Alert! મોમોઝ બહુ ભાવતા હોય તો ચેતી જજો...ધીમું ઝેર છે, આ 5 નુકસાન જાણીને ખાવાનું ભૂલી જશો

Disadvantages of momos: તમે પણ જો મોમોઝ ખાવાના શોખીન હોવ તો તમારા માટે સાવધાન થઈ જવાનો સમય આવી ગયો છે. રાંચી રિમ્સના ન્યૂરો અને સ્પાઈન સર્જન ડો.વિકાસકુમારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છે કે મોમોઝ તમારા જીવનને બરબાદ કરવા માટે પૂરતા છે. તે માણસને અંદરથી ખોખલા બનાવવાનું કામ કરે છે. 

Alert! મોમોઝ બહુ ભાવતા હોય તો ચેતી જજો...ધીમું ઝેર છે, આ 5 નુકસાન જાણીને ખાવાનું ભૂલી જશો

Disadvantages of momos: આજકાલ તો જ્યાં જુઓ ત્યાં ફાસ્ટફૂડનું બજાર ફૂલે ફાલે છે. બાળકોથી માંડીને મોટા સુધીના લોકો માટે તે ફેવરિટ બની ગયું છે. ફાસ્ટફૂડમાં મોટાભાગે એવી વસ્તુઓ હોય છે જે મેંદામાંથી બનતી હોય છે. જે સ્વાસ્થ્યને સીધી રીતે નુકસાન પહોંચાડે છે. આમ તો બધુ ફાસ્ટફૂડ લોકપ્રિય હોય છે પરંતુ મોમોઝ સૌથી ઉપર છે. આજકાલ તો દરેક ગલી દુકાન કે હોટલમાં તમને મોમોઝ જોવા મળી જશે. આ ખાનારાની  લાઈનમાં યુવાઓ અને કિશોરો વધુ જોવા મળશે. કેટલાક તો તેના નુકસાન અંગે પણ જાણતા હશે. પરંતુ આમ છતાં બેદરકાર બની રહ્યા છે. રાંચી રિમ્સના ન્યૂરો અને સ્પાઈન સર્જન ડો.વિકાસકુમારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છે કે મોમોઝ  તમારા જીવનને બરબાદ કરવા માટે પૂરતા છે. તે માણસને અંદરથી ખોખલા બનાવવાનું કામ કરે છે. 

કેવી રીતે કરે છે નુકસાન

આ મોમોઝ તમારા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તે ખાસ જાણો....

આંતરડાઓ માટે ઘાતક
મોટાભાગના કિશોર, યુવા અને મહિલાઓ સાંજ પડતા જ મોમોઝનો સ્વાદ લેવા માટે દુકાનો સુધી પહોંચી જતા હોય છે. પરંતુ આમ કરવું ખોટું છે. કારણ કે મેંદામાંથી બનેલા મોમોઝ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જે મેંદાથી મોમોઝ બને છે તે ઘઉનું જ એક ઉત્પાદન છે. પરંતુ તેમાંથી પ્રોટીન અને ફાઈબર  કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ ફક્ત મૃત સ્ટાર્ચ જ રહી જાય છે. આ પ્રોટીન રહીત મેંદો શરીરમાં જઈને હાડકાને શોષી લે છે. મેંદો અનેકવાર બરાબર ડાઈજેસ્ટ ન થવાથી આંતરડાઓમાં ચોંટી શકે છે અને આંતરડાને બ્લોક કરી શકે છે. 

કિડનીને નુકસાન
મોમોઝ અનેક બીમારી નોતરી શકે છે. તેના સેવનથી માણસ અનેક બીમારીઓના સકંજામાં ફસાઈ શકે છે. જેમાંથી બહાર કાઢવો મુશ્કેલ બને છે. હકીકતમાં જે મેંદાથી મોમોઝ બને છે તે મેદાને કેમિકલથી ચિપકાવવામાં આવે છે. આ કેમિકલને બેંજોયલ પેરોક્સાઈડ કહે છે. આ એ જ રાસાયણિક બ્લિચ છે જેનાથી ચહેરાની સફાઈ થાય છે. આવામાં આ બ્લિચ આપણા બોડીમાં જઈને કિડની અને પેનક્રિયાઝને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત મેંદો ડાયાબિટિસના જોખમને પણ વધારે છે. 

आइए साइंटिफिक तरीके से आपको 5 रीजन बता रहा हूं कि कैसे मोमोज आपके स्वास्थ को खराब कर रहा हैl 👇 #HealthTips ⬇️ pic.twitter.com/ptkJuqBFKq

— Dr Vikas Kumar (@drvikas1111) August 8, 2023

બ્લિડિંગનું જોખમ
પ્રોટીન રહીત મેંદાથી બનેલા આ મોમોઝની સાથે લાલ મરચાની ચટણી પિરસવામાં આવે છે. હકીકતમાં આ ચટણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારની ઉત્તેજક ચટણી ખાવાથી તમને પાઈલ્સ, અને ગેસ્ટ્રાઈટિસ જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે. આ ઉપરાંત આ ચટણી પેટ અને આંતરડાઓમાં બ્લિડિંગનું જોખમ પણ વધારે છે. આવામાં જરૂરી છે કે મેંદાથી બનેલી આવી ચીજોને ખાવાથી અંતર જાળવીએ. 

વજન વધવું
મેંદાથી બનેલા મોમોઝ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે તેટલા જ નુકસાનકારક હોય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમે અનેક બીમારીઓની ઝપેટમાં આવી શકો છો. અત્રે જણાવવાનું કે કેટલાક મોમોઝ વેચનારા લોકો ટેસ્ટ વધારવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. આ કેમિકલ મોનોસોડિયમ ગ્લુટામેટ કહેવાય છે. આ કેમિકેલ મોમોઝનો સ્વાદ વધારવા અને સુગંધિત બનાવવાનું કામ કરે છે. આવા કેમિકલયુક્ત મેંદો ખાવાથી મોટાપો વધવો, બ્રેઈનની સમસ્યા, ચેસ્ટ પેઈન, હાર્ટરેટ અને બીપી વધવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. 

ઈન્ફેક્શનનું જોખમ
તમારી જીભના સ્વાદ તમારા સ્વાસ્થ્ય પર ખોટી અસર નાખી શકે છે. હકીકતમાં મોમોઝ ઈન્ફેક્શન અને બાળકોમાં નવું લોહી બનાવવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ નોનવેજ મોમોઝ પણ બનાવવામાં આવે છે. આ મોમોઝમાં મોટાભાગે ડેડ એનિમલ્સના મીટને ભેળવવામાં આવે છો, અથવા તો વધુ સમય સુધી રાખી મૂકવાના કારણે તે નુકસાનકારક પણ બની જાય છે. આ સ્થિતિમાં તમને ઈન્ફેક્શન થવાનું જોખમ વધી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news