Roti Flour: રોટલીના લોટમાં મિક્સ કરો આ 3 માંથી કોઈ એક વસ્તુ, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદા

Roti Flour: ઘઉંના લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધશો તો રોટલી વધારે હેલ્ધી બની જશે. આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. 

Roti Flour: રોટલીના લોટમાં મિક્સ કરો આ 3 માંથી કોઈ એક વસ્તુ, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદા

Roti Flour: દરેક ઘરમાં રોટલી રોજ બને છે. મોટાભાગે ઘઉંના લોટમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. કેટલીક વખત બાજરો, જુવાર, મકાઈ અને ઘઉંના જાડા લોટનો ઉપયોગ પણ થતો હોય છે. પરંતુ મોટાભાગે તો ઘઉંના ઝીણા લોટમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. ઘઉંમાંથી બનતી રોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેને ખાવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે. 

ઘઉંનો લોટ ફાઇબર, પ્રોટીન અને વિટામીન બીથી ભરપૂર હોય છે. પરંતુ જો તમારે સાદી રોટલીના ગુણ વધારવા હોય અને સ્વાસ્થ્ય માટે તેને વધારે ફાયદાકારક બનાવવી હોય તો ઘઉંના લોટમાં ત્રણ વસ્તુઓ ઉમેરવાનું રાખો. ઘઉંના લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધશો તો રોટલી વધારે હેલ્ધી બની જશે. આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. 

રોટલીના લોટમાં મિક્સ કરો સોયાબીન 

રોટલીનો લોટ બાંધો ત્યારે તેને વધારે પૌષ્ટિક બનાવવા માટે સોયાબીન મિક્સ કરી શકાય છે. સોયાબીનને ઘઉં સાથે દળાવીને લોટ તૈયાર કરાવી લેવો. જ્યારે પણ રોટલીનો લોટ બાંધો ત્યારે સોયાબીનનો લોટ તેમાં મિક્સ કરી દેવો. સોયાબીનનો લોટ ઘઉંના લોટમાં મિક્સ કરવાથી રોટલી સોફ્ટ પણ બને છે અને તેમાં પ્રોટીન પણ વધે છે. સોયાબીન ઉપરાંત ચણાનો લોટ પણ રોટલીમાં મિક્સ કરી શકાય છે. 

મેથીનો પાઉડર 

જો ઘરમાં કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં મેથીનો પાવડર ઉમેરી દેવો. મેથીનો પાવડર થોડી માત્રામાં જ ઉમેરવો જેથી લોટ કડવો ન લાગે. નિયમિત 1 ચમચી જેટલો મેથીનો પાવડર પણ રોટલીના લોટમાં મિક્સ કરશો તો ડાયજેશન પણ સુધરશે અને બ્લડ સુગર તેમજ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. મેથી ઉમેરેલી રોટલી હાર્ટ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. 

રાગીનો લોટ 

રોટલીના લોટમાં રાગીનો લોટ મિક્સ કરીને ઉપયોગમાં લો છો તો તે સૌથી વધારે ફાયદાકારક છે. રાગીનો લોટ ગ્લુટન ફ્રી હોય છે અને ફાઇબરથી ભરપૂર તેનું પાચન પણ સરળતાથી થાય છે. રાગી એમિનો એસિડ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેમને ઘઉંના લોટમાં રાગીનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી જોઈએ. આ રોટલી ખાશો તો વજન ઝડપથી ઘટવા લાગશે અને શરીરને જરૂરી પોષક તત્વ પણ મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news