Phone Addiction Remedy: ફોન આસ-પાસ ન હોય તો બેચૈની થાય છે? તો આ લતથી છુટકારો મેળવવો છે જરૂરી

આજકલ નાના-મોટા સૌ કોઈને ફોનની લત (Phone Addiction) લાગી ચુકી છે. તેથી ખરાબ અસર તેમના મગજ પર, તેમના સ્વાસ્થ્ય પર અને તેમના સંબંધો પર પડી રહી છે. અહીં આપવામાં આવી છે ફોનની લતથી છુટકારો મેળવવાની રોચક ટિપ્સ...

Phone Addiction Remedy: ફોન આસ-પાસ ન હોય તો બેચૈની થાય છે? તો આ લતથી છુટકારો મેળવવો છે જરૂરી

દીપાલી પોરવાલ, નવી દિલ્લીઃ આજકલ નાના-મોટા સૌ કોઈને ફોનની લત (Phone Addiction) લાગી ચુકી છે. તેથી ખરાબ અસર તેમના મગજ પર, તેમના સ્વાસ્થ્ય પર અને તેમના સંબંધો પર પડી રહી છે. અહીં આપવામાં આવી છે ફોનની લતથી છુટકારો મેળવવાની રોચક ટિપ્સ...ફોન (Phone) આપણાં દરેકના જીવનનો જાણે એક મહત્ત્વનો ભાગ બની ચૂક્યો છે. ફોન વિના હવે આપણી જિદંગી જાણે શક્ય જ ન હોય તેવું લાગવા લાગ્યું છે. નાના-મોટા સૌ કોઈના હાથમાં જ્યારે જુઓ ત્યારે ફોન જોવા મળે છે. માત્ર કોલિંગ કે ચેટિંગ કે વાત કરવા પુરતો જ ફોનનો ઉપયોગ હવે સિમિત રહ્યો નથી. લોકો માટે ફોન હવે તેમના મનોરંજનનું સૌથી હાથવગુ સાથ બની ગયો છે. અને હવે તેમને તેની લત લાગી ચુકી છે.

કોઈને સ્માર્ટ ફોનમાં વીડિયો જોવાની લત લાગી છે,  તો કોઈને ફોનમાં ગેમ રમવાની આદત પડી ગઈ છે. કોઈને ફોનમાં ગીતો સાંભળા પસંદ છે તો કોઈ ફોનમાં સતત સોશલ સાઈટ પર વ્યસ્ત રહે છે. આ પ્રકારની લતના કારણે તેમનું સ્વાસ્થ્ય અને સંબંધો બને પર ખરાબ અસર પડી રહી છે.

ફોનની લતથી છુટકારો છે જરૂરીઃ
2020 થી પ્લેગ્રુપથી લઈને પી.એચડી. સુધીના વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન ક્લાસિસના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યાં છે. કોરોના કાળમાં હવે ઓનલાઈન શિક્ષણ મહત્ત્વનું માધ્યમ બનને સામે આવ્યું છે. એવામાં સ્માર્ટ ફોનની ઉપયોગીતામાં પહેલાં કરતા પણ વધારો થયો છે. હવે વિદ્યાર્થી માટે પણ ફોન જાણે આવશયક વસ્તુ બની ગયો છે. વર્કફ્રોમ હોમ વાળા લોકો પણ લેપટોપ અને મોબાઈલમાં જ રચ્યાં પચ્યાં રહે છે. આવા લોકોને ફોનની લત છોડાવી ખુબ જરૂરી છે.

નોટિફિકેશન ઓફ કરવાની મળશે મદદઃ
મોટોભાગના લોકોના ફોનમાં નોટિફિકેશન બટન હંમેશા ઓન રહેતું હોય છે. એના કારણે તેમને સતત ચારેય તરફથી નોટિફિકેશન આવતા રહે છે. જેના લીધે તમે દરેક નોટિફિકેશનને જોવા માટે નાછુટકે વધારે સમય ફોન પર વિતાવો છો. જે તમારા માટે હાનિકારક છે.

એપ્સથી કંટ્રોલ કરો સ્ક્રીન ટાઈમઃ
આ થોડુ અજીબ લાગશે પણ હવે ફોનથી દૂર રહેવા માટે પણ તમારે ફોનનો ઉપયોગ કરવો પડશે. જેમા તમારે તમારા ફોનથી જ તમારો સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરવાનો છે. એવી ઘણી ફોન એપ્સ આવે છે જેનાથી તમે સ્ક્રીન ટાઈમની જાણકારી મેળવી શકો છો. અર્થાત તમે સતત કેટલાં સમયથી ફોનમાં જોઈને બેસ્યાં છો કે ફોનનું કામ કરી રહ્યાં છે તેની પણ તમને જાણકારી મળશે.

રાત્રે સુતી વખતે ફોન દૂર રાખવોઃ
ઘણાં લોકોને મોડી રાત સુધી ફોનમાં રચ્યા-પચ્યા રહેવાની આદત પડી ગઈ હોય છે. એના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખુબ જ વિપરિત અસર પડે છે. અને મોડા સુધી ફોન લઈને જાગી રહેવાના કારણે સવારે ઉઠવામાં પણ લેટ થાય છે અને આખો દિવસ બેચૈનીમાં પસાર થાય છે.

ફોન સ્વિચ ઓફ કરવો પણ જરૂરીઃ
દિવસમાં આરામ કરતી વખતે, ફેમિલી સાથે સમય પસાર કરતી વખતે અને મિત્રો સાથે ટાઈમ સ્પેંડ કરતી વખતે ક્યારેક ફોન સ્વિચ ઓફ કરવો પણ એટલો જ જરૂરી છે. જેને કારણે તમારું મગજ બીજા કામોમાં લાગેલું રહે છે અને તમારે સારી રીતે બીજા કામ પણ કરી શકો છો. સાથે જ આમ, કરવાથી તમારી ફોનની લત પણ ઓછી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news