કેન્સરને કારણે મૃત્યુથી બચવા માટે બે બાબતો જરૂરી છે, સારી રીતે સમજી લો

Cancer symptoms: અમેરિકાના નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યૂટ અનુસાર સ્ટેજ-1માં કેન્સર ઠીક થવાની સંભાવના 95 ટકા સુધી રહે છે, જ્યારે સ્ટેજ-4 આવતા-આવતા સાજા થવાની સંભાવના 6 ટકાથી પણ ઓછી રહે છે. 

કેન્સરને કારણે મૃત્યુથી બચવા માટે બે બાબતો જરૂરી છે, સારી રીતે સમજી લો

નવી દિલ્હીઃ કેન્સરને કારણે થનારા મોતોથી બચવા માટે બે વસ્તુ સૌથી જરૂરી છે, એક તો સ્વસ્થ જીવનશૈલી અને બીજુ શરીરમાં કોઈપણ અસમાનતા સતત બનેલી છે તો તેને નજરઅંદાજ કરવી નહીં. કેન્સર જ્યારે પ્રાઇમરી સ્ટેજ (જે ભાગમાં વિકસિત થયું, ત્યાં સુધી સીમિત રહે છે) માં થાય છે તો સારવાર સરળ હોય છે અને જીવતા રહેવાની સંભાવના વધી જાય છે. સેકેન્ડરી સ્ટેજમાં તે મેટાસ્ટેસિસ થઈને બાકીના ભાગમાં પણ ફેલાવા લાગે છે, જેનાથી સારવાર મુશ્કેલ બને છે. તેનાથી મૃત્યુનો ખતરો 90-95 ટકા વધી જાય છે. ભાગતમાં કેન્સરના 70-80 ટકા મામલા ત્રીજા તથા ચોથા સ્ટેજમાં સામે આવે છે.

અમેરિકાના નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યૂટ અનુસાર સ્ટેજ-1માં કેન્સર ઠીક થવાની સંભાવના 95 ટકા સુધી હોય છે, જ્યારે સ્ટેજ-4માં આવતા સ્થિતિ ઠીક થવાની સંભાવના 5 ટકાથી પણ ઓછી રહી જાય છે. કેન્સરની સારવાર માટે ઘણી થેરેપી ઉપલબ્ધ છે. તેની પસંદગી તે આધારે કરવામાં આવે છે કે કેન્સર ક્યા તબક્કામાં છે. દર્દીનું સ્વાસ્થ્ય અને ઉંમર કેટલી છે. જે દર્દીઓની ઉંમર 75-80 વર્ષ છે, તીમોથેરેપી અને રેડિએશન થેરેપીની સાઇડ ઈફેક્ટ્સને જોતા, ટાર્ગેટ થેરેપી અને ઇમ્યુન થેરેપેથી સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ લક્ષણોને નજરઅંદાજ ન કરો
કેન્સરના કેટલાક લક્ષણ ખુબ સામાન્ય હોય છે, જે બીજા રોગમાં પણ જોવા મળે છે. તેથી ખુદ કોઈ પરિણામ પર ન પહોંચો. શરીરના કોઈ ભાગમાં ઉભાર કે ગાંઠ, કોઈ ભાગમાંથી લોહી નિકળવુ, ઉધરસ તથા ગળામાં ખારાશ, મળ ત્યાગની આદતમાં ફેરફાર, મૂત્ર માર્ગ સાથે જોડાયલી સમસ્યા, દુખાવો, વજન ઘટવા લાગવું, ગળે ઉતરવામાં સમસ્યા, વારંવાર તાવ આવવો, સતત થાક તથા ચામડીમાં ફેરફાર, શ્વાસ ચઢવો કેન્સરના કેટલાક લક્ષણ છે. જો આમાંથી કોઈ લક્ષણ લાંબા સમયથી છે અને સમયની સાથે ગંભીર થઈ રહ્યાં છે તો તેને નજરઅંદાજ ન કરો. 

કેન્સરથી બચાવના ઉપાય
રિસર્ચ કહે છે કે પૌષ્ટિક ખાનપાન, એક્ટિવ લાઇફસ્ટાઇલ અને નિયંત્રિત વજન રાખી કેન્સરના જોખમને ઘટાડી શકાય છે. આ સિવાય નીચે આપવામાં આવેલી વસ્તુને ફોલો કરો.
- ફેટ, ખાંડ અને લાલ માંસના સેવનથી બચો.
- ફળ-શાકભાજી વધુ ખાવો અને નિયમિત કસરત કરો.
- દારૂ, ધૂમ્રપાન તથા તમાકુના સેવનથી બચો.
- તણાવ મુક્ત રહેવા માટે જરૂરી ઉપાય અપનાવો.
- પરિવારના કોઈ સભ્યને કેન્સર રહ્યું છે તો નિયમિત તપાસ કરાવતા રહો.

(Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય કરતા પહેલા નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news