી ઠોકીને કહ્યું, મારી ગેરેન્ટી ફેવિકોલની જેમ પાક્કી હોય છે

Gujarat Elections 2022 : 2022 ની ગુજરાત વિધાનસભની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, હવે વાર-પલટવારની રાજનીતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં પહેલીવાર ત્રણ રાજકીય પાર્ટી વચ્ચે કસોટી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ગુજરાતની 2022 ની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે, જેમાં ત્રીજો મોરચો આપનો છે. આપની એન્ટ્રીથી ચૂંટણીનો આખો મહાસંગ્રામ રસપ્રદ બન્યો છે. ઝી 24 કલાકના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં એડિટર દિક્ષીત સોની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાતમાં આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવીએ કરી ખાસ વાત. 

પત્રકારથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની સફર કેવી રહી?
ઈસુદાન ગઢવી : પત્રકાર હતો ત્યારે પણ મુદ્દાની પત્રકારિતા કરતો હતો. શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, ખેડૂતોના પાક વીમાની વાત હોય, ખેડૂતોને ભાવ મળતા ન હોય, વીજળી-પાણી ન મળે, ભ્રષ્ટાચાર ચાલતો હોય. રોજ મારો શો ચાલતો. તેમાં ભ્રષ્ટાચારની હેલ્પલાઈન બોલતો, તેમાં મને લોકોને ફોન આવતો, અઘિકારીઓ પકડાતા. આ બધાથી છેવટે એવુ થયું કે, પત્રકારની એક લક્ષ્મણ રેખા હોય છે. પત્રકારની લાઈફ લક્ઝુરિયસ લાઈફ હતી, શાંતિનુ જીવન હતું. જ્યારે રાજનીતિમાં આવ્યો. મજબૂરીમાં રાજનીતિમાં આવવુ પડ્યું, કારણ કે, ગંદકી સાફ કોણ કરે. પ્રજાની પીડા ઉઠાવુ છું, તો પીડા નથી થતી. આનંદ થાય છે.  

ગત ચૂંટણી પહેલા તમે ગુજરાતની મુલાકાત વધુ કરી, માહોલ કેવો છે?
અરવિંદ કેજરીવાલ : જે રીતે ગુજરાતના લોકોને પ્રેમ વિશ્વાસ મળ્યો, મને લોકો ભાઈ-દીકરો કહેવા લાગ્યા છે. હુ તેમનો આભારી છું. પ્રોમિસ કરું છું, કે ચૂંટણી જીત્યા બાદ ગુજરાતના દરેક પરિવારનો ભાઈ બનીને તમારા પરિવારની જવાબાદરી હું સંભાળીશ. સૌથી પહેલા મોંઘવારીથી છૂટકારો આપીશ. જૂનુ વીજળી બિલ માફ કરીશ, અને નવુ બિલ આવશે નહિ. આ જન્મમાં તો હું સદભાગ્યુ છું. 

