હાઈ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ આવે તો તુરંત આ વસ્તુઓ ખાવાની કરો શરુઆત, નહીં ખાવા પડે હોસ્પિટલના ધક્કા
Remedies For High Cholesterol: સતત હાઈ રહેતું કોલેસ્ટ્રોલ લોહીની નસો બ્લોક કરે છે. તેના કારણે આમ તો કોઈ લક્ષણ દેખાતા નથી પરંતુ તે કોઈપણ સમયે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે.
Trending Photos
Remedies For High Cholesterol: અનહેલ્ધી ફુડ અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. કોલેસ્ટ્રોલ વધવું તે હાર્ટ અને મગજ માટે જોખમી છે. સતત હાઈ રહેતું કોલેસ્ટ્રોલ લોહીની નસો બ્લોક કરે છે. તેના કારણે આમ તો કોઈ લક્ષણ દેખાતા નથી પરંતુ તે કોઈપણ સમયે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. તેથી જ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે ત્યારે તમારે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
ઓટ્સ
જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો સવારના નાસ્તામાં હેવી ફુડને બદલે ઓટ્સ ખાવાનું શરૂ કરો. ઓટ્સ ખાવાથી નસોમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ દુર થાય છે અને નસોનું બ્લોકેજ ખુલે છે.
આ પણ વાંચો:
સફરજન
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ એક સફરજનનું સેવન ખાઈને તમે સરળતાથી હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. રોજ એક સફરજન ખાવાથી તમારું વજન પણ ઘટી શકે છે.
ગાજર
ગાજર પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છો તો ગાજરનું સેવન શરૂ કરો. થોડા જ દિવસમાં તમને ફાયદો જોવા મળશે.
ઈસબગૂલ
કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેવા લોકોએ ઈસબગોલનું સેવન કરવું જોઈએ. તેનાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે