Diabetes: ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ પીવું જોઈએ આ 'મેજિકલ પાણી', બ્લડ શુગર થશે કંટ્રોલ!

Home Remedies: સામાન્ય રીતે આપણા શરીરમાં બ્લડ શુગર કે લોહીમાં ગ્લોકોઝનું પ્રમાણ વધી જાય ત્યારે પેન્ક્રિયાઝ ઈન્શ્યુલિનને રિલીઝ કરે છે. શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે અનેક ઘરઘથ્થું કે કુદરતી ઉપાયોનો સહારો લઈ શકાય છે.

Diabetes: ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ પીવું જોઈએ આ 'મેજિકલ પાણી', બ્લડ શુગર થશે કંટ્રોલ!

હાઈ  બ્લડ શુગર કે જેને હાઈપરગ્લાઈસેમિયા પણ કહે છે...આવી સ્થિતિ ક્યારે ઊભી થાય જ્યારે તમારા બ્લડ સર્ક્યુલેશનમાં વધુ પડતું ગ્લુકોઝ હોય. સામાન્ય રીતે આ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણું શરીર ઈન્શ્યુલિનનો ઉપયોગ કે ઉત્પાદન એટલું સારી રીતે ન કરી શકે. ઈન્શ્યુલિન એક હોર્મોન છે જે બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

સામાન્ય રીતે આપણા શરીરમાં બ્લડ શુગર કે લોહીમાં ગ્લોકોઝનું પ્રમાણ વધી જાય ત્યારે પેન્ક્રિયાઝ ઈન્શ્યુલિનને રિલીઝ કરે છે. શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે અનેક ઘરઘથ્થું કે કુદરતી ઉપાયોનો સહારો લઈ શકાય છે. આવા જ ઉપાયમાં રસોડાનો એક મસાલો પણ સામેલ છે. રસોડામાં રાંધવા માટે ઉપયોગમાં લેવાતા મેથી દાણાના સેવનથી બ્લડ શુગર ઘણા અંશે ઘટાડી શકાય છે. બ્લડ શુગર ઘટાડવા માટે કઈ રીતે મેથી દાણા ફાયદાકારક છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ તે ખાસ જાણો. 

કઈ રીતે ફાયદો કરાવે
મેથીના દાણા ડાયાબિટીસથી પીડિત લોકો માટે ખુબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ દાણામાં ફાઈબર અને અન્ય  કેમિકલ્સ હોય છે, જે પાચન અને શરીર દ્વારા કાર્બોહાઈડ્રેટ અને ખાંડના એબ્ઝોર્બ્શનને ઓછું કરી શકે છે. આ બીજ શરીર દ્વારા ખાંડના ઉપયોગની રીતને વધુ સારી બનાવવા અને ઈન્શ્યુલિનના પ્રમાણને વધારવામાં પણ મદદ કરી શકે છે. આવામાં જો તમે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો મેથીના દાણાનું પાણી નિયમિત રીતે તૈયાર કરીને સવારે ખાલી પેટે પીવું જોઈએ. 

કઈ રીતે પીવું મેથીનું પાણી
મેથીનું પાણી તૈયાર કરવા માટે તમે બે રીત અપનાવી શકો છો. પહેલી રીત એ છેકે સૌ પ્રથમ 1 કપ પાણીમાં 1 ચમચી મેથી દાણા નાખીને આખી રાત તેને પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને પી જાઓ. જો તમે ઈચ્છો તો મેથીના દાણાને ચાવીને ખાઈ પણ શકો છો. 

બીજી રીત એ છે કે 2 કપ પાણી લો, તેમાં મેથીના દાણા નાખીને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને પી લો. પાણીનો સ્વાદ બદલવા માટે તેમાં લીંબુનો રસ ભેળવી શકો છો. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news