સાઉદી નહીં, ભારત બનશે વિશ્વમાં મુસ્લિમોનો નવો ગઢ! અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Muslim population in the world: રિપોર્ટ અનુસાર, વિશ્વના મોટાભાગના મુસ્લિમો હાલમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં રહે છે. વિશ્વની લગભગ 61 ટકા મુસ્લિમ વસ્તી આ વિસ્તારમાં રહે છે.

સાઉદી નહીં, ભારત બનશે વિશ્વમાં મુસ્લિમોનો નવો ગઢ! અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Muslim population in the world: દુનિયાભરમાં સતત વધી રહી છે મુસ્લિમોની વસ્તી. વાત જનસંખ્યાની આવે ત્યારે કટ્ટરવાદ હોવા છતાં, વિશ્વમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી હોવાનું રિસર્ચમાં સામે આવ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, આગામી 46 વર્ષમાં ઈસ્લામ ઈસાઈ ધર્મને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ધર્મ બની જશે. નિષ્ણાતોનું કહેવું છે કે ભવિષ્યમાં સાઉદી અરેબિયા કે ઈન્ડોનેશિયા નહીં પરંતુ ભારત ઈસ્લામનો સૌથી મોટો ગઢ હશે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ આ રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યો છે. એવું પણ સામે આવ્યું છેકે, તેની સામે ભારતમાં હિન્દુઓની સંખ્યા સતત ઘટી રહી છે.

મુસ્લિમોની સૌથી વધુ વસ્તી-
રિપોર્ટ અનુસાર, વિશ્વના મોટાભાગના મુસ્લિમો હાલમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં રહે છે. વિશ્વની લગભગ 61 ટકા મુસ્લિમ વસ્તી આ વિસ્તારમાં રહે છે.

મુસ્લિમ વસ્તીમાં ઈન્ડોનેશિયા પ્રથમ ક્રમે છે-
જો દુનિયાના મુસ્લિમ દેશોની વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ હાલ ઈન્ડોનેશિયા સૌથી મોટો દેશ છે. આ પછી પાકિસ્તાન છે, જ્યારે ભારત ત્રીજા સ્થાને છે. જ્યારે મક્કા અને મદીનાના કારણે સાઉદી અરેબિયા સૌથી મોટો ગઢ છે.

મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ગઢ છે-
પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, હાલમાં 19.8 ટકા મુસ્લિમો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં રહે છે. તે જ સમયે, 15 ટકા મુસ્લિમ વસ્તી સહારા રણની આસપાસ આફ્રિકામાં અને લગભગ 3 ટકા યુરોપમાં રહે છે.

વિશ્વમાં 1 અબજ 80 કરોડ મુસ્લિમ છે-
વિશ્વની કુલ વસ્તીમાં અંદાજે 2 અબજ 40 કરોડ ખ્રિસ્તીઓ છે. આ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. આ પછી મુસ્લિમો છે, જેમની વસ્તી 1 અબજ 80 કરોડ છે. પરંતુ ભવિષ્યમાં આ આંકડો બદલાશે.

ખ્રિસ્તી દેશોનો જન્મ દર ઘટી રહ્યો છે-
નિષ્ણાતોના મતે, ખ્રિસ્તી દેશોમાં જન્મ દર ઘટી રહ્યો છે, જેના કારણે વર્ષ 2050 સુધીમાં તેમની વસ્તી 35 ટકાના દરે વધશે. તે જ સમયે, મુસ્લિમોની વસ્તી 73 ટકાના દરે વધતી રહેશે.

વર્ષ 2070 સુધીમાં ઇસ્લામ સૌથી મોટો ધર્મ બની જશે-
રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે 2070 સુધીમાં ઈસ્લામ ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે. તેનું કારણ વિશ્વમાં ઇસ્લામનો વિસ્તરણ નહીં પરંતુ તેમની વસ્તીમાં વધારો હશે.

પાકિસ્તાન સૌથી મોટો મુસ્લિમ દેશ બનશે-
રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે આગામી 26 વર્ષમાં દુનિયામાં ઘણું બદલાઈ જશે. વર્ષ 2030 સુધીમાં ઈન્ડોનેશિયાને પાછળ છોડીને પાકિસ્તાન વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની જશે. પરંતુ આ થોડા વર્ષો માટે જ થશે.

ભારત વિશ્વમાં મુસ્લિમોનો ગઢ હશે-
પ્યુ રિસર્ચ અનુસાર, ભારતમાં મુસ્લિમોની વસ્તી ઝડપથી વધતી રહેશે અને વર્ષ 2050માં ભારત પાકિસ્તાનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની જશે. જો કે સનાતન ધર્મ હજુ પણ નંબર વન રહેશે પણ તેનો પ્રભાવ ઓછો થશે. જ્યારે તેની સામે હિન્દુઓની સંખ્યા સતત ઘટી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news