આ લોકોએ ભૂલથી પણ ખાવા ન જોઇએ રીંગણ, નહીંતર મુશ્કેલીમાં મુકાશો, જાણો કેમ?

Disadvantages of Eating Brinjal: રીંગણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ કેટલાક લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. અન્યથા કોઈ સમસ્યા થઈ શકે છે.

આ લોકોએ ભૂલથી પણ ખાવા ન જોઇએ રીંગણ, નહીંતર મુશ્કેલીમાં મુકાશો, જાણો કેમ?

Side Effects of Eating Brinjal: વરસાદના દિવસોમાં રીંગણની સબજીની પુષ્કળ માંગ હોય છે. કેટલાક તેને શાક તરીકે ખાય છે તો કેટલાક ભડથું બનાવીને ખાય છે. રીંગણની કઢી ખાવાના પણ પોતાના ફાયદા છે. તબીબોના મતે તેનો ઉપયોગ બ્લડ સુગર, હ્રદય રોગ સહિત અનેક હઠીલા રોગોમાં લાભ આપે છે. જો કે, કેટલાક લોકો એવા છે જેમણે રીંગણ ખાવાથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો તેમને નફાને બદલે નુકસાન વેઠવું પડી શકે છે. આવો જાણીએ ક્યા લોકોએ રીંગણ ખાવાથી બચવું જોઈએ.

રીંગણ ખાવાના નુકસાન (Disadvantages of Eating Brinjal)

પાઇલ્સ
જે લોકો પાઈલ્સથી પીડિત છે તેઓએ રીંગણથી (Disadvantages of Eating Brinjal) દૂર રહેવું જોઈએ. જો તમે આવુ નહી કરો તો તમારી પાઈલ્સ ની સમસ્યા વધી શકે છે.

પેટની ગરબડવાળા લોકો
જે લોકોને વારંવાર પેટની સમસ્યા રહે છે, તેઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી ગેસ-એસિડિટી વધી શકે છે, જેના કારણે કંઈપણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

લોહીની ઉણપ
જે લોકોને લોહીની ઉણપની ફરિયાદ હોય, તેમણે ભૂલથી પણ રીંગણ  (Disadvantages of Eating Brinjal) ન ખાવા જોઈએ. આમ કરવાથી શરીરમાં લોહીના નિર્માણમાં અવરોધ આવે છે, જેના કારણે શરીર નબળું પડી જાય છે.

એલર્જી હોય
ત્વચાની એલર્જીથી પીડિત લોકોએ પણ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. આવા લોકો માટે રીંગણનું શાક અથવા ભડથું ખાવાથી નુકસાન થઈ શકે છે. તેનાથી તેમની એલર્જી વધી શકે છે.

પથરી
અચાનક શરૂ થનાર પથરીનો દુખાવો બેહાલ કરી શકે છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે રીંગણ બિલકુલ ન ખાવા જોઈએ. રીંગણમાં જોવા મળતું ઓક્સાલેટ પથરીની સમસ્યાને વધારી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news