ભગવાન કોઈને ના આપે આવું દુઃખ! 1 વર્ષના બાળકને આપવામાં આવી દુનિયાની સૌથી મોંઘી દવા!

ભગવાન કોઈને ના આપે આવું દુઃખ! 1 વર્ષના બાળકને આપવામાં આવી દુનિયાની સૌથી મોંઘી દવા!

નવી દિલ્લીઃ સ્પાઈનલ એટ્રોફી એક એવી બિમારી છે જેમાં ના તો બાળક બેસી શકે છે ના તો ઊભો રહી શકે છે. આ બિમારી પીડિત વ્યક્તિ માટે ચાલવું અને ફરવું એક સ્પન જેવું હોય છે. ઈગ્લેન્ડના એક બાળકને દુનિયાની સૌથા મોંઘી દવા આપવામાં આવી. તમે જાણીને હેરાન રહી જશો કે આ દવાની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. આ એક વર્ષના બાળકનું નામ એવર્ડ છે. એડવર્ડ સ્પાઈન મસ્કુલર એટ્રોફી (SMA) બિમારીથી પીડીત છે.જે બાળકને આ બિમારી થાય છે તેની માસપેશિયોની ગ્રોથી માટે જરૂરી પ્રોટીન મળતું નથી.કરોડરજ્જુ સાથે સંકળાયેલી બીમારી-
આ બિમારીનો ઈલાજ ખુબ મુશ્કેલ અને મોંઘો છે. જો કે ઈગ્લેન્ડના એક વર્ષના બાળક એડવર્ડની સારવાર શરૂ થઈ ગઈ છે. આ બિમારી કરોડરજ્જુ સાથે સંકળાયેલી હોવાથી વ્યક્તિ ના તો બેસી શકે છે ના તો ઊભુ રહી શકે છે.
એડવર્ડને દુનિયાની સૌથી મોંઘી દવા Zolgensma અપાઈ રહી છે. આ દવા અત્યાર સુધી દુનિયાની સૌથી મોંઘી દવાના રૂપમાં ઓળખાય છે. આ દવા થકી માંસ પેશિયોમાં જરૂરી પ્રોટીમની કમી પૂરી  કરવામાં આવે છે. કરુડરજ્જુની આ દવાના પ્રભાવના કારણે ફરીથી મજબૂત થવા લાગે છે. આ દવાથી વ્યક્તિ ઉઠવા અને બેસવા માટે સક્ષમ થવા લાગે છે. જણાવી દઈએ કે આ એક રીતે જીન થેરાપી છે. એડવર્ડને ઓગસ્ટ મહીનામાં આ દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો.ખુશ જોવા મળી એડવર્ડની માતા-
એડવર્ડની માતા પોતાના બાળક માટે ખૂબ ખુશ છે. એડવર્ડની માતાને આશા છે કે તેમનો એડવર્ડ પણ અન્ય બાળકોની જેમ ચલવા ફરવા અને દોડવા લાગશે. એડવર્ડની માતાએ જણાવ્યું કે, જ્યારે તેમના ઘરમાં એડવર્ડનો જન્મ થયો હતો તો તેમનો પરિવાર ખૂબ ખુશ હતો પરંતુ જ્યારે પરિવારને એડવર્ડની બિમારી વિશે જાણ થઈ તો તોમને બધી ખુશી ગાયબ થઈ ગઈ. જો કે મેડિકલ સાયન્સે Zolgensma નામની જીન થેરાપીના રૂપમાં એક નવો કરિશ્મો કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news