Samakonasana Benefits: કરોડરજજુ થશે મજબૂત, દરરોજ સવારે ખાસ કરો આ યોગાસન

Samakonasana Benefits: સમકોણાસન યોગની તે રીત છે જે શરીરને ફ્લેક્સિબલ બનાવે છે, આ ઉપરાંત કરોડરજ્જૂમાં પણ સુધારો થાય છે. પરંતુ આ આસન કરતા સમયે કેટલીક સાવધાની પણ રાખવી જરૂરી છે.

Samakonasana Benefits: કરોડરજજુ થશે મજબૂત, દરરોજ સવારે ખાસ કરો આ યોગાસન

નવી દિલ્હી: યોગ આપણા જીવનમાં ઘણું મહત્વ રાખે છે. કહેવાય છે કે જેણે યોગને સ્વીકારી લીધું તે હંમેશા નિરોગી રહે છે. સામાન્ય રીતે તમામ યોગાસન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કોઈ ખાસ સમસ્યા અથવા બીમારીથી છૂટકારો મેળવવા માટે દરેક યોગાસનની પોતાનું એક મહત્વ હોય છે. આજે અમે તમને સમકોણાસનના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

શું છે સમકોણાસન?
સમકોણાસન બે શબ્દોને ભાગા કરવાથી બને છે સમકોણ અને આસન, જેના નામમાં જ જાણી શકાય છે કે આ આસનમાં શરીર 90 ડિગ્રીનો ખુણો બનાવે છે. આ આસનને અંગ્રેજીમાં સ્ટ્રેટ એન્ગલ પોઝ કહેવાય છે. સમકોણાસન કરવાથી ના માત્ર શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે પરંતુ કમરનો દુખાવો પણ દૂર થઈ જાય છે.

સમકોણાસન કરવાની રીત
- સૌથી પેહલા યોગ મેટ પર સીધા ઉભા રહો.
- હવે તમારા બંને હાથ ઉપર તરફ લઈ જાઓ.
- હવે શરીરને કમરના ભાગેથી વાળી 90 ડિગ્રી સુધી નમવું.
- ધ્યાન રાખો કે તમારા ઘૂંટણ વાળવા ન જોઈએ અને બંને હાથ સામે, જ્યારે નજર જમીન તરફ રાખવી.
- આ દરમિયાન તમારે ઉંડા શ્વાસ લેતા રહેવું.
- લગભગ 30-40 સેકન્ડ સુધી આ પોઝિશનમાં રહેવાનું છે.
- ત્યારબાદ હાથને નીચે કરી સામાન્ય અવસ્થામાં ઉભા થઈ જાઓ.

સમકોણાસન કરવાના ફાયદા
- આ યોગ આસન કરવાથી શરીરમાં ફ્લેક્સિબિલિટી આવવાની સાથે કરોડરજ્જૂમાં પણ સુધારો થાય છે.
- આ આસનને કરવાથી કમરની નીચેના ભાગને મજબૂત બનાવે છે અને ગળાનો દુખાવો દૂર થયા છે.
- આ આસન પગની સાથે સાથે આખા શરીરના સ્નાયુઓને તણાવ મુક્ત કરવા માટે શાનદરા ઉપાય છે.
- શારીરિક તણાવને દૂર કરવા તથા શારીરિક સંતુલન બનાવવા માટે આ આસન ઘણું યોગ્ય માનવામાં આવે છે.

સમકોનાસન દરમિયાન અવશ્ય રાખવી આ સાવચેતીઓ
- જો કોઈ વ્યક્તિના પગમાં કોઈ સમસ્યા છે તો તેને પણ આ આસન કરવું જોઇએ નહીં.
- ગર્ભવતી મહિલાઓ માટે પણ સમકોણાસન યોગ્ય નથી.
- એકવારમાં પાંચથી દસ વખત સમકોણાસન કરી શકો છો.
- તમારા ઘુંટણમાં કોઈપણ પ્રકારનો દુખાવો છે, ત્યારે આ આસન કરવાથી દૂર રહો.
- ગર્ભવતી મહિલાઓ અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ આ આસને કરતા પહેલા એકવાર એક્સપર્ટની સલાહ જરૂરથી લે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news