ગુજરાતની રગરગમાં બીજેપીનું ડીએનએ છે તેવુ કહેવાય છે, તો આ સ્થિતિને આપ કેવી રીતે બદલશે? 
અરવિંદ કેજરીવાલ : ગત 27 વર્ષમાં ભાજપે તો કંઈ મફત આપ્યુ નથી, તો પછી તેમના માથા સાડા ત્રણ લાખ કરોડનું દેવુ કેવી રીતે થઈ ગયું. દિલ્હીમાં અમે બધુ મફત આપ્યું, છતાં અમારા પર દેવુ નથી. અમારી સરકાર દેવામા નથી. શુ ફરક થે બંને જગ્યાએ. અહી ભ્રષ્ટાચાર વધુ છે. ધારાસભ્યો રાજનીતિમાં આવતા પહેલા 2000 મહિનાની આવક કરતા હતા, હવે તેમનુ 20 હજાર કરોડનું સામ્રાજ્ય છે. અન્ય એક ધારાસભ્યના 5 વર્ષમાં એક હજાર એકર જમીન થઈ ગઈ. અમે આવીશું તો, હું કોઈ ધારાસભ્યને રૂપિયા કમાવવા નહિ દઉં, ભ્રષ્ટાચાર કરવા નહિ દઉં, તો લોકોને મફત વીજળી-આરોગ્ય-શિક્ષણ માટે રૂપિયા બચી જશે. ગુરજાતમાં કોઈ સરકારી શાળામાં એટલી ખરાબ હાલત છે કે, રીક્ષાવાળો પણ તેના બાળકને ત્યાં ભણાવવા માંગતો નથી. દિલ્હીમા સરકારી શાળા એટલી સારી બનાવી કે પ્રાઈવેટ સ્કૂલમાંથી લોકો નામ હટાવી રહ્યાં છે. દિલ્હી-ગુજરાતના મોડલની ટક્કર નથી, પરંતુ અહીં સામાન્ય લોકોના જીવનની વાત છે. લોકોને ઘર ચલાવવાનું છે. દિલ્હીમાં સારવાર ફ્રી છે. તેને વિરોધીઓ તેને મફતની રેવડી કહે છે. 

ગુજરાતનું બજેટ માત્ર અઢી લાખ કરોડનું છે, તો તમે ફ્રીની રેવડી કેવી રીતે આપશો?
અરવિંદ કેજરીવાલ : કેજરીવાલની ગેરેન્ટી ફેવિકોલની જેમ પાક્કી હોય છે. કેજરીવાલ ક્યારેય ખોટું બોલતો નથી. શરૂઆતમાં મેં દિલ્હીમાં જે વાયદા કર્યાં હતા, તે વખતે લોકો મારી મજાક ઉડાવતા હતા. પણ મેં કરી બતાવ્યું. દિલ્હીનું બજેટ નુકસાનમાં ચાલતુ હતું, તેને હું ફાયદામાં લાવ્યો. અમે દિલ્હીનું દેવુ કાઢી નાંખ્યુ. માત્ર નિયત સાફ રાખવી, ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ. 

ભ્રષ્ટાચારના આરોપ તમારી સરકાર પર પણ લાગ્યા છે...
અરવિંદ કેજરીવાલ :
 હા, મારી સરકાર પર પણ આરોપ લાગ્યા જ છે. પરંતું હું કટ્ટર ઈમાનદાર છું. આ એક લાઈન બોલવા માટે જીગર જોઈએ. આખા દેશમાં ભાજપના એક પણ નેતા એવા નથી જે કટ્ટર ઈમાનદાર હોય. કારણ કે, તે બધાએ ભ્રષ્ટાચાર કર્યો છે. એ લોકોએ પોતાના મિત્રોની કરોડોની લોન માફ કરી છે. આ ફ્રીમાં તો કંઈ કર્યુ નહિ હોય. મોરબી દુર્ઘટનામાં કંપનીનું નામ એફઆઈઆરમાં પણ નથી, કંપની અને તેના માલિકને બચાવી રહ્યાં છે. કંઈક તો હશે. અમે પ્રશ્નો ઉઠાવીએ તો અણને ચોર કહે છે. પરંતુ કીચડ મારા પર ચોંટતુ નથી. 

ત્રીજો મોરચો ગુજરાતમાં ક્યારેય ફાવ્યો નથી, એ વિશે શું કહેશો
ઈસુદાન ગઢવી :
 જ્યાં સુધી પહેલી કે બીજી પાર્ટી નાબૂત અને નબળી ન બને, ત્યા સુધી ન ચાલે. જે લોકો પોતાના સ્વાર્થ માટે પાર્ટી બનાવે તેના પર લોકો વિશ્વાસ ન કરે. કોંગ્રેસ ખતમ થઈ એટલે આપે વિપક્ષની જવાબદારી લઈ લીધી હતી. કોંગ્રેસે વાયદા કર્યા, પણ કોઈએ સ્ટેટસ ન મૂક્યું. અમારા ગ્રેડપેની ગેરેન્ટીને લોકોએ સ્ટેટસમાં મૂક્યું. અરવિંદજીની સભામાં લાખો પબ્લિક ઉમટી છે. 52 હજાર બૂથ પર મારા બૂથ કમિટિ બનાવીને ટ્રેનિંગ અપાઈ ચૂકી છે. 2 લાખ 80 હજાર કાર્યકર્તા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે. અમારા ગેરેન્ટી કાર્ડ ખૂટી રહ્યાં છે. 

અરવિંદ કેજરીવાલ : દિલ્હીમાં માત્ર બે જ પાર્ટી હતી. જ્યારે જ્યારે ત્રીજી પાર્ટીએ ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે ત્યારે હારી ગયા. ત્યાં પણ લોકો એમ જ કહેતા હતા. કંઈને કંઈ તો દૈવીય શક્તિ અમારો સાથે આપે છે. હું પણ નાના આંદોલનથી નીકળીને પાર્ટી સુધી પહોંચ્યો. અચાનક દિલ્હીમાં અમારી સરકાર બની, એ પણ બે વાર. કોંગ્રેસની 0 સીટ આવી. ભાજપની 3 સીટ હતી. આ ચમત્કાર થયો હતો. તમારો જવાબ તમને 8 ડિસેમ્બરે બનશે. પંજાબમાં પણ એવુ જ થયું. અમે આવીએ છીએ તો તોફાનની જેમ આવીએ છીએ. આ વખતે અમે દમ સાથે ચૂંટણી લડી રહ્યાં છીએ. 

આમ આદમી પાર્ટી બી ટીમની જેમ કામ કરે છે, શું સાચું છે
અરવિંદ કેજરીવાલ :
 અમે જનતાની ‘એ’ ટીમ છીએ. અમે જનતાના મુદ્દાની વાત કરીશું. આઝાદ ભારતની રાજનીતિમાં કોઈએ સારી શાળા બનાવી નથી. પહેલીવાર નવી રાજનીતિ લોકો સામે આવી છે. આ એક નવી રાજનીતિ છે. 

તમારા મુદ્દા વોટમાં તબદીલ થશે? 
ઈસુદાન ગઢવી :
 હંમેશા ચૂંટણી આશાથી લડાતી હોય છે. અરવિંદ કેજરીવાલ હિન્દુસ્તાનમાં આશા જગાવી છે. તેમને ગુજરાતમા પ્રેમ મળ્યો છે. જ્યારે આશા હોય ત્યારે જ્ઞાતિ-જાતિ સમીકરણો નીકળી જાય છે. 8 ડિસેમ્બરે ઈશ્વર ચમત્કાર કરશે. ગુજરાતના લોકો મને આશાથી જોઈ રહ્યાં છે. જેમાં ખેડૂતો, બેરાજગાર યુવકો, વેપારીઓ, કર્મચારીઓ જેઓ લડે છે. તે બધા માનતા પર ઉતર્યા છે કે, તમારે આવવુ પડશે. હું સામાન્ય ખેડૂત માલધારી પરિવારમાંથી આવ્યો છું, તેમાંથી પત્રકાર બન્યો, મારે ફક્ત ગુજરાતની પ્રજા માટે લડવુ છે. 

ઈસુદાન ગઢવીને કેમ CM પદના ઉમેદવાર બનાવ્યા. શીર્ષ સંવાદમાં અરવિંદ કેજરીવાલે ઝી 24 કલાકના મંચ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતના લોકોએ ઈસુદાનને CM પદના ઉમેદવાર બનાવ્યા છે. તો OTP ફોર્મ્યુલા વિશે કેજરીવાલે મોટો ખુલાસો કરતા કહ્યું કે, O ફોર OBC, T ફોર ટ્રાઈબલ, P ફોર પાટીદાર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news