Corona ના સમયમાં હવે આ નવું આવ્યું, રાત્રે આંખ ખુલી જાય છે તો જલ્દી થઈ શકે છે મૌત!
Women Health: દુનિયાભરમાં હાલ કોરોનાની મહામારીના કારણે હાહકાર મચ્યો છે. એવામાં એક રિચર્સમાં વિચિત્ર પ્રકારનો ખુલાસો થયો છે. જે મુજબ જો તમને રાત્રે સારી રીતે ઉંઘ ન આવતી હોય કે પછી સુતી વખતે ઘણીવાર
આંખ ખુલી જતી હોય તો સમજો કે તમારી સામે મંડરાઈ રહ્યો છે મૌતનો ખતરો.
- રાતે સારી અને પુરી ઉંઘ લેવી છે ખુબ જરૂરી
- રાત્રે વારં-વાર આંખ ખુલવીએ છે, ખતરાની ઘંટી
- મહિલાઓને છે જીવનું મોટું જોખમ
Trending Photos
નવી દિલ્લીઃ દુનિયાભરમાં હાલ કોરોનાની મહામારીના કારણે હાહકાર મચ્યો છે. એવામાં એક રિચર્સમાં વિચિત્ર પ્રકારનો ખુલાસો થયો છે. જે મુજબ જો તમને રાત્રે સારી રીતે ઉંઘ ન આવતી હોય કે પછી સુતી વખતે ઘણીવાર આંખ ખુલી જતી હોય તો સમજો કે તમારી સામે મંડરાઈ રહ્યો છે મૌતનો ખતરો. જો તમારી પણ Sleeping Pattern કંઈક આ પ્રકારની હોય તો આવી મહિલાઓના સ્વાસ્થ્ય (Women Health) માટે આ બાબત ખતરાની ઘંટી સમાન છે. ઉંઘ પર થયેલી એક રિસર્ચ (Sleep Research) માં સામે આવ્યું છેકે, રાત્રે અચાનક ઉંઘમાંથી ઉઠી જવાની ટેવ ધરાવતી મહિલાઓને હાર્ટ અટેક (Heart Attack) અથવા હાર્ટ સ્ટ્રોક (Heart Stroke) નો ખતરો બીજા લોકોની સરખામણીએ વધારે છે.
દરેક લોકોની ઉંઘવાની પોતાની રીત હોય છે. એજ રીતે ઉંઘ પુરી થવાનો દરેકનો સમય પણ એક સમાન હોતો નથી. કેટલાંક લોકો રાત્રે સુતા હોય અને અચાનક જાગી જતાં હોય છે. 8 હજારથી વધારે મહિલાઓ અને પુરુષોની ઉંઘવાની પેર્ટન પર અને તેમની આદતો પર એક Sleep Research કરવામાં આવી છે. જોમાં ચોકાવનારો ખુલાસો (Shocking Conclusion) કરવામાં આવ્યો છે. તેનાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.
રાતે કેમ અચાનક ખુલી જાય છે આંખ
સામાન્ય રીતે રાતે સુતી વખતે અચાનક આંખ ખુલી જવાનું એક જ કારણ હોય છે. આપણે ઉંઘમાં કોઈ સંભવિત ખતરાનું અનુમાન લગાવીએ છીએ. શરીરના કોઈ ભાગમાં અચાનક દુખાવો ઉપડવો, શરીરનું તાપમાન વધવાથી કે ઘટવાથી અથવા આંખોની રોશની ઓછી-વધારે થવાના કારણે રાતે અચાનક આંખ ખુલી જાય છે. આના કારણે બીજા દિવસે આખો દિવસ થાક અને બેચૈની જેવું લાગશે.
ખરાબ તબિયત તરફ ઈશારો કરે છે આ આદત
ઓસ્ટ્રેલિયાની એડિલેડ યૂનિવર્સિટી (Adelaide University, Australia) માં થયેલા એક રિચર્સ (Sleep Research) માં સામે આવ્યું છેકે, જો હંમેશા તમારી ઉંઘ પુરી ન થતી હોય અને હંમેશા તમે રાત્રે અચાનક જાગી જતા હોવ, હંમેશા રાતે તમારી આંખ ખુલી જતી હોય તો આ નિશાની એ ખતરાની ઘંટી સમાન છે. તમે હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) સહિત ઘણી બધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ રિસર્ચમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને એક રાત્રે સ્લીપ મોનિટર (Sleep Monitor) પહેરીને સુવાનું હતું. પછી બીજા દિવસે બધાને અલગ અલગ સ્લીપીંગ સ્કોર આપવામાં આવ્યો. રાત્રે કેટલીવાર આંખ ખૂલી, કેટલીવાર સુધી જાગ્યા અને આખી રાતમાં કેટલાં કલાકની ઉંઘ લીધી આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને દરેકનો સ્કોર નિર્ધારિત કરવામાં આવ્યો.
મહિલાઓને વધારે ખતરો
આ રિસર્ચ 6 થી 11 વર્ષ સુધી ચાલ્યું હતું. આ રિસર્ચમાં એવું સામે આવ્યું છેકે, મહિલાઓની ઉંઘ પુરી ન થવી અને રાત્રે વારંવાર ઉઠી જવાને કારણે તેમના પર જાનનું જોખમ છે. જે મહિલાઓ રાત્રે વારંવાર ઉઠી જાય છે, તેમને બીજી મહિલાઓની સરખામણીએ હાર્ટ અટેકનો ખતરો વધારે હોય છે. મહિલાઓમાં આવા ખતરાનું પ્રમાણ 60 થી 100 ટકા છે. જ્યારે પુરુષોમાં આ પ્રકારના ખતરાનું પ્રમાણ 13.4 ટકા જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે