Brain Damaging Habits: સાવધાન, તમારી કેટલીક આદતો તમારા મગજને કરી શકે છે ડેમેજ

કોઈ બુકમાં, બ્લોગ્સમાં, વ્લોગ્સમાં કે પછી ટીવીમાં તમારા શરીરની સ્ફૂર્તી અને તંદુરસ્તીની અનેક વાતો થાય છે, પણ ક્યારેય મગજની તંદુરસ્તી અને સ્ફૂર્તીની વાતો ક્યારેય નથી થતી. આજના દોડદોડની લાઈફસ્ટાઈલમાં મગજને ખુબ જ પ્રેશર સહન કરવુ પડે છે. તેવામાં તમારી આદતોથી મગજને ડેમેજ થવાની સંભાવનાને આપ ના વધારો.

ઉંઘની કમી
સારી ઉંઘ ના લેવાના કારણે આપના શરીરને થકાન જરૂરથી લાગશે પરંતુ તેની સાથે સાથે મગજના મિકેનિઝમ પર પણ ખરાબ અસર પડે છે. ઉંઘ પુરી ના થવાના કારણે મગજની સાથે સાથે મેમરી પર પણ ખરાબ અસર પડી શકે છે.

મીઠાનો વધુ ઉપયોગ
મીઠાનો વધુ પડતો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. જેના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે. સ્ટ્રોકની સંભાવના એટલે કે બ્રેન ડેમેજની શક્યતા. તે સિવાય આપે નોઈસ પોલ્યુશનથી પણ બચવુ જોઈએ. કાનમાં જરૂર કરતા વધારે અવાજ પહોંચવાથી પણ ખરાબ અસર પડી શકે છે.

એકલતાનો શિકાર
તમારી પાસે કોઈ વ્યક્તિ એવુ હોવુ જોઈએ જેની સાથે આપ બધી જ તકલીફ શેર કરી શકો. તમારી અંદર વાતો ભરી રાખવાથી પણ સ્ટ્રેસ થઈ શકે છે. જો આપ આપનો સ્ટ્રેસ કોઈની સાથે વાતો શેર કરીને રીલિઝ કરી શકો તો તેનાથી મગજ પણ શાંત  અને રિલેક્સ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news