World Hypertension Day 2020 : દર ચારમાંથી એક વ્યક્તિ હાઇપરટેન્શનથી પીડિત, વિશ્વ હાઇપરટેન્શન દિવસ પર જાણો સંપૂર્ણ માહિતી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વભરમાં 1.13 બિલિયન લોકોને હાઇપરટેન્શન છે. હાઇપરટેન્શનનું મુખ્ય કારણમાં ખરાબ ખાવા-પીવાની ટેવો, વ્યાયમ ન કરવો, દારૂ અને તમાકુના સેવનને માનવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેના તરફથી લોકોનું ધ્યાન સંપૂર્ણ પણે હટી ગયું છે પરંતુ આ સ્વાસ્થ્ય સમસ્યાઓ દર વર્ષે લાખો લોકોને જીવ લઈ લે છે. એવી એક મેડિકલ કંડીશન હાઇપરટેન્શન છે જેના વિશે ખરા સમયે ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ થઈ શકે છે. એટલું જ નહીં દર ચારમાંથી એક વ્યક્તિને હાઇપરટેન્શનની સમસ્યા હોય છે પરંતુ ન તો તેને તેના લક્ષણ વિશે ખ્યાલ હોય છે અને ન તો તેના પ્રત્યે સતર્ક રહે છે. આવો વિશ્વ હાઇપરટેન્શન દિવસ 2020 પર હાઇપરટેન્શન સાથે જોડાયેલી જાણકારી મેળવીએ.
પહેલા જાણો શું છે હાઇપરટેન્શન?
હાઇપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ છે જે હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની ફેલ અને આંધળાપણાના જોખમને વધારે છે. આ વિશ્વભરમાં સમય પહેલા થતાં મોતના મુખ્ય કારણોમાંથી એક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વભરમાં 1.13 બિલિયન લોકોને હાઇપરટેન્શન છે. હાઇપરટેન્શનનું મુખ્ય કારણમાં ખરાબ ખાવા-પીવાની ટેવો, વ્યાયમ ન કરવો, દારૂ અને તમાકુના સેવનને માનવામાં આવે છે.
કેમ મનાવવામાં આવે છે વિશ્વ હાઇપરટેન્શન દિવસ અને શું છે World Hypertension Day 2020 Theme?
વિશ્વ હાઇપરટેન્શન દિવસને તે માટે મનાવવામાં આવે છે જેથી દુનિયાના લોકોને તેના વિશે જાગરૂત કરી શકાય. આ વખતે વિશ્વ હાઇપરટેન્શન દિવસ પર તેની થીમ મીજર યોર બ્લડ પ્રેશર, કંટ્રોલ ઇટ ફોર લિવ લોન્ગર ( Measure your blood pressure, control it and live longer) છે. તેનો મતબલ છે કે પોતાના બ્લડ પ્રેશરને ચેક કરો, તેને કંટ્રોલ કરો અને લાંબા સમય સુધી જીવીત રહો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે દર ચારમાંથી એક પુરૂષ અને પાંચમાંથી એક મહિલાને હાઇપરટેન્શનની સમસ્યા હોઈ છે. છતાં પણ લોકો આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. હાઇપરટેન્શન સાથે જોડાયેલી જાણકારી વિશે તમને આગળ જણાવવામાં આવી રહ્યું છે.
હાઇપરટેન્શનને કારણે આ રીતે થાય છે મોત
હાઇપરટેન્શનને કારણે ઘણા પ્રકારની મેડિકલ કંડીશન પણ ઉભી થવા લાગે છે જેના કારણે વ્યક્તિનું મોત થાય છે. નીચે એવી કેટલિક મેડિકલ કંડીશન વિશે જણાવવામાં આવી રહ્યું છે જેનો ખતરો હાઇપરટેન્શનને કારણે વધી જાય છે.
હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
સ્ટ્રોક આવી શકે છે.
કિડની ફેલ થઈ શકે છે.
આંધળા થવાનો ખતરો વધી જાય છે.
તેના લક્ષણ શું છે?
ભયાનક માથાનો દુખાવો
થાક કે ભ્રમ.
જોવામાં સમસ્યા થવી
છાતીમાં દુખાવો
શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી
અનિયમિત રૂપે વધરા હ્રદયના ધબકારા
યૂરિનમાં બ્લડ નિકળવું.
બ્લડ પ્રેશરનું આ લેવલ છે ખતરાની ઘંટી
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચ્યા રહેવા માટે નિયમિત રૂપથી બ્લડ પ્રેશરને ચેક કરવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન જે વ્યક્તિઓનું બ્લડ પ્રેશર 140/90 આવી રહ્યું છે, તેને મોડું કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બ્લડ પ્રેશરનું આ લેવલ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નિયમિત રૂપથી ચેક કરો તમારૂ બ્લડ પ્રેશર
ઘણા લોકોનું કહેવું હોય છે કે તેનામાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોતી નથી. તેમ કહેવું ખોટુ હોઈ શકે છે કારણ કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં કેટલાક વ્યક્તિઓને વિશેષ લક્ષણ દેખાતા નથી. તેથી નિયમિત રૂપે તમારૂ બ્લડ પ્રેશર ચેલ કરો અને તેને કંટ્રોલ કરવા નિચે આપેલી ટિપ્સનો ઉપયોગ કરી શકો છે. ગંભીર રૂપ થવા પર ડોક્ટરની સલાહ જરૂર લો.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માટે શું કરો શું ન કરો
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચ્યા રહેવા માટે નિયમિત રૂપથી માત્ર 5 ગ્રામથી વધુ નમકનું સેવન ન કરો.
નિયમિત રૂપથી ફળ શાકભાજી ખાવ.
જંક ફૂડથીબચો કારણ કે તેમાં સૈચુરેટેડ ફૈટ અને ટ્રાન્સ ફૈડની માત્રા હોય છે જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને વધારી શકે છે.
તમાકુ અને સ્મોકિંગનું સેવન ન કરો.
આલ્કોહોલ ન પીવો.
નિયમિત રૂપથી વ્યાયમ કરો.
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કરો આ કામ
મેડિકલ ટ્રીટમેન્ટનો સહારો લો અને ડોક્ટરની સલાહનું પાલન કરો.
ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ નિયમિત રૂપથી લો
સ્ટ્રેસને ઓછી કરો અને પ્રયત્ન કરો કે સ્ટ્રેસ ન લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે