તમારી લંબાઈના હિસાબથી કેટલું હોવું જોઈએ તમારું વજન! આટલું જાણીને ડાયેટ લેશો તો બધી તકલીફ થશે દૂર

Weight Calculator: જો તમને લાગે છે કે તમારું વજન વધારે છે. કદાચ એવું ન પણ હોય. જોકે તમારી ઉંચાઈના હિસાબથી તમારું વજન હોવું જોઈએ. ત્યારે જાણી લો કે કેટલી ઉંચાઈ હોય તો કેટલું વજન હોવું સ્વસ્થ વ્યક્તિ માટે જરૂરી છે.

તમારી લંબાઈના હિસાબથી કેટલું હોવું જોઈએ તમારું વજન! આટલું જાણીને ડાયેટ લેશો તો બધી તકલીફ થશે દૂર

 

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમને લાગે છે કે તમારું વજન વધારે છે. કદાચ એવું ન પણ હોય. જોકે તમારી ઉંચાઈના હિસાબથી તમારું વજન હોવું જોઈએ. ત્યારે જાણી લો કે કેટલી ઉંચાઈ હોય તો કેટલું વજન હોવું સ્વસ્થ વ્યક્તિ માટે જરૂરી છે. આજકાલ લોકો પોતાના વધતા વજનથી પરેશાન હોય છે. અને તેને ઓછું કરવા માટે કે કંટ્રોલ કરવા માટે અલગ-અલગ ઉપાયો કરે છે. પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના મનથી પોતાને ઓવરવેઈટ માની લે છે અને અલગ-અલગ ડાયેટ ફોલો કરવા લાગે છે. જેના પછી અંડરવેટ થઈ જાય છે. આવું કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમારું વજન વધારે છે કે નહીં. જો તમારું વજન વધારે છે તો તમે તેને ઓછું કરવા કે કંટ્રોલ કરવા માટે કેવા પ્રકારના ઉપાય કરી શકો છો. ત્યારે અમે તમને જણાવીશું કે સરેરાશ ઉંમરના હિસાબથી કોનું કેટલું વજન હોવું જોઈએ.

No description available.

કેવી રીતે ખબર પડે કેટલું વજન છે જરૂરી:
લંબાઈ પ્રમાણે વજનનું સંતુલિત હોવું, શાનદાર સ્વાસ્થ્યનો માપદંડ હોય છે. તેમાં તમે પોતાની લંબાઈ અને ઉંમરના આધારે જાણી શકો છો કે તમારું વજન કેટલું હોવું જોઈએ. મેડિકલ ન્યૂઝ ટુડેના જણાવ્યા પ્રમાણે તમારી લંબાઈ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ અને શું તમે ઓવરવેઈટ તો નથી ને.

લંબાઈ મુજબ વજનનું ગણિત:
- 4 ફૂટ 10 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 41થી 52 કિલોગ્રામ હોવું જોઈએ.
- 5 ફૂટ લંબાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 44થી 55.7 કિલોગ્રામ હોવું જોઈએ.
- 5 ફૂટ 2 ઈંચ લાંબા વ્યક્તિનું વજન 49થી 63 કિલોગ્રામ હોવું જોઈએ.
- 5 ફૂટ 4 ઈંચ લાંબા વ્યક્તિનું વજન 49થી 63 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ.
- 5 ફૂટ 6 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું વજન 53થી 67 કિલોગ્રામ હોવું જોઈએ.
- 5 ફૂટ 8 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું વજન 56થી 71 કિલોગ્રામ હોવું જોઈએ.
- 5 ફૂટ 10 ઈંચ લંબાઈવાળા વ્યક્તિનું વજન 59થી 75 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ.
- 6 ફૂટ લાંબા વ્યક્તિનું સામાન્ય વજન 63થી 80 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news