Winter Foods: શિયાળામાં શરદી-ઉધરસથી બચવું હોય તો ખાવી આ વસ્તુઓ, શરીરને રાખે છે અંદરથી ગરમ

Winter Foods: શિયાળા દરમિયાન કેટલાક ખાસ પ્રકારના ખોરાકનું સેવન કરવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જો તમે શિયાળા દરમિયાન આ વસ્તુઓનું સેવન કરો છો તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવ થઈ શકે છે.

Winter Foods: શિયાળામાં શરદી-ઉધરસથી બચવું હોય તો ખાવી આ વસ્તુઓ, શરીરને રાખે છે અંદરથી ગરમ

Winter Foods: શિયાળાની શરૂઆત થાય કે તરત જ શરદી ઉધરસ અને તાવની સમસ્યામાં વધારો થવા લાગે છે. જેમ જેમ ઠંડી વધતી જાય તેમ શરીરમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ પણ વધી જાય છે. જો આ પ્રકારની બીમારીઓથી બચવું હોય તો જરૂરી છે કે શિયાળામાં તમે ઠંડીને ધ્યાનમાં રાખીને પોતાની ડાયેટમાં ફેરફાર કરો. શિયાળા દરમિયાન કેટલાક ખાસ પ્રકારના ખોરાકનું સેવન કરવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જો તમે શિયાળા દરમિયાન આ વસ્તુઓનું સેવન કરો છો તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવ થઈ શકે છે.

શિયાળામાં એવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ જેનાથી શરીરને ગરમી મળે. આ ઋતુ દરમિયાન જો ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવામાં આવે તો શરીર નિરોગી રહી શકે છે. સ્વાસ્થ્ય સુધારવા માટે પણ આ ઋતુ ઉત્તમ હોય છે પરંતુ તેના માટે તમારે ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. 

આ પણ વાંચો:

ગોળ

ઠંડીમાં ગળ્યું ખાવાની ઈચ્છા વધી જાય છે આવી સ્થિતિમાં જમ્યા પછી ગોળ ખાઈ લેવાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે અને ગળ્યું ખાવાની ઈચ્છા પણ સંતોષાય છે. ગોળ ખાવાથી શરીરમાં ગરમી પણ જળવાઈ રહે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

દેશી ઘી

શિયાળા દરમિયાન દેશી ઘીનું સેવન પણ ફાયદાકારક સાબિત થાય છે. તમે કોઈપણ દાળ કે અન્ય વાનગીઓમાં પણ ઘી ઉમેરીને ખાઈ શકો છો. શરીર ઘીને સરળતાથી પચાવે છે અને ઘી ખાવાથી ઇમ્યુનિટી પણ સારી રહે છે જેના કારણે ઠંડીમાં થતા રોગથી બચી શકાય છે.

મધ

ઘણા લોકોને મધનો સ્વાદ ખૂબ જ પસંદ હોય છે શિયાળા દરમિયાન જો તમે મધનો સમાવેશ આહારમાં કરો છો તો તેનાથી શરીરને ગરમી પણ મળે છે અને સાથે જ શરદી ઉધરસની સમસ્યાથી પણ રાહત મળે છે. મધ ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